Monday, March 2, 2020

Tachyon

ટેકયોન(Tachyon) એક theoretical(સૈદ્ધાંતિક) કણ છે(મતલબ હજીસુધી તેને શોધી શકાયો નથી તેનું અસ્તિત્વ ફક્ત ગણિતિક રીતે જ છે) જેની ઝડપ પ્રકાશ કરતાંય વધુ છે. હવે તમે કહેશો કે આવું કઇરીતે શક્ય છે અને જો શક્ય હોય તો આઇનસ્ટાઇની સ્પેશ્યલ થીયરી ઓફ રિલેટિવિટી ખોટી છે જે કહે છે કે કોઇપણ વસ્તુ પ્રકાશ કરતાં વધુ ઝડપે ગતિ ન કરી શકે. શું છે સઘળી પણોજણ? આવો સમજીએ ન જાણેલી વાતો થોડી રોચકતા સાથે....
-
સૌપ્રથમ એક આડ વાત.....ઘણી એવી વાતો જે વિજ્ઞાને હકિકતે કહી નથી, પરંતુ સમજવામાં સરળતા રહે એટલા માટે કે પછી ભાષાંતરને કારણે (ખબર નથી) તેના અર્થ ફરી જાય છે. જેમકે....Special Theory of Relativity અનુસાર પ્રકાશની ઝડપ એ બ્રહ્માંડની મહત્તમ ઝડપ હોય છે. કોઇપણ ચીજ આનાથી તેજ ચાલી નથી શકતી. પરંતુ આ પૂર્ણ સત્ય નથી. હકિકતમાં થીઅરી એવું દર્શાવે છે કે જેની ઝડપ શરૂઆતથી જ પ્રકાશની ઝડપ કરતાં ઓછી છે તે ક્યારે પણ પ્રકાશની ઝડપને માત ન આપી શકે જેમકે બ્રહ્માંડના લગભગ હરએક કણ. બીજા શબ્દોમાં કહીએ તો જે ચીજની ઝડપ ક્યારેય પણ અગર પ્રકાશની ઝડપ કરતાં ઓછી રહી હોય તેની ઝડપ હંમેશા પ્રકાશ કરતાં ઓછી જ રહેશે. એ મુજબ અગર કોઇ ચીજની ઝડપ પ્રકાશની ઝડપ બરાબર હોય તો તેની ઝડપ હંમેશા પ્રકાશની બરાબર જ રહેશે જેમકે ફોટોન. તેવી જ રીતે અગર કોઇ ચીજની ઝડપ પ્રકાશની ઝડપ કરતાં વધુ છે તો તેની ઝડપ હંમેશા પ્રકાશથી વધુ જ રહેશે જેમકે ટેકયોન.
-
અગર કોઇ પાર્ટિકલની ઓરીજનલ સ્પીડ પ્રકાશવેગ કરતા ઓછી હોય અને આગળ જતાં તે પ્રકાશ કરતાં વધુ વેગે ચાલવા માંડે તો આપણે કહી શકીએ કે Special Theory of Relativity નો નિયમ break થઇ ગયો, પરંતુ આ કેસમાં એવું નથી. માટે ટેકયોન પાર્ટિકલ સ્પેશ્યલ રિલેટિવિટીને ભંગ નથી કરતા અને તેથીજ તેમનું અસ્તિત્વ સૈદ્ધાંતિક રીતે સંભવ છે. તો આ થઇ સૈદ્ધાંતિક વાત પરંતુ આવા પાર્ટિકલ સાથે બીજી ઘણી મુસિબતો ઉભી થાય છે. જેમકે પ્રકાશ કરતા વધુ ઝડપ હોવાને કારણે આપણે વીતી ગયેલા સમય એટલેકે ભૂતકાળમાં સંદેશાની આપ-લે કરી શકીશું જે કેટલીય પ્રકારના time travel paradox ને જન્મ આપશે અને અંતે causality ના નિયમનો ભંગ કરશે.
-
હવે તમને થશે આ વળી causality નો નિયમ શું છે? ચાલો ઉતાવળે આ નિયમને સમજી લઇએ.....causalityનો નિયમ કહે છે કે cause એટલેકે કારણ હંમેશા effect(ઘટના) પહેલાંજ આવશે. મતલબ ઘટના ઘટતાં પહેલાં તેનું કારણ અવશ્ય હોય છે. ધારોકે તમને કોઇ રિવોલ્વરમાંથી ગોળી છોડીને મારી નાંખે છે. અહીં રિવોલ્વરમાંથી ગોળીનું છૂટવું એ કારણ છે અને તમારૂ મરી જવું એ ઘટના છે. અગર ભૂતકાળમાં સમયયાત્રા શક્ય થઇ તો કારણ પહેલાં effect આવી જશે માટે એવું થશે કે તમે ગોળી છૂટવા પહેલાંજ ગોળી વાગવાથી મૃત્યુ પામો છો. આવું કઇરીતે શક્ય છે? ચાલો આને અન્ય એક ઉદાહરણ દ્વારા સમજીએ....
-
માની લો આપણને ટેકયોન કણ મળી ગયા જેના દ્વારા આપણે એક techyonic anti telephone બનાવી લઇએ છીએ. જેની મદદથી કોઇપણ મનુષ્ય પોતાના ભૂતકાળમાં મૌજૂદ લોકોને સંદેશા મોકલી શકે છે. શું થશે અગર આપ આ ડિવાઇસ દ્વારા ભૂતકાળમાં મૌજૂદ કોઇકને સંદેશો મોકલીને આપના દાદાનું ખૂન કરાવી નાંખો? એ પણ તે સમયે જ્યારે આપના દાદાના લગ્ન પણ નહોતા થયાં. અગર આપના દાદા તેજ સમયે મૃત્યુ પામ્યા તો આપના પિતાજીનો જન્મ જ શક્ય નથી અને જો આપના પિતાજીનો જન્મ જ શક્ય નથી તો આપનો જન્મ કઇરીતે સંભવ છે? આને Grandfather Paradox કહે છે.
-
જોકે ઘણાં આનું નિરાકરણ Parallel Universe ની થીઅરી વડે આપે છે. જેના અનુસાર જે reality(વાસ્તવિકતા) માં આપ જીવી રહ્યાં છો તે એક અલગ યુનિવર્સ છે અને જેમાં આપે આપના દાદાનું ખૂન કરાવ્યું તે એક અલગ reality વાળું યુનિવર્સ છે. માટે અગર આપ આપના ભૂતકાળમાં જઇને જે પણ changes કરશો તેનાથી તમારા આ જીવન ઉપર કોઇ ફર્ક નહીં પડે. જોકે પરેશાની એ છે કે હજીસુધી Parallel Universe છે કે નહીં તેની આપણને ખબર નથી.
-
અંતે અગર theoretically કે mathematically equationની દ્રષ્ટિએ જોઇએ તો એવું કોઇ કારણ મૌજૂદ નથી જેના લીધે એવું કહી શકાય કે ટેકયોનનું અસ્તિત્વ સંભવ નથી. તેની properties ભલે કેટલી પણ અજીબ કેમ ન હો પણ જ્યાંસુધી mathematical equation આવા પાર્ટિકલનું અસ્તિત્વ સંભવ બનાવે છે ત્યાંસુધી આપણે તેના અસ્તિત્વની શક્યતાને સંપૂર્ણરીતે નકારી નથી શકતાં.

No comments:

Post a Comment