"બાબુલ તેરે બગિયા કી મૈં તો વો કલી હું રે, છોડ તેરી બગિયા મુઝે ઘર પીયા કા સજાના હૈ", "ભૈયા તેરે અંગના કી મૈં હું ઐસી ચિડિયા રે, રાત ભર બસેરા હૈ સુબહ ઉડ જાના હૈ", "દિકરીને ગાય દોરે ત્યાં જાય." ઉપરોક્ત ગીતોમાં છોકરી જે ચીજો સાથે પોતાની તુલના કરે છે તેમાં એક વાત કોમન છે કે બધાયમાં જીવનનો અંશ છે, બધાયમાં દર્દ છે અને તે દર્દની અભિવ્યક્તિ પણ, પરંતુ તેઓની પાસે પોતાની વાત કહેવા માટે તે ભાષા નથી જે મનુષ્યએ પોતાના માટે રચી છે. મનુષ્યની ભાષામાં કહીએ તો સઘળા 'બેજુબાન' પ્રતિક.
-
શું આ તુલનાનો અર્થ એવો સમજવો કે માનવીય ભાષા હોવા છતાં પણ આપણાં સમાજમાં એક સ્ત્રીની ઉપસ્થિતિ કોઇ બેજુબાન જેવી છે? જી હાં, આ એક પ્રકારનું પ્રતિક છે આપણાં સમાજમાં સ્ત્રીઓની દશાનું અને તેમની સાથે કરવામાં આવતાં વ્યવ્હારનું. પ્રતિક તેમના બેજુબાન હોવાનું નહીં બલ્કે પ્રતિક એ વાતનું કે બાકાયદા ભાષા અને અભિવ્યક્તિની સઘળી સંપદા હોવા છતાં પણ પુરૂષસત્તાક સમાજ કેવીરીતે તેમની સાથે કોઇ બેજુબાન જેવું વર્તન કરતો આવ્યો છે.

No comments:
Post a Comment