વીલ ડ્રાઇવ એટલે શું? ભારતમાં કાર તેમજ ટ્રકોમાં કઇ વીલ ડ્રાઇવનો ઉપયોગ થાય છે? અને કેમ?
-
વીલ ડ્રાઇવનો સીધો સરળ અર્થ છે.....વાહન ચલાવવા માટે એન્જિનના પાવરને વાહનના કયાં પૈંડામાં અપાઇ રહ્યો છે. કુલ ત્રણ પરંતુ મુખ્ય બે પ્રકારની વીલ ડ્રાઇવ હોય છે. (1) ફ્રંટ વીલ ડ્રાઇવ(Front Wheel Drive):- જેમાં એન્જિનનો પાવર આગળના પૈંડાને આપવામાં આવે છે(જુઓ
ઇમેજ-1). (2) રિઅર વીલ ડ્રાઇવ(Rear Wheel Drive):- જેમાં એન્જિનનો પાવર પાછળના પૈંડાને આપવામાં આવે છે. અગર એન્જિન આગળ હો તો એક ટ્રાન્સમિશન શાફ્ટ દ્વારા પાવર પાછળ મોકલી આપવામાં આવે છે(જુઓ કમેન્ટબોક્ષની ઇમેજ-2). (3) ફોર વીલ ડ્રાઇવ(4 wheel Drive):- જેમાં એન્જિનનો પાવર ચારેય પૈંડાને સાથે આપવામાં આવે છે. જોકે આ પધ્ધતિ વધુ ઉપયોગી નથી.
-
ફ્રંટ તેમજ રિઅર વીલ ડ્રાઇવ બન્નેમાં એન્જીનને આગળ અથવા પાછળ એમ બન્ને સ્થાને રાખી શકો. ભારતમાં અધિકતર કારોમાં FWD નો ઉપયોગ થાય છે અને એન્જીન પણ આગળ હોય છે. જેથી શાફ્ટની જરૂરિયાત રહેતી નથી અને ઇંધણની બચત થાય છે. તેમજ અધિકતર ટ્રકો કે બસોમાં RWD નો ઉપયોગ થાય છે, જેમાં એન્જીન આગળ પણ રાખી શકાય કે પાછળ પણ. હવે એન્જીન આગળ રાખવું કે પાછળ તે એ વાત પર નિર્ભર કરે છે કે આપ કયા દેશ, કેવી સડકો અને કેટલાં ભારે(load યુક્ત) વાહનનો ઉપયોગ કરો છો.
-
ઉદાહરણ તરીકે ભારતમાં આપણે એન્જીન આગળ રાખવાની કોશિશ કરીએ છીએ કારણકે ભારત એક ગરમ પ્રદેશ છે. અગર એન્જીન આગળ રાખવામાં આવે તો તેને બહેતર કૂલિંગ ઇફેક્ટ મળી રહે છે. બીજું, ભારતમાં સડકો ઘણી નાની છે(હર જગ્યાએ નહીં પણ અધિકતર જગ્યાએ). એ સિવાય ઓવર લોડિંગ સામાન્ય બાબત છે, માટે આપણે એન્જીન આગળ રાખીએ છીએ. જેથી વાહનને બહેતર સંતુલન મળી રહે કારણકે આગળ એન્જીન અને પાછળ ડિફરેન્શલ ગિયરબોક્ષ હોવાથી સેન્ટર ઓફ ગ્રેવિટિ(ગુરૂત્વકેન્દ્ર) વાહનની મધ્યમાં આવી જાય છે. જેના કારણે વાહનને સાંકડી તેમજ ભીડવાળી જગ્યાઓમાં વાળવું આસાન બની જાય છે



No comments:
Post a Comment