ડહાપણની દાઢ એટલે શું? તે મોઢામાં કઇ જગ્યાએ હોય છે? કેમ તેને ડહાપણની દાઢ કહેવામાં આવે છે? આ દાઢ ઉગવાનું કારણ શું? પ્રશ્નોને વિગતવાર તપાસીએ....
-
દાંતને તેમના સ્થાન અને કાર્ય દ્વારા વર્ગીકૃત કરાયા છે. તીક્ષ્ણ(અણીદાર) દાંત ખોરાકના નાના ટુકડા કરે છે જ્યારે સપાટ દાંત ખોરાકને પીસે છે. ડહાપણના દાંત પણ સપાટ હોય છે જેને દાઢ(molar) કહેવામાં આવે છે. સપાટ દાંતના ત્રણ વિભાગ હોય છે 1st molar, 2nd molar અને 3rd molar(જુઓ કમેન્ટબોક્ષની ઇમેજ-1). ડહાપણની દાઢ એ ત્રીજો વિભાગ છે. ડહાપણની દાઢ એ ઉગવામાં સૌથી છેલ્લા દાંત હોય છે. તે દાઢ સામાન્યરીતે 17 થી 21 વર્ષની ઉંમરે વિકસે છે. જ્યારે આ દાંત આવે ત્યારે આપણને ડહાપણ(સમજણ) આવી ચૂક્યુ હોય છે. માટેજ તેને ડહાપણની દાઢ કહે છે.
-
આ દાઢ ઉગવાનું કારણ ઉત્ક્રાંતિ(evolution) છે. આપણાં પૂર્વજોથી લઇને અત્યારસુધીની માનવ પ્રજાતિમાં ઉત્ક્રાંતિ દરમિયાન ઘણાં ફેરફારો થયા છે. પરંતુ આજની તારીખે આપણાં શરીરમાં કેટલાક અંગો એવા પણ છે જેનો ઉપયોગ આપણે કરતા નથી. જેમાનું એક અંગ છે ડહાપણની દાઢ. જી હાં, ડહાપણની દાઢ હવે આપણાં માટે બિનજરૂરી અંગ છે. આપણાં પૂર્વજોનો મુખ્ય ખોરાક વૃક્ષોના પાંદડા-મૂળ, માંસ વગેરે હતો. માટે તેમને આ દાઢની જરૂર હતી. પરંતુ આપણો આજનો જે ખોરાક છે તેને ચાવવા માટે આપણને આ દાઢની કોઇજ જરૂર નથી. કેમકે આજના ખોરાકને રાંધીને આપણે નરમ બનાવીએ છીએ તેમજ વિવિધ ઓજારો વડે કાપી, મસળીને ઝીણો પણ કરી નાંખીએ છીએ.
-
તો અહીં સવાલ એ ઉઠે છે કે આ દાઢ કેમ નાની થતી ગઇ? એનો પણ જવાબ છે ઉત્ક્રાંતિ. હકિકતે આજથી લાખો વર્ષ પહેલાં આપણાં મગજનું કદ નાનું હતું. મગજનું કદ જેમજેમ વધતુ ગયું તેમતેમ દાંતોના ચોકઠા ઉપર ભીંસ વધતા તેઓ સંકોચાવા માંડ્યા. જેથી દાંતના ચોકઠા માટે જડબામાં જગ્યા ઓછી રહી જવા પામી. યાદરહે આપણાં પૂર્વજોના જડબા લાંબા તેમજ મોટા હતાં. આ સંકોચનના કારણેજ ક્યારેક આ દાઢ દુખાવા સાથે એટલી સમસ્યારૂપ થઇ જાય કે તેને કઢાવ્યા સિવાય છૂટકો નથી રહેતો. વૈજ્ઞાનિકો માને છે કે સમય જતાં કદાચિત આ ડહાપણની દાઢ પણ વિલુપ્ત થઇ જશે.

No comments:
Post a Comment