"ચિમામાંડા એંગોજી અદીચિ" એક નાઇજીરિયન લેખક અને પ્રસિધ્ધ ફેમિનિસ્ટ આઇકોન છે. તેમણે ફેમિનિઝમ ઉપર બે પુસ્તકો પણ લખ્યા છે.....We Should All Be Feminist(2014) અને Dear Ijeawele A Feminist Manifesto In Fifteen Suggestions(2017). અહીં Dear Ijeawele પુસ્તકના થોડા અંશો પ્રસ્તુત છે. એક વખત તેની બાળપણની મિત્ર Ijeawele એ પુછ્યું કે તે પોતાની નાની બાળકીનો ઉછેર કેવીરીતે કરે જેનાથી તે એક ફેમિનિસ્ટ બની રહે? આ પુસ્તક ચિમામાંડા દ્વારા ઇજીયાવેલેને જવાબરૂપે લખાયેલ પત્રનું મોડિફાઇડ વર્જન છે.
-
(1) માં બનો પરંતુ પોતાને કેવળ માં થીજ પરિભાષિત ન થવા દો. એક પૂર્ણ વ્યક્તિ બનો. નોકરી-ધંધો કરો. માં બનવાના શરૂઆતી સમયમાં પોતાના ઉપર નરમ રહો. સુપરવુમન જેવી કોઇ ચીજ નથી હોતી. એવું ન માનો કે તમને બધુજ આવડે છે. પુસ્તકો વાંચો, ઇન્ટરનેટ વડે શીખો, લોકોને પુછો અથવા ટ્રાયલ-એરર થી શીખો કે પેરેન્ટિંગ કેવીરીતે કરવું. આટલું કર્યા બાદ પણ એક પૂર્ણ વ્યક્તિ બની રહો. પોતાના માટે સમય કાઢો તેમજ પોતાની જરૂરિયાતો ઉપર પણ ધ્યાન આપો.
-
(2) બંન્ને મળીને કરો. પેરેન્ટિંગ બંન્નેએ બરાબરીથી કરવી જોઇએ. બરાબરીનો મતલબ લિટરલી ફીફટી-ફીફટી નથી. તેમજ એનો અર્થ એવો પણ નથી કે એક દિવસ તમે કરો અને બીજા દિવસે તે કરે અથવા તેવો કોઇ હિસાબ-કિતાબ બનાવીને ચાલો. કેમ અને ક્યારે? પતિ-પત્ની બંન્નેની જરૂરિયાતોના હિસાબે જે ફિટ બેસશે એ પ્રમાણે આપસમાં કરતાં રહો. બીજી વાત, પોતાની ભાષામાંથી 'મદદ' વાળો શબ્દ હટાવી લો. પતિ બાળકને ઉછેરવામાં તમારી મદદ નથી કરી રહ્યો, તે ફક્ત તેજ કરી રહ્યો છે જે તેણે કરવું જોઇએ. આ મૂળ વાત તમે સમજી લો. જ્યારે આપણે મદદ શબ્દનો પ્રયોગ કરીએ છીએ ત્યારે એવો સંદેશો પહોંચે છે કે બાળકને ઉછેરવું કેવળ માં નું કામ છે અને પતિ તેમાં મદદ કરી કોઇ હીરોગીરી કે મહાન કાર્ય કરી રહ્યો છે. તમે કે તમારો પતિ આ કામ માટે કોઇ સ્પેશ્યિલ તારીફના હકદાર નથી. એ તમારા બંન્નેનો નિર્ણય હતો કે તમારે એક બાળકને આ દુનિયામાં લાવવું છે માટે આની જવાબદારી પણ બંન્નેની સરખી જ રહે છે.
-
(3) તેને શીખવો કે જેન્ડર રોલવાળો આઇડિયા મહાબકવાસ આઇડિયા છે. તેને ક્યારેય ન કહો કે તે છોકરી છે માટે તેણે આ કરવું જોઇએ અને આ ન કરવું જોઇએ. "કારણકે તું એક છોકરી છે"----ક્યારેય પણ કોઇપણ ચીજનું કારણ ન હોઇ શકે. ખાવાનું બનાવવું કોઇ છોકરી પેટમાંથી શીખીને નથી આવતી. અહીંજ શીખે છે. ખાવાનું બનાવવું, ઘરના કામ કરવા...એક સામાન્ય લાઇફ સ્કિલ છે અને તે છોકરો હો કે છોકરી બંન્નેમાં હોવું જોઇએ. છોકરી ઢીંગલી સાથે રમશે અને છોકરો હેલિકોપ્ટર સાથે, આ બધા ખેલ બંધ કરો. પોતાની છોકરીને વ્યક્તિના રૂપમાં જુઓ એક છોકરીના રૂપમાં નહીં. જેન્ડર રોલ આપણામાં એટલી ગહેરાઇથી ભર્યો છે કે આપણે આપણી ઇચ્છા, જરૂરિયાતો અને ખુશીઓને દાવ પર લગાવીને પણ તેનું પાલન કર્યે છીએ.
-
(4) પોતે પણ વાંચો અને તેને પણ વાંચવાનું શીખવો, પુસ્તકોથી પ્રેમ કરવાનું શીખવો. જ્યારે તે તમને વાંચતા જોશે તો તેને સમજાશે કે વાંચવું એક કિંમતી ચીજ છે. પુસ્તકો તેને દુનિયા સમજવા અને દુનિયાને સવાલ કરવામાં મદદ કરશે. મારો મતલબ સ્કૂલોના પુસ્તકોનો નથી, પરંતુ તે પુસ્તકોનો જેને સ્કૂલ સાથે લેવાદેવા નથી. તેને વાંચવા બદલ પૈસા આપો/રિવોર્ડ આપો. ભલે તે શરૂઆતમાં તમને મોંઘુ લાગશે પરંતુ તે ઇન્વેસ્ટમેન્ટ હશે.
-
(5) તેને ભાષા ઉપર સવાલ કરતાં શીખવાડો. ભાષા આપણાં પૂર્વગ્રહો, વિશ્વાસ અને કલ્પનાઓનો ભંડાર હોય છે. પરંતુ તેને એ શીખવતા પહેલાં તમારે પોતે પોતાની ભાષા ઉપર ધ્યાન આપવું પડશે કેમકે તમે જે પણ છોકરીને કહો છો તે મેટર કરશે. "તું લગ્ન કરવા લાયક હવે મોટી થઇ ગઇ છો." કહેવાને બદલે "તું કામ કરવાને લાયક હવે મોટી થઇ ગઇ છો." એવું કહો. misogyny(સ્ત્રીદ્વેષ) અને petriarchy(પિતૃસત્તા) જેવા શબ્દોનો પ્રયોગ ખુબજ ઓછો કરો.

No comments:
Post a Comment