ઇમેજને જુઓ. આપે ઘણીવાર વિમાનની પાછળ આ પ્રકારના સફેદ લિસોટાઓ જોયા જ હશે. બાળપણમાં આ લિસોટાઓ જોઇ આપણે વિચારતા કે શાયદ આ કોઇ વિમાન નહીં પરંતુ રોકેટ છે, અને જે લિસોટાઓ તે તેની પાછળ છોડતુ જાય છે તે તેનો ધુમાડો છે. અગર હજીપણ આપ એમ વિચારતા હો કે આ લિસોટાઓ વિમાનનો exhaust chemical(ધુમાડો) છે તો આપ ખોટા છો. અહીં કેસ થોડો અલગ છે. તો પછી આ લિસોટાઓ શું હોય છે? કેમ બને છે? ચાલો જોઇએ...
-
સામાન્ય રીતે આ લિસોટાઓ ત્યારે જોવાના મળે જ્યારે વિમાન ખુબ ઉંચાઇ ઉપર હોય. આને contrails કહેવામાં આવે છે. જ્યારે વિમાન ખુબ ઉંચાઇ ઉપર ઉડી રહ્યું હોય છે ત્યારે તેના આસપાસની હવા ઘણી પાતળી તેમજ ઠંડી હોય છે. આસપાસના વાતાવરણનું તાપમાન લગભગ -50 ડીગ્રી સે. જેટલું હોય છે. પરંતુ જે exhaust હવા જેટ એન્જીનથી નીકળી રહી હોય છે તે ઘણીજ ગરમ હોય છે. જેનુ તાપમાન લગભગ 600 ડીગ્રી સે. જેટલું હોય છે. જ્યારે આ ગરમ હવા ત્યાંના આસપાસના ઠંડા વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તે હવામાં મૌજૂદ પાણીની વરાળનું તાપમાન ઘટવા માંડે છે અને તે એક વાદળમાં રૂપાંતરિત થવા માંડે છે. જે આપણને લિસોટારૂપે દેખાય છે. આ બિલકુલ એવુ જ છે જ્યારે સખત ઠંડીમાં આપણા મોઢામાંથી ધુમાડા નીકળે છે.

No comments:
Post a Comment