Thursday, March 5, 2020

વિજ્ઞાન દિવસ

વિજ્ઞાન દિવસ નિમિત્તે.......
વિજ્ઞાનની જાણકારીઓ સર્વેજન માટે ઉપલબ્ધ છે. તમે, હું કોઇપણ તેના પ્રયોગોને કરી શકીએ છીએ અને પરિણામોની સચ્ચાઇની સ્વયં જાંચ-પડતાલ કરી શકીએ છીએ. પરંતુ હર પ્રયોગને સ્વયં કરવું સંભવ નથી. તેથી વૈજ્ઞાનિકોની ઘોષણાઓ પર વિશ્વાસ કરવો પડે છે. પરંતુ એક વૈજ્ઞાનિકની ખરાઇ માટે બીજો વૈજ્ઞાનિક છે અને બીજા માટે ત્રીજો. વિજ્ઞાન કોઇ એક વ્યક્તિની વિચારધારાનો અંધહિતેચ્છુ નથી. તે યથાસંભવ નિરપેક્ષ સત્યનો પક્ષધર છે. તે શ્રધ્ધાળુ નથી, શંકાળુ છે.
-
વૈજ્ઞાનિક હોવામાં અને વિજ્ઞાની હોવામાં ભેદ છે, જેવી રીતે સંગીતકાર અને સંગીતમય હોવામાં. "કાર" કરે છે અને કર્યા પછી "મય" નથી રહેતો, તેનાથી અલગ થઇ જાય છે. બિલકુલ એજ રીતે વૈજ્ઞાનિક પણ વિજ્ઞાની હો, એ આવશ્યક નથી. તે મોટી શોધ કર્યા પછી પણ શ્રધ્ધાળુ બની રહેતો હોય છે. વિજ્ઞાનમાં કરેલી મોટી શોધ વૈજ્ઞાનિકને વિજ્ઞાનમૂર્તિ બનાવી દે છે. જેવી રીતે કોઇ મોટો કવિ કે સંગીતકાર સ્વયં કવિતામૂર્તિ કે સંગીતમૂર્તિ તરીકે ઓળખાવા લાગે. આ મૂર્તિરૂપેણ પ્રતિષ્ઠ થવું જ વિજ્ઞાનમાં ભક્તિની ઘૂસણખોરી છે, જે તેને કમજોર બનાવે છે. આજ એ ક્ષણ હોય છે, જ્યારે કોઇ બહુમાન્ય વૈજ્ઞાનિકની ચારેતરફ એક સંપ્રદાય બની જાય છે. તેની આસ્થાઓ, માન્યતાઓ, અંધવિશ્વાસોને વિજ્ઞાનની ધારામાં ભેળવી દેવામાં આવે છે. આપ ભગવાનને નથી માનતા? અરે! ન્યૂટન અને આઈનસ્ટાઇન તો માનતા હતાં!
-
વૈજ્ઞાનિકનું વિજ્ઞાનમૂર્તિ બનવું વિજ્ઞાન માટે સૌથી મોટો અભિશાપ છે. કોઇ ન્યૂટન, કોઇ આઇનસ્ટાઇન વિજ્ઞાનથી મોટો નથી. હા, તેઓ જે આવિષ્કાર માટે ઓળખાય છે, તે ઘણાં પ્રાસંગિક અને ઉપયોગી છે. વિજ્ઞાન તથ્ય નથી પણ તેની પાછળ જવા માટેનો માર્ગ અને ચિંતન છે. પ્રયોગ જે સફળ થયા....થી અધિક આવશ્યક છે એ જાણવું કે પ્રયોગ જે અસફળ થયા, તેમાં ચૂક ક્યાં થઇ? પ્રયોગની સંરચના અને તેની વિફળતામાં જે વિજ્ઞાન છે, તે લગભગ ક્યાંય ના તો ભણાવવામાં આવે છે ના તેની ચર્ચા થાય છે.
-
વિજ્ઞાનનો પાઠ.....એ સાપની જેમ નથી જે ઉંદરને ગળી સુખ નું ઝોકુ મારે છે, પરંતુ તે એ ગાયની જેમ છે જે ઘાસને ચાવે છે તેમજ વારંવાર તેને પેટમાંથી પાછુ મોઢામાં લાવી સતત વાગોળે છે. અચિંતક માટે વિજ્ઞાન તેની ભીતર જ નિર્માણ પામતુ વિષ છે અને ચિંતક માટે ઘાટુ સર્વહિતકારી પૌષ્ટિક દૂધ. 




(સ્કંદ દ્વારા)

No comments:

Post a Comment