હાલમાંજ પૂર્ણ થયેલ એક રિસર્ચમાં evolution(ઉત્ક્રાંતિ) ના સમર્થનમાં એક ઉદાહરણ મળ્યું. વંદો(cockroach) સામાન્ય જન માટે એક માથાનો દુખાવો હોય છે. તેના ત્રાસથી બચવા માટે ઘણી દવાઓ ઉપલબ્ધ છે. છતાં તેઓનો ત્રાસ વધતો જ જાય છે. દવાઓ જાણે બેઅસર થઇ રહી હોય તેમ તેમનો સફાયો દિવસે દિવસે મુશ્કેલ થઇ રહ્યો છે. શા માટે?
-
એક રિસર્ચ જે છ મહિના સુધી ચાલ્યું જેમાં ત્રણ અલગ અલગ રસાયણોનો ઉપયોગ કરવામાં આવ્યો ત્રણ અલગ અલગ ગ્રુપના વંદાઓ ઉપર. ઉદ્દેશ્ય એ હતો કયું રસાયણ બહેતર છે તેમને મારવા માટે તેની ખબર પડે. પરંતુ રિસર્ચના અંતે જે રિઝલ્ટ મળ્યું તે ચોકાવનારૂ હતું. નક્કી એવું કરવામાં આવ્યું કે ત્રણ અલગ અલગ પ્રકારના સ્પ્રે અને જેલ(કે જે બજારમાં ઉપલબ્ધ છે) ને ત્રણ અલગ અલગ બિલ્ડીંગોમાં(કે જેમાં વંદાઓ હતાં) છાંટવામાં આવ્યાં. પ્રથમ બિલ્ડીંગમાં ફક્ત જેલનો ઉપયોગ કર્યો, બીજીમાં ત્રણ અલગ અલગ સ્પ્રેને મીક્ષ કરીને દરમહિનાના અંતરે એમ છ મહિના સુધી છાંટવામાં આવ્યાં. જ્યારે ત્રીજીમાં તેજ ત્રણ સ્પ્રેને વારાફરતી એક એક કરીને છાંટ્યા. (મતલબ એક સ્પ્રેને છાંટ્યા બાદ બીજા મહિને બીજો સ્પ્રે અને ત્રીજા મહિને ત્રીજો સ્પ્રે એવીરીતે છ મહિના સુધી....).
-
રિઝલ્ટ કંઇક આ પ્રકારનું હતું.....જે બિલ્ડીંગમાં જેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યાં વંદાઓની સંખ્યા થોડી ઓછી થઇ. જે બિલ્ડીંગમાં મીક્ષ સ્પ્રે છાંટવામાં આવ્યા ત્યાં વંદાઓની સંખ્યા વધી અને જે બિલ્ડીંગમાં વારાફરતી સ્પ્રેનો છંટકાવ કરવામાં આવ્યો ત્યાં વંદાઓની સંખ્યા જેમની તેમ રહી. આવું કેમ થયું? સંશોધકો સંપૂર્ણ નિરિક્ષણ કરી એ તારણ ઉપર આવ્યા કે વંદાઓએ જેનેટિકલી પોતાને modify કરી આ કેમિકલો વિરૂધ્ધ resistance(અવરોધ) બનાવી લીધાં. મતલબ તેઓ આ રસાયણો વિરૂધ્ધ લડી રહ્યાં હતાં. તેથી આ રસાયણો એમની ઉપર બેઅસર સાબિત થઇ રહ્યાં હતાં. જ્યારે ત્રણ અલગ અલગ સ્પ્રેના મીક્ષરને છાંટવામાં આવ્યું ત્યારે ત્રણેય સ્પ્રેના ઓછી માત્રાના કારણે વંદાઓને તેઓ વિરૂધ્ધ resistance બનાવવું આસાન થઇ ગયું.
-
આ ઘણી અજીબ વાત હતી, કેમકે એવું મનાતુ હતું કે વંદો એકજ સમયે ફક્ત એકજ રસાયણ વિરૂધ્ધ resistance બનાવી શકે છે. મતલબ એક વંદો અગર એક particular કેમિકલ વડે ન મરે તો બીજા કેમિકલ વડે તો અવશ્ય મરી જતો હતો. પરંતુ એકજ સમયે ત્રણ અલગ અલગ કેમિકલ વિરૂધ્ધ resistance નો મતલબ એ થાય કે આ વંદાઓને ભવિષ્યમાં કેમિકલ વડે મારવું લગભગ અશક્ય થઇ જશે. આ છે evolution જે આપણને દર્શાવે છે કે વંદામાં કેટલી ઝડપે બદલાવ આવે છે, કેટલી ઝડપે તે પોતાને બદલે છે. એકવાર ફરી ડાર્વિનબાબુ સાચા સાબિત થયાં.

No comments:
Post a Comment