Thursday, March 5, 2020

આરક્ષણ

આરક્ષણ વિરૂધ્ધ ફરિયાદીઓની બે ફરિયાદ પ્રમુખ હોય છે. (1)આરક્ષણકર્તાઓ અમારી નોકરીઓ છીનવી રહ્યાં છે, સરકાર હર સુવિધાઓ SC/ST નેજ આપી રહી છે. (2) જે યોગ્ય હોય તેજ આગળ આવવો જોઇએ. મતલબ યોગ્યતા જ સાચો માપદંડ હોવો જોઇએ. ચાલો ચર્ચા કરીએ આ બે મુદ્દે......
-
પ્રથમ મુદ્દો......આરક્ષણકર્તાઓ અમારી નોકરીઓ છીનવી રહ્યાં છે......હું જાણું છું કે આ કથન એમના મગજની ઉપજ નથી પરંતુ નફરતની રાજનીતિનો હિસ્સો માત્ર છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તમારો હિસ્સો SC/ST ને અપાય રહ્યો છે માટે તમે બેરોજગાર છો. આ પ્રકારે SC/ST વિરૂધ્ધ ઝેર ફેલાવામાં આવે છે. તો હે ફરિયાદીઓ!!! આ વાત જો સાચી હોય તો SC/ST કે જેમની જનસંખ્યા દેશની જનસંખ્યાના 23% છે તેમની પાસે દેશના સંસાધન(સંપત્તિ) અને નોકરીઓ ઉપર 23% જેટલો કબ્જો હોવો જોઇએ. શું એવું છે? ના નથી. એમને ખુદને પોતાનો હિસ્સો નથી મળી રહ્યો તો બીજાનો હિસ્સો કઇરીતે છીનવશે? આમપણ છીનવવા માટે તાકતવર હોવું પડે. ફરિયાદીઓ, તમારે તપાસ કરવી જોઇએ કે દેશની સંપત્તિ આખિરકાર કોની પાસે છે? કોણ ધીમેધીમે જળ, જંગલ, જમીન ઉપર કબ્જો કરી રહ્યું છે?
-
બીજો મુદ્દો......જે યોગ્ય હોય તેજ આગળ આવવો જોઇએ.....પ્રદર્શનના અંતરને સમજવું હોય તો તેની ઓથે છુપાયેલા સામાજીક કારણોને પણ સમજવું બેહદ જરૂરી છે. એક ઉદાહરણ જોઇએ...એક માં ના ચાર છોકરાઓ છે. એમને રોટલી વહેંચીને આપવાના બદલે એક ટેબલ ઉપર મુકી દીધી હોય અને ચારેયને છૂટ આપી દીધી હોય કે સૌથી યોગ્ય હોય તે રોટલી ખાઇ લે. આ કેસમાં સૌથી નાના ભાઇની હાલત શું થશે જે એટલો નાનો છે કે ટેબલ સુધી પહોંચી જ નથી શકતો? અહીં દુ:ખી થયેલ માં જુએ છે કે નાના ને એનો અધિકાર નથી મળી રહ્યો માટે સરખી હિસ્સેદારી માટે માં તેને એક ખુરશી આપે છે જેથી તે બાકીના ભાઇઓની બરાબર આવી શકે તો શું આ જોઇને મોટા ભાઇએ ખોટું લગાડવું કે માં એ નાના ને આ સુવિધા(આરક્ષણ) કેમ આપી?
-
આપ યોગ્યતા કોને કહેશો? એક ભાઇ જે સવારે વહેલો ઉઠી ઘરના કામ કરે છે, ગાય ચરાવવા જાય છે, રોજીરોટી માટે પિતાજી સાથે ખેતરમાં કામ કરે છે અને સાથેસાથે ભણીને 60% લાવે છે. જ્યારે બીજા ભાઇને ભણવા સિવાય બીજું કોઇ કામ નથી. તેના ભણતર માટે હર વિષયના અલગ-અલગ શિક્ષક છે, ભણવામાં તકલીફ ન પડે માટે પંખા-કુલર છે, તબીયત સારી રહે માટે ફળોના જ્યુસ જેવી વિવિધ પ્રકારની સુવિધાઓ છે. આટલી સુવિધાઓ બાદ તે 80% લાવે છે. હવે તમે કહો કોણ સૌથી યોગ્ય?? અગર બધા માટે યોગ્યતાના માપદંડ એક રાખવા હોય તો બધા માટે લાઇન(સામાજીક-આર્થિક સ્થિતિ) એક રાખવી પડશે. અગર આ ન કરી શકતા હો તો યોગ્યતાનો ઢંઢેરો ન પીટવો જોઇએ.
નોટ:- નાગરીક તરીકે એ આપણું દાયિત્વ છે કે આપણે જાતિવાદી વિચારને અપ્રાંસગિક બનાવી દઇએ. કારણકે આ જૂઠો શ્રેષ્ઠતા બોધ....અન્યાય, સામુદાયિક ઘૃણા અને અપરાધીકરણને ગતિ આપે છે. પરિણામ સામે જ છે......ઉનાકાંડ, થાનકાંડ, અલવર, વડાલી, ખંભીસર.

No comments:

Post a Comment