Thursday, March 12, 2020

લૈલા-મજનુ

લૈલા-મજનુ ફારસી કવિ નિઝામ ગંઝવીની રચના છે. આ સ્ટોરી સાચી છે કે ખોટી એ તો ખબર નથી પરંતુ આ કહાનીએ ઘણાની જીન્દગી બદલી નાંખી છે એ પાક્કુ......
-
બે આલા દર્જાના મશહુર ગિટાર વાદકો થઇ ગયાં......જોર્જ હેરિસન(george harrison) અને એરિક ક્લેપ્ટન(eric clapton). સમકાલીન અને કમર્શિયલ ટક્કરની બાવજૂદ તેઓની દોસ્તી પણ ખૂબજ મશહુર હતી. સમસ્યા હતી....હેરિસનની પત્ની પેટી બોયડ. ક્લેપ્ટન પોતાના મિત્રની પત્ની ઉપર ફિદા થઇ ગયાં(આ એવો ગુનો છે જે દુનિયાનો હર ચોથો પ્રેમી કરતો આવ્યો છે😀). ક્લેપ્ટનને કોઇકે લૈલા-મજનુની કહાની વંચાવી અને મહાશય મજનુ બની ગયાં. નીચે તેમના એ મશહુર ગીતની લિન્ક મૌજૂદ છે જે તેમણે પેટી બોયડ માટે બનાવ્યું. આ ગીતમાં ક્લેપ્ટને પોતાનું દિલ કાઢીને પોતાની હથેળી ઉપર મુકી દીધું એવું કહીએ તો પણ ખોટું નથી. આખિરકાર લૈલા(પેટી બોયડ) પણ પોતાને રોકી ન શકી અને ક્લેપ્ટન સાથે લગ્ન કરી લીધાં. હેરિસન સન્યાસી બની ગયાં અને ISKCON જોઇન્ટ કરી "હરે રામા, હરે ક્રિષ્ના" કરવા લાગ્યાં તેમજ પંડિત રવિશંકર પાસે સિતાર શીખવા લાગ્યાં. અજબ પ્રેમ કી ગજબ કહાની!!!
Layla, you've got me on my knees.
Layla, I'm begging, darling please.
Layla, darling won't you ease my worried mind.


No comments:

Post a Comment