Saturday, March 7, 2026

ડીએનએ ફેનોટાઇપિંગ

 



 

શું કોઇ વ્યક્તિના વાળના ટુકડા અથવા લોહીના ટીપાં ઉપરથી તે વ્યક્તિનો ચહેરો બનાવી શકાય? કોઇ ફિલ્મી સ્ટોરી હોય એવું લાગે છે ને!! વાત હવે કલ્પના નથી રહી પરંતુ હકિકત બનવા જઇ રહી છે. હાલની રિસર્ચે દર્શાવ્યું છે કે, માનવ ડીએનએ કેવળ આપણી ઓળખ નહીં બલ્કે વિશેષતાઓને પણ ગુપ્ત રીતે સંગ્રહિત રાખે છે.

-

ફોરેન્સિક સાયન્સની જે ટેકનિકની આજે દુનિયાભરમાં ચર્ચા ચાલી રહી છે તેને ડીએનએ ફેનોટાઇપિંગ કહે છે. પરંપરાગત ડીએનએ પરીક્ષણમાં વૈજ્ઞાનિકો ફક્ત તપાસ કરે છે કે, સેમ્પલ જે તે વ્યક્તિ સાથે મેચ થાય છે કે નહીં પરંતુ આધુનિક ટેકનિકની વાત અલગ છે. અહીં ડીએનએ માંથી અનુમાન લગાવવાનો પ્રયાસ કરવામાં આવે છે કે તે વ્યક્તિ કેવો દેખાતો હશે? જેમકે આંખોનો રંગ, વાળનો રંગ, ત્વચાનો રંગ વગેરે.

-

ત્યારબાદ જટિલ મશીન લર્નિંગ મોડલ લાક્ષણિકતાઓને હજારો ચહેરાઓના ડેટા સાથે મેળવી એક સંપૂર્ણ ચહેરો બનાવે છે. વિજ્ઞાન અહીં એક મહત્વપૂર્ણ મર્યાદા નક્કી કરે છે કે, પધ્ધતિ એક સંભવિત સ્કેચ બનાવીને આપે છે નહીં કે સચોટ ચહેરો કે નામ. તેથી તેના પરિણામને અંતિમ માની શકાય નહીં. ફિલહાલ આની ઉપર રિસર્ચ ચાલુ છે. પણ....સૌથી મોટો પ્રશ્ન આના દુરુપયોગનો છે. તેથી અમરેકા અને યુરોપમાં આની સાથે સંકળાયેલ કાનૂની મર્યાદા, data privacy અને માનવ અધિકાર વિશે પણ ચર્ચાઓ થઇ રહી છે. ડીએનએમાં છુપાયેલ માહિતી મહત્વની જરૂર છે પરંતુ તેનો ઉપયોગ કાયદા અને નૈતિકતાના દાયરામાં રહીને કરવો જોઇએ. યાદરહે વિજ્ઞાન આપણને કેવળ રસ્તો બતાવે છે પરંતુ તેના ઉપર કઇરીતે ચાલવું તે મનુષ્ય ઉપર નિર્ભર કરે છે.

 


 

 

No comments:

Post a Comment