ચાઇનાએ વિકાસની જે હરણફાળ ભરી છે તેના કારણે ગ્લોબલ વોર્મિંગમાં તેની હિસ્સેદારી પણ વધી છે અને આ વાત તે પોતે પણ સ્વીકારે છે. તેથી હવે તે green energy તરફ જઇ રહ્યું છે અને એવા મોટા-મોટા પ્રોજેક્ટ ચાઇના લાવી રહ્યું છે જેને માનવજાતે અગાઉ જોયા નથી. તો ચાલો નજર કરીએ તેમના ભવિષ્યના પ્રોજેક્ટ્સ ઉપર પરંતુ સૌપ્રથમ થોડા ડેટા તપાસી લઇએ.....
-
હાલની તારીખે ચાઇના દુનિયાની ત્રીજા ભાગની green energy ઉત્પન્ન કરી રહ્યું છે એટલેકે 33%. છતાં, તેની કોલસા અને હાઇડ્રોકાર્બનની એટલી બધી ખપત છે કે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગ વધતી જ જાય છે(જુઓ છેલ્લા દાયકાની તેની ખપત ગ્રાફરૂપે નીચેની ઇમેજ-1 માં તેમજ સ્ટડીની રેફરન્સ લિંક નીચે મૌજૂદ છે). હવે બીજો એક ગ્રાફ જુઓ(નીચેની ઇમેજ-2 માં) જેમાં સ્પષ્ટ દેખાય છે કે, અમેરિકાનું કાર્બન ઉત્સર્જન ચાઇનાની તુલનાએ કેટલું ઓછું છે. તેથી જ હવે ચાઇનાએ નક્કી કર્યું છે કે, 2060 સુધી તે "કાર્બન ફ્રી" દેશ હશે. જેનો મતલબ એવો થાય કે તેના ઉદ્યોગો જેટલો કાર્બન ગ્રહણ કરશે તેટલો જ કાર્બન વાતાવરણમાં મુક્ત કરશે.
તેથી તેના પ્રથમ તબક્કામાં 2030 સુધીમાં ચાઇના પોતાના કોલસા આધારિત પાવર પ્લાન્ટને લગભગ ખતમ કરી નાંખશે અને તેની જગ્યા લેશે....મહાકાય પવનચક્કીઓ. હાલમાં ત્યાંની mingyang કંપનીએ એક પવનચક્કીની જાહેરાત કરી છે. જેના પાંખની લંબાઇ 140 મીટર કરતા પણ વધુ છે અને તેનો વ્યાસ(diameter) 292 મીટરનો છે. તેનું ઉત્પાદન 20 મેગાવોટનું છે. આનો અંદાજો આ રીતે લગાવો કે, આ ફક્ત એક જ પવનચક્કી 96,000 ઘરોને વાર્ષિક વીજળી પુરી પાડી શકે એમ છે. અહીં આ આંકડો એક્ષપર્ટોએ એક જરૂરી માનક તરીકે દર્શાવ્યો છે એવું નથી કે બધા ઘરોમાં ચાર-પાંચ એસી, ગીઝર વગેરે હોય.
-
dongfang electric નામક બીજી એક કંપની આનાથી પણ મોટી પવનચક્કી બનાવવા જઇ રહી છે. જેની ઉત્પાદક ક્ષમતા 26 મેગાવોટ હશે. તેનું કદ લગભગ એફિલ ટાવર બરાબર હશે. આપણે જાણીએ છીએ કે, જમીન ઉપર પવનની ગતિ ઓછી હોય છે પરંતુ જેમજેમ ઉંચાઇ વધતી જાય તેમતેમ તેનો વેગ વધતો જાય છે. તેથી જ આ પવનચક્કીઓને વિશાળકાય બનાવવામાં આવી રહી છે. બીજું, જેવો પવનચક્કીનો વ્યાસ બમણો થાય તેમ તેનો આઉટપુટ ચાર ગણો થઇ જાય છે. ઉપરોક્ત પવનચક્કીનો ઘેરાવો 67,000 ચોરસ મીટરનો હશે એટલેકે લગભગ નવ ફૂટબોલના સ્ટેડિયમ બરાબર.
-
ત્રીજું આ પવનચક્કીઓ નાની પવનચક્કીઓ કરતા ઓછી ખર્ચાળ હોય છે. ઉદાહરણ તરીકે....(1) મોટી પવનચક્કીઓને ઓછા પાયા(base)ની જરૂરિયાત હોય છે જો તેટલી જ ક્ષમતાવાળી નાની પવનચક્કીઓને લગાવીએ તો! (2) વાયરોની સંખ્યા પણ ઘટી જવા પામે. (3) મેન્ટેનન્સ પણ ઘણું ઓછું થઇ જાય. આ બધા કારણોને લીધે જ હવે નાની પવનચક્કીઓનો યુગ અસ્ત થવાને આરે છે.



No comments:
Post a Comment