પિંક એટલી બધી વખાણવા લાયક ફિલ્મ નથી. કેમ? કેમકે તે મહિલા અધિકારોની વાર્તાને તો દર્શાવે છે પરંતુ એક પુરૂષ તારણહારના કિરદારની છત્રછાયામાં બિલકુલ દામિની ફિલ્મની જેમ. હાં, ફિલ્મનો એક પ્રસંગ ચોટદાર છે. "ફલક અલી" નો કિરદાર નિભાવનારી કીર્તિ કુલહરી આ ફિલ્મની અસલ જાન છે. તે એકમાત્ર પાત્ર છે જેની આસપાસ ફિલ્મમાં 'નૈતિકતા' ની લક્ષ્મણરેખા દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી.
-
મધ્યાંતર પછીના એક સીનમાં કીર્તિ કોર્ટમાં પ્રશ્નોના જવાબ આપતી વખતે અચાનક રડી પડે છે અને ચીસો પાડી કહે છે કે....“हाँ, ठीक है, ठीक है, ठीक है.. लिए हैं हमने पैसे. Yes, we took the money sir. हमने पैसे मांगे भी और लिए भी लेकिन फिर भी पैसे लेने के बाद मीनल का मन बदल गया सर। She withdrew her consent sir. उसने उसे ना बोला, लगातार ना बोला, उसके बावजूद ये आदमी उसे छूता रहा। Now you tell me sir, by law.. by law sir.. वो सही था या ये?”
-
આ એક જ દ્રશ્ય અનંત શક્યતાઓ ખોલે છે. પહેલી વાર અહીં ફિલ્મ...નિર્ભયતાથી કહે છે કે આ ન્યાય માટેની લડાઈ છે અને ન્યાય માટેની લડાઈમાં વિક્ટિમના ચરિત્ર ઉપર વાત અપ્રાંસગિક હોય છે. વધુમાં, ફિલ્મ કહે છે કે ભલે તેમની છોકરીઓ સામાજીક પરિભાષામાં/ તમારી પરિભાષામાં ગમે તેટલી "અનૈતિક" હો, ફિલ્મ તેમની સાથે ઉભી છે. જો કે, પાછળથી પવિત્ર, પૈસા લેવાવાળી વાતો ફિલ્મને કુંઠિત કરી નાંખે છે કેમકે આપણું સિનેમા હજી એટલું મોટું નથી થયું કે તે સ્ત્રી આઝાદી ઉપર પણ ફિલ્મ બનાવે અને તેમાં સ્ત્રીની ભૂમિકાને ‘ગ્રે એરિયા’ માં મૂકી શકે. જો કે, આ સવાલ આપણે સિનેમાને નહીં પરંતુ નાગરિક સમાજને પૂછવો જોઇએ.
(મિત્ર મિહિરના સહયોગ વડે)

No comments:
Post a Comment