સર્વાઇકલ કેન્સર નામક એક ગોઝારી બીમારી વર્ષોથી માનવ જાતનો સફાયો કરી રહી છે. આ એટલી ગંભીર બીમારી છે જેની અત્યારસુધી અવગણના કરવામાં આવતી હતી. લાખો લોકોને મૃત્યુના દ્વાર સુધી પહોંચાડનારી આ ખતરનાક બીમારીની રસી ઉપલબ્ધ હોવા છતા તેના તરફ આંખ-આડા કાન કરાયા. શા માટે? સમગ્ર મુદ્દાને સમજતા પહેલાં નીચેની ઇમેજને ધ્યાનથી જુઓ...દુનિયાના આ નકશામાં લીલા રંગે દેખાતા દેશો, એવા દેશો છે...જેમણે પોતાના દેશોના 50% થી વધુ નાગરિકોને આ રસી લગાડી દીધી છે. એટલુંજ નહીં બલ્કે તેઓના national immunity programme નો આ રસી એક હિસ્સો છે. અર્થાત હરવર્ષ જે નાના બાળકોને રસી અપાય છે તેમાં આનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે. આ ઇમેજમાં નોંધવાલાયક બીજી વાત એ છે કે, આ રસી લગાડનાર મોટાભાગના દેશો વિકસિત દેશો છે જેનું કારણ આગળ જતા સમજાઇ જશે.
-
હવે એશિયા ખંડના દેશોની સ્થિતિ જુઓ તેમાય ભારતની હાલત જુઓ....અલબત્ત રશિયા અને ચાઇનાની હાલત પણ ભારત જેવી જ દેખાય છે પરંતુ અહીં તકલીફ એ છે કે, તેઓનો ડેટા આમાં મૌજૂદ નથી. હવે એનું કારણ જાણીએ જેના લીધે વિકાસશીલ અથવા દરિદ્ર દેશો આ રસીને કેમ નથી અપનાવતા? સૌથી મોટું કારણ છે....મીડિયા. જે તમને કહેશે કે, રસીની ઘણી આડઅસર છે. ઉદાહરણ તરીકે...જાપાન, ડેનમાર્ક જેવા દેશોએ પણ આ રસીને શરૂ કર્યા બાદ પોતાના દેશમાં બેન કરી દીધી અને તેના ઘણા વિડિઓ/સમાચારો તમને મળશે પરંતુ તેઓને સવાલ પુછો કે, શું આજની તારીખે પણ આ દેશોમાં આ રસી બેન છે? વિશ્વાસ રાખજો તેઓના મોઢાં સીવાય જશે કેમકે શરૂઆતી પાબંદી બાદ જ્યારે આ રસીની અસરકારકતા સામે આવી ત્યારે આ જ દેશોએ નાછૂટકે તેને સ્વીકારવી પડી(જુઓ નીચેની લિંક અને નીચેની ઇમેજ).
https://www.vaccinestoday.eu/stories/how-japan-fell-behind-in-fight-against-cervical-cancer/
HPV(Human Papillomavirus) આખરે છે શું? આ એવો વાયરસ છે જે મોટેભાગે sexually transmitted થાય છે(યાદરહે બીજી ઘણી રીતે પણ આ ફેલાઇ શકે છે). આ વાયરસથી છ પ્રકારના કેન્સર થઇ શકે છે જેમાં સૌથી ખતરનાક પ્રકાર cervical cancer છે, જે અધિકતર મહિલાઓને થાય છે. આ કેન્સરના 2020 માં છ લાખ કેસ નોંધાયા અને 3,40,000 મૃત્યુ થયા. આ કેન્સરની રસી 2006 માં બની ગઇ હતી. જરા વિચારો! લગભગ વીસ વર્ષ થવા આવ્યા છતાં આપણે કેટલા જાગૃત છીએ? બાળકોને આ રસી 9 થી 14 વર્ષની ઉંમરમા આપી દેવી જોઇએ કેમકે ઉંમરના આ પડાવમાં તેમનું રોગપ્રતિકારકતંત્ર મજબૂત હોય છે. છતાં...છતાં...45 વર્ષ સુધી કોઇપણ વ્યક્તિને આ રસી લગાડી શકાય છે.
-
આ રસીની single trial અને double trial દરમિયાન કોઇપણ મૃત્યુનો કેસ નોંધાયો નથી(ડેટા WHO ની વેબસાઇટ ઉપર મૌજૂદ છે). 2023 માં બાવન દેશોમાં આ રસીની ખેપ પહોંચાડવામાં આવી અને ટોટલ 123 દેશોમાં આ રસીનો ઉપયોગ થયો. એક દેશ એવો છે જેણે સંપૂર્ણપણે આ કેન્સરને માત આપી દીધી છે અને તે છે....ઓસ્ટ્રેલિયા. ફિલહાલ આ રસી કરોડો લોકોને લાગી ચૂકી છે. WHO એ અંદેશો વ્યક્ત કર્યો છે કે, જો એક લાખ લોકો ને આ રસી લાગશે તો તેમાંથી બની શકે કે 1.8 લોકોને કોઇ આડઅસર થઇ શકે અર્થાત 0.0018%(જુઓ રિપોર્ટની લિંક નીચે મૌજૂદ છે). જ્યારે આ રસી લગાડવાની શરૂઆત થઇ ત્યારે ઘણા લોકોએ complex regional pain syndrome(CRPS) ની ફરિયાદ કરી પરંતુ પછીથી ખબર પડી કે એવું કંઇ ન હતું. તેમને અન્ય બીમારીઓ પણ પહેલાથી મૌજૂદ જ હતી. ઉદાહરણ તરીકે....હાઇ બીપીનો એક રોગી આ રસી લગાવ્યાના ત્રણ મહિના બાદ મૃત્યુ પામે તો તેમા રસીનો વાંક કાઢી શકાય નહીં.
https://www.cancer.gov/news-events/cancer-currents-blog/2021/hpv-vaccine-parents-safety-concerns
જે દેશોમાં આ રસીને વ્યાપક સ્તરે અપનાવવામાં આવી ત્યાં સર્વાઇકલ કેન્સરના કેસો ઝડપથી ઘટવા માંડ્યા. હવે કયા-કયા દેશોએ ટકાવારી પ્રમાણે કેટલા પ્રમાણમાં આ રસીને અપનાવી તે જુઓ....તુર્કમેનિસ્તાન = 99%, નોર્વે = 94%, પોર્ટુગલ = 91%, સ્વીડન = 90%, બ્રાઝીલ = 83%, અમેરિકા = 79.1%, કેનેડા = 77%, યુકે = 74%(સર્વે ડેટાની લિંક નીચે મૌજૂદ છે). હવે તમે અંદાજો લગાવો, જો રસીમાં ખરેખર ઉણપ હોત તો, શું આ વિકસિત દેશો તેનો સ્વીકાર કરતે ખરા? WHO નો ટાર્ગેટ 2030 સુધીમાં 90% દુનિયાની મહિલાઓને આ રસી લગાડવાનો છે. તો હે મિત્રો! જેમના બાળકો(ખાસ કરીને છોકરીઓ) ઉંમરના આ પડાવમાં છે તેમને જરૂરથી આ રસી અપાવો અને સર્વાઇકલ કેન્સરથી છૂટકારો મેળવો.
https://www.researchgate.net/publication/392528381_Global_HPV_vaccination_programs_and_coverage_rates_a_systematic_review



No comments:
Post a Comment