Thursday, March 12, 2020

Petrichor



પ્રથમ વરસાદનું આગમન થતાં જ વાતાવરણ ખુશનુમા થઇ જાય છે અને વાતાવરણમાં એક ભીની, આહલાદક ખુશ્બુ ફેલાય જાય છે. જેને આપણે માટીની સોડમ પણ કહીએ છીએ. પરંતુ શું આપને ખબર છે કે વૈજ્ઞાનિકોએ તે સુગંધને એક નામ પણ એનાયત કર્યુ છે. તેનું નામ છે Petrichor(પેટ્રિકોર). આ સુગંધ ક્યાંથી આવે છે? કેમકે પાણીની તો કોઇ ખુશ્બુ હોતી જ નથી. શું એ સુગંધ ફક્ત માટીને કારણે આવે છે? ના.....આ સુગંધ ત્રણ કારણોને લીધે આવે છે.
-
(1) જમીનમાં રહેલાં બેક્ટીરિયા......એન્ટિનોમાયસાઇટ્સ. તેઓ સૂકી માટીમાં છીદ્રો બનાવે છે. આપણે જે સુગંધનો અનુભવ કરીએ છીએ હકિકતે તે આ બેક્ટીરિયા દ્વારા બનાવવામાં આવતાં પરમાણું છે. પાણીના ટીપાં જે ભૂમિ ઉપર ત્રાટકે છે તે આ પરમાણુંઓને હવામાં સ્થાનાંતરિત કરી તેમની જગ્યા પોતે લઇ લે છે.
(2) કેટલાંક છોડવાઓ તેમજ વૃક્ષો કુદરતી oil મુક્ત કરે છે, જે માટીમાં એકઠું થતું રહે છે. જ્યારે વરસાદ પડે છે ત્યારે આ oil હવામાં ભળી જાય છે.
(3) Ozone:- ઓઝોન વાયુની એકદમ હળવી પરંતુ ખુબજ આહલાદક એક ખુશ્બુ હોય છે. માટેજ તેનું નામ ozein ના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે કે જે એક ગ્રીક શબ્દ છે. જેનો અર્થ થાય છે ગંધ. વીજળીને કારણે ઓક્સિજનના પરમાણું ionized થઇ જાય છે અને તેઓ આપસમાં મળીને ઓઝોન બનાવે છે(જુઓ ઇમેજ). આ ઓઝોનના પરમાણું વરસાદ ભેગા નીચે જમીન સુધી પહોંચી જાય છે.
-
આ ત્રણેય કારણો આપણને મીઠી, આહલાદક ખુશ્બુનો એહસાસ કરાવે છે.

No comments:

Post a Comment