એક ઐસા ભી "ફાધર્સ ડે"……એક પુત્રીનો પિતાને કડવો "ફાધર્સ ડે"
ભલે સમાજ કહેતો હોય કે બાપને દિકરી સૌથી વધુ વ્હાલી હોય, દિકરીની વિદાય વેળા સૌથી વધુ રડનાર શખ્સ પિતા હોય, છતાં....છતાં....મને આજે કહેવા દો.....
બાળકો (ખાસ કરીને છોકરીઓ)ના વિકાસમાં બાધા બનનાર સૌપ્રથમ પપ્પા જ હતાં. છોકરાઓના મનમાં મર્દવાદી સોચ ભરનારા પાપા જ હતાં. ભૂલ તો હરેક બાળકોથી થાય છે પરંતુ ખાસ કરીને છોકરીઓની ભૂલને પોતાની તથાકથિત ઈજ્જત સાથે જોડનારા પપ્પા જ હતાં. કેટલીય છોકરીઓએ ટોણાં અને છેડછાડના કડવા ઘુંટડા ભર્યા છે, તેના પાછળની અહમ ભુમિકા પપ્પાએ જ નિભાવી હતી. જુવાન છોકરી ઘરની બહાર નીકળશે તો ઈજ્જત જશે હાં લગ્ન પછી સાસરીયામાં એના સાથે શું શું થાય છે, તે એની કિસ્મત છે---આવા ક્રાંતિકારી વિચારો પ્રદાન કરનારા પપ્પા સિવાય કોણ હોય શકે? છોકરી વધુ ભણશે તો સારો છોકરો મળવો મુશ્કેલ થશે---આવો અવાજ પપ્પા તરફથી જ આવતો હતો ને? આવુ વધુ આપ જોડી શકો. એક માણસ આટલું બધું કઈરીતે કરી શકે? પપ્પા નામનું પ્રાણી ખરેખર સુપરહીરો જ હોય છે.
No comments:
Post a Comment