Thursday, March 12, 2020

સર્વજ્ઞતા અને કર્મની સ્વતંત્રતા

ઇશ્વરમાં વિશ્વાસ રાખનારા લગભગ સઘળા સમુદાય એવું માને છે કે ઇશ્વર સર્વજ્ઞ છે. એટલેકે વિધાતા બધુ જ જાણે છે. ભારતમાં અનેક ઋષિઓઓને પણ સર્વજ્ઞ માનવામાં આવે છે. સર્વજ્ઞ હોવાનો એક મહત્વપૂર્ણ અર્થ ત્રિકાલદર્શી હોવું છે. મતલબ ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણેયનું જ્ઞાન જેને સુલભ હોય. સર્વજ્ઞતાના સિદ્ધાંતમાં વિશ્વાસ ધરાવતા અધિકાંશ સમુદાય કર્મના નિયમમાં પણ વિશ્વાસ ધરાવે છે. એમનું માનવું છે કે આપણે આપણાં કર્મ કરવા માટે સ્વતંત્ર છીએ. પરંતુ શું સર્વજ્ઞતા અને કર્મની સ્વતંત્રતા આપસમાં અસંગત તેમજ વિરોધાભાસી નથી?
-
કર્મ કરવાની સ્વતંત્રતા ભવિષ્યની અનિશ્ચિતતાને સ્થાપિત કરે છે, કેમકે આપણે પસંદ કરેલા કર્મો અનુસાર જ આપણાં ભવિષ્યનું નિર્માણ થશે. એટલા માટે કર્મનો સિદ્ધાંત ભવિષ્યના જ્ઞાનને અસંભવ બનાવે છે. ભવિષ્ય જાણવું ફક્ત ત્યારેજ સંભવ બને જ્યારે કર્મની કોઇ સ્વતંત્રતા જ ન હો. જ્યારે આપણો પ્રત્યેક કર્મ પહેલાંથી જ નિર્ધારિત હો, ત્યારેજ ભવિષ્ય જાણી શકાય છે. ટૂંકમાં બંન્ને એકસાથે સંભવ નથી. છતાં સંસારભર ના ધાર્મિક ગ્રંથોમાં અનેક ઘટનાઓની વ્યાખ્યા માટે આ બે સિદ્ધાંતોનો એક સાથે પ્રયોગ થયો છે. આવું કઇરીતે શક્ય બને? કોઇ સમજાવશે?

No comments:

Post a Comment