Wednesday, March 11, 2020

હાર્મોનિયમ

હાર્મોનિયમ પહેલાં પગ વડે વાગતું હતું. દરજીનો સીવવાનો સંચો હોય બિલકુલ એવી જ રીતે. નીચે પગ વડે હવા ભરતાં રહો અને ઉપર આંગળીઓ વડે વગાડતા રહો(જુઓ ઇમેજ). હાર્મોનિયમનું મૂળ સ્વરૂપ આજ હતું. મરાઠી નાટક મંડળીઓમાં આજે પણ આ હાર્મોનિયમ જોવા મળે છે. આ હાર્મોનિયમ સુલભ પણ હતું બિલકુલ પિયાનો જેવું.
-
તો પછી સવાલ એ ઉઠે છે કે હાથ વડે વાગતું હાર્મોનિયમ કેમ બનાવવામાં આવ્યું? કારણો ઘણાં હશે જેમકે.....હાર્મોનિયમનું આ રૂપ શાયદ પોર્ટેબિલિટી માટે આવ્યું હોય ડેસ્કટોપ થી લેપટોપની જેમ? સાચા કારણની તો ખબર નથી પરંતુ એક શક્યતા આ પણ હોય શકે.....ઉસ્તાદ લોકો હંમેશા નીચે પલાઠી વાળીને જ બેસતા અને હાર્મોનિયમવાળા એમનાથી ઉંચા બિરાજે, આવું કેમ બને? એક કિસ્સો....પંડિત જસરાજ જ્યારે તબલા વગાડતા હતાં ત્યારે લાહોરમાં એક કાર્યક્રમમાં તેમને નીચે બેસાડવામાં આવ્યાં એવું કહીને કે ગાયક સાથે થોડું બેસાય? આ બેઇજ્જતી બાદ તેઓ તબલા છોડી ગાયક જ બની ગયાં. હાર્મોનિયમવાળાઓ સાથે પણ કંઇક આવીજ સમસ્યા ઉદ્ભવી હોય?
-
શાયદ આ કારણે કલકત્તાના દ્વારકાનાથ ઘોષે 1857માં પેટી એટલેકે હાથનું હાર્મોનિયમ બનાવ્યું. જોકે ઘણી જગ્યાએ એવો ઉલ્લેખ પણ મળે છે કે પ્રથમ પેટી 1888 માં મો. આલમે બનાવી. જે હોય તે, પરંતુ પેટીના આગમનથી ધીમેધીમે લેગ-હાર્મોનિયમ લુપ્ત થતાં ગયાં. પરંતુ હાલના સમયે પણ એવું લાગે છે કે લેગ-હાર્મોનિયમ જ વધુ suitable અને effective હતું. પગ વડે હવા ભરવાની જેથી બંન્ને હાથની આંગળીઓ ફ્રી રહે.

No comments:

Post a Comment