૧૦ એપ્રિલ સમસ્ત પૃથ્વીના જીવો માટે એક મહત્વપૂર્ણ દિવસ હતો. આ દિવસે માનવીએ બ્રહ્માંડની સૌથી રહસ્યપૂર્ણ ચીજને બેનકાબ કરી, બેપર્દા કરી, તેની ઝલક જોઇ, તેના દિદાર કર્યાં. જી હાં, બ્લેકહોલના. પરંતુ અહીં થોડી ગેરસમજ દૂર કરી દઇએ.......(1) બ્લેકહોલ એ કોઇ હોલ નથી પણ એક સામાન્ય પિંડ જ છે જે પોતાના જ ગુરૂત્વાકર્ષણ બળને કારણે collapse થઇ ગયો છે. (2) બ્લેકહોલની આ તસવીર એ કોઇ કેમેરા મોબાઇલ કે ટેલિસ્કોપ દ્વારા લેવાયેલ વાસ્તવિક ઓપ્ટીકલ
છબી નથી પરંતુ રેડિયો તરંગો દ્વારા એકઠા કરાયેલ ડેટાનેકમ્પ્યુટર પ્રોગામ દ્વારા ગ્રાફિક્સ કરાયેલ છે. (3) આકાશગંગા M87 ના કેન્દ્રમાં મૌજૂદ, આપણાં સૂર્ય કરતાં 6.5 અબજ ગણું દળ ધરાવતો, 38 અબજ કિલોમીટરનો વ્યાસ ધરાવતો આ બ્લેકહોલ, જેની તસવીર વૈજ્ઞાનિકોએ જાહેર કરી છે તે ખરેખર બ્લેકહોલની નથી પરંતુ તેના ફોટોન સ્ફિઅર(photon sphere) અને અક્રિશન ડિસ્ક(accretion disc) ની છે. બ્લેકહોલ તો તેની મધ્યમાં છે જે દેખાતો નથી. (4) આ બ્લેકહોલ પૃથ્વીથી 5.5 કરોડ પ્રકાશવર્ષ દૂર છે. મતલબ આ તસવીર 5.5 કરોડ વર્ષ પુરાણી છે.
-
અંતે મહત્વપૂર્ણ વાત.....ઇમેજમાં જે મહિલા છે તે કોણ છે?? આજ મહિલા એ ભેજું છે જેણે બ્લેકહોલની ઇમેજ બનાવી છે. જી હાં, ફક્ત 29 વર્ષની નામ છે કેટી બોમેન(Katie Bouman). જે એક computer scientist છે. અભિનંદન નારીશક્તિને.......

No comments:
Post a Comment