Thursday, March 5, 2020

રક્તદાન



રક્તદાન ઘણાં વ્યક્તિઓએ કર્યુ જ હશે પરંતુ શું આપ જાણો છો કે જે વ્યક્તિ માટે આપ બ્લડ ડોનેટ કરી રહ્યાં છો, આપનું લોહી એજ વ્યક્તિને ચઢશે? જવાબ છે...."ના". ચાલો જોઇએ કે રક્તદાન કર્યા બાદ આપના રક્તનું શું થાય છે?
-
સૌપ્રથમ થોડી ગેરસમજણ દૂર કરીએ.....જે લોકો એવું વિચારતા હોય કે રક્તદાન કરવાથી તેઓ નબળા પડી જશે અથવા અનિયમિત થઇ જશે, તો આવુ કંઇજ નથી થતું. જ્યારે રક્તદાતા રક્તદાન માટે તૈયાર હો તો સૌપ્રથમ તેનો ટેસ્ટ કરવામાં આવે છે કે તે અનિયમિત તો નથી ને? બ્લડ ડોનેટ કર્યા બાદ નબળાઇ તો નહીં આવેને? જ્યારે આ વાતની ખાત્રી કરી લેવામાં આવે કે રક્તદાન બાદ તેના જીવનને કોઇ જ નુકસાન નથી, ત્યારબાદ જ તેનું લોહી લેવામાં આવે છે. ફક્ત આટલું જ નહીં પણ બ્લડ બેન્ક રક્ત લેતાં પહેલાં મેલેરિયા, હિપેટાઇટ, એચઆઇવી વગેરેનો ટેસ્ટ પણ કરે છે.
-
એક બ્લડ બેગ(લોહીના સંગ્રહ માટેની થેલી) ની લગભગ 400ml ની સંગ્રહ ક્ષમતા હોય છે. જેમાંથી 50ml તો એ પ્રવાહી હોય છે જે લોહીને થીજવા નથી દેતું. તેને Anticoagulant કહે છે. મતલબ આપ રક્તદાન દરમિયાન 350ml જ રક્તનું દાન કરો છો. એક તંદુરસ્ત શરીરમાં લગભગ 5000ml એટલેકે 5 લિટર લોહી હોય છે. તેથી 350ml લોહી ફક્ત એક કે બે અઠવાડિયાની અંદર જ શરીર પાછું બનાવી લે છે.
-
ડોનેટ કર્યા બાદ લોહી તુરંતજ કોઇને ચઢાવવામાં નથી આવતું. બલ્કે તેના ફરીથી ટેસ્ટ થાય છે જેમકે હિપેટાઇટ B, C, sefles તેમજ ઘણી અન્ય બિમારીઓના પણ ટેસ્ટ થાય છે, જે લોહી દ્વારા ફેલાય શકે. બધા ટેસ્ટ પૂર્ણ થયા બાદ રક્ત બ્લડ બેન્કમાં લાવવામાં આવે છે. જ્યાં રક્તને centrifuge મશીનમાં મુકવામાં આવે છે(જુઓ ઇમેજ). જેથી લોહી ત્રણ વિભાગોમાં વહેંચાઇ જાય છે(જુઓ ઇમેજ). સૌથી નીચેનો ભાગ RBCs(Red Blood Cells એટલેકે રક્તકણો), મધ્યભાગ Platelets(જેમાં શ્વેતકણો વગેરે સામેલ હોય), ઉપર Plasma. આ ત્રણે ચીજને અલગ-અલગ કરી સ્ટોર કરવામાં આવે છે. જ્યારે કોઇ ડોક્ટર કહે કે કોઇને લોહીની જરૂર છે એનો મતલબ તેને RBCs ની જરૂર છે નહીં કે Platelets અને Plasma ની. Platelets લોહીને થીજવામાં મદદ કરે છે. દાખલા તરીકે જ્યારે આપણને કોઇ ઇજા થાય અને રક્ત વહેવા માંડે ત્યારે Platelets જ એ હીરો હોય છે જે એ જગ્યાએ જઇને થીંગડુ(patch) મારે છે. પ્લાઝમા મા પાણી, ક્ષાર, antibodies, પ્રોટીન વગેરે હોય છે. પ્લાઝમાનું મુખ્ય કાર્ય લોહીને પાતળુ રાખવાનું હોય છે અને નસમાં વહેતી વખતે રક્તકણો અને શ્વેતકણો આરામથી મુસાફરી કરી શકે તે માટે મદદરૂપ થવાનું હોય છે.
-
આ ત્રણે ઘટકોની આયુ મર્યાદા અલગ-અલગ હોય છે. જેમકે પ્લેટેલેટ્સની 5 દિવસ, RBCsની 28 દિવસ અને પ્લાઝમાની 1 વર્ષ(નોંધ:-આ આયુ મર્યાદા ઘણાં દેશોમાં અલગ-અલગ હોય છે). તેથી પ્લેટેલેટ્સ અને RBCs....જ્યાંથી તેમને collect કરાયા હોય તે ક્ષેત્રમાંજ વપરાય જાય છે. કારણકે એટલો સમય જ નથી હોતો કે તેમને transport કરી શકાય. પરંતુ પ્લાઝમા દુનિયાભરમાં મોકલવામાં આવે છે. આ રીતે જ્યારે તમે બ્લડ બેન્કમાં લોહી લેવા જાઓ છો ત્યારે બેન્ક આપનું લોહી લઇ લે છે અને આપને લગભગ 20 થી 25 દિવસ પુરાણું લોહી આપે છે. તેથી જ બધી બ્લડ બેન્કો એકબીજાથી ખુબજ connected હોય છે, જેથી કરીને પોતાની પાસે રહેલ ઘટકોને expire થવા પહેલાંજ બીજી બેન્કોને સુપરત કરી શકાય. આ મુજબ એક વ્યક્તિનું લોહી ત્રણ થી ચાર વ્યક્તિને કામમાં આવી શકે છે.
-
અંતે એક સૌથી મહત્વની વાત.....જ્યારે કોઇ દર્દીને લોહીની જરૂર પડે છે ત્યારે તેને તેનાજ ગ્રુપનું લોહી સીધેસીધુ આપવામાં આવતું નથી. ઉદાહરણ તરીકે અગર કોઇ દર્દીનું બ્લડગ્રુપ B છે તો, B ગ્રુપની બોટલ લઇને તે દર્દીને સીધી ચઢાવવામા આવતી નથી. બલ્કે બન્ને લોહીનું પહેલાં crossmatch test કરવામાં આવે છે, એ પણ બે વખત(direct crossmatch અને indirect crossmatch). અગર બન્ને લોહી એકબીજા સાથે કોઇ રીએક્શન નથી બતાવતા, તો જ લોહીને transfuse કરવામાં આવે છે.



No comments:

Post a Comment