આપણે જાણીએ છીએ કે ચંદ્રની ગ્રેવિટી સમુદ્રમાં ભરતી-ઓટનું કારણ બને છે. ઠીક છે, તો પછી તળાવોમાં ભરતી કેમ નથી આવતી? આપણે આજસુધી સમુદ્રી ભરતી-ઓટ માટે જેટલું જાણ્યું છે તે પૂરેપૂરૂ સાચું નથી.
-
અત્યારસુધી આપણે જે જાણતાં હતાં તે આ પ્રમાણે હતું(જુઓ ઇમેજ). આ ઇમેજ મુજબ ચંદ્રની ગ્રેવિટી પૃથ્વીના પોઇન્ટ (A) ઉપર વધુ રહેશે પોઇન્ટ (B) ની તુલનાએ તેમજ પોઇન્ટ (B) ઉપર વધુ રહેશે પોઇન્ટ (C) ની તુલનાએ. ગ્રેવિટીના આ તફાવતના પરિણામે સમુદ્રનું પાણી ખેંચાશે. જેના કારણે બે Bulges(ઉપસી આવેલ ભાગ) ઉત્પન્ન થશે અને ભરતીનું નિર્માણ થશે. આવું થવું બિલકુલ કુદરતી છે છતાં આ સાચું કારણ નથી ભરતી નિર્માણનું. હાં, અહીં સુધીના તથ્યો બિલકુલ સાચા છે પણ કારણ સાચું નથી.
-
હકિકતે ચંદ્રની ગ્રેવિટી એટલી બધી પાવરફૂલ નથી કે તે સમુદ્રના પાણીને ખેંચી શકે. અગર એવું હોત તો તળાવમાં પણ ભરતી આવવી જોઇએ. તળાવમાં જ કેમ? ઘરમાં મુકેલ માટલામાં પણ ભરતી આવવી જોઇએ તેમજ આપણે પણ ચંદ્ર તરફ ખેંચાવા જોઇએ. કેમકે ગ્રેવિટી હર વસ્તુ ઉપર સરખો પ્રભાવ પાડે છે. રાઇટ? પરંતુ એવું થાતું નથી. હકિકતે ચંદ્રનું ગુરૂત્વાકર્ષણ સમુદ્રના પાણીને lift નથી કરતું પરંતુ તેને squeeze(દબાવવું, સંકોચવું) કરે છે. આને સમજવા માટે હવે ઇમેજ જુઓ. જેમાં પોઇન્ટ (A) મહત્વનો છે. પોઇન્ટ (A) ચંદ્રની ગ્રેવિટીની સીધી લાઇનમાં નથી. માટે તે પોઇન્ટને ચંદ્રની ગ્રેવિટી નીચે તરફ ખેંચશે, જ્યારે સમગ્ર પૃથ્વી પોઇન્ટ (B) થી ચંદ્રની સીધી દિશા તરફ ખેંચાઇ રહી છે. તો પોઇન્ટ (B) ની તુલનાએ (A) નો tidal acceleration(ભરતી પ્રવેગ) પૃથ્વીમાં જ અંદરની તરફ હશે. આ રીતે આખી પ્રક્રિયા squeeze થાય છે.
-
આ ખેંચાણ microscopic એટલેકે ઘણું ઓછું હોય છે, પરંતુ સમુદ્ર એટલો બધો વિશાળ છે કે એક નાનો અમથો ધક્કો કે ખેંચાણ તેના પાણીમાં એક પ્રેશર જન્માવે છે. જેને આપણે ભરતી(Tides) કહીએ છીએ. હવે પ્રશ્ન એ બાકી રહે છે કે તળાવોમાં ભરતી કેમ નથી આવતી? એનું કારણ છે કે તળાવો સમુદ્રની તુલનાએ ઘણાંજ નાના હોય છે. તળાવોમાં આ microscopic push એટલું પ્રેશર નથી ઉત્પન્ન કરી શકતાં કે આપણે તેને ભરતીના રૂપમાં જોઇ શકીએ. અલબત્ત! ટેકનિકલી તળાવોમાં પણ પાણીનું લેવલ વધે જ છે પરંતુ તે વધારો એટલો બધો સૂક્ષ્મ હોય છે કે આપણે તેને જોઇ નથી શકતાં. જે ખરેખર ખૂબજ મોટા સરોવરો છે તેમાં પાણીનું લેવલ લગભગ 1 થી 2 સે.મી. જેટલું વધી શકે છે. આ તફાવત એટલો સૂક્ષ્મ હશે કે આપણને તેની જાણ સુધ્ધા નથી થતી.

No comments:
Post a Comment