મોટરસાઇકલ(બાઇક) ની ડિસ્ક બ્રેકમાં સામેલ ડિસ્ક પ્લેટમાં છીદ્રો કેમ હોય છે?(જુઓ ઇમેજ)
-
ડિસ્ક પ્લેટમાં મૌજૂદ છીદ્રો પહેલાં નહોતા. અગાઉની ડિસ્ક બ્રેકમાં ફક્ત એક મોટી ગોળ પ્લેટનો ઉપયોગ થતો. તે પ્લેટ હાલમાં મૌજૂદ પ્લેટ કરતાં વધુ જાડી હતી. આ પ્લેટ સાથે સમસ્યા એ હતી કે તેનું વજન ઘણું વધુ હતું અને બ્રેક લાગ્યા બાદ ઘણી ગરમ થઇ જતી હતી. અગર આપ ઇમેજને જોશો તો સમજી જશો કે ડિસ્ક બ્રેક કઇરીતે કાર્ય કરે છે. ડિસ્ક પ્લેટ પૈંડા સાથે જોડાયેલી હોય છે. જ્યારે બ્રેક લાગે છે ત્યારે બ્રેકિંગ પેડ, ડિસ્ક પ્લેટ પર બળ લગાવે છે. બ્રેકિંગ પેડ ડિસ્ક પ્લેટને ઘસે છે તેથી ઘણી વધુ ગરમી ઉત્પન્ન થાય છે.
-
એક જાડી પ્લેટનો જ્યારે ડિસ્ક બ્રેકમાં ઉપયોગ થતો ત્યારે ઘર્ષણના કારણે ઉત્પન્ન થયેલ ગર્મી દ્વારા પ્લેટ લાંબા સમય સુધી ગરમ રહેતી હતી. બાદમાં પાતળી પ્લેટનો કોન્સેપ્ટ વિચારાયો જેથી વજન પણ ઓછું થઇ જાય અને ઠંડી પણ વહેલી થઇ જાય. પરંતુ પાતળી પ્લેટ સાથે પણ એક સમસ્યા હતી, ઘર્ષણના કારણે ઉત્પન્ન થયેલ ગર્મીના કારણે તે પીગળી જતી હતી. માટે સમસ્યાનું સમાધાન તેમાં નાના-નાના છીદ્રો કરીને કરવામાં આવ્યું. એનાથી ફાયદો એ થયો કે, પ્લેટનું વજન પણ ઓછું થયું અને છીદ્રોને કારણે પ્લેટ પણ જલદી ઠંડી થવા માડી. આ છીદ્રોમાંથી હવા પસાર થવાથી ઉષ્મા સ્થાનાંતર(heat transfer) ની ગતિ વધી જવા પામી. પરિણામે ઠંડક વધી. આ છીદ્રોનો બીજો ફાયદો એ પણ થયો કે......વરસાદી મૌસમમાં જ્યારે ડિસ્ક બ્રેકમાં પાણી જતુ રહે તો તેનો બ્રેકિંગ પાવર ઓછો થઇ જતો હતો....આ છીદ્રો એ પાણીને પણ સાફ કરી નાંખે છે.

No comments:
Post a Comment