Thursday, March 12, 2020

Wrinkled Fingers

લાંબા સમય સુધી નાહ્યા બાદ કે વરસાદમાં પલળ્યા બાદ આપણી આંગળીઓ કરચલીવાળી દેખાશે(જુઓ ઇમેજ). જ્યારે ચહેરા ઉપર આવું નથી થતું. કેમ? આનો સબંધ પાણીના તાપમાન સાથે નથી તેમજ આપણી ત્વચામાં પણ કંઇ ખાસ એવું નથી. આ એક પ્રતિક્રિયા છે જે આપણાં મગજ દ્વારા નહીં પરંતુ ચેતાતંત્ર(Nervous system) દ્વારા ઉત્પન્ન થાય છે. આવું શા માટે થાય છે તેનો જવાબ ઉત્ક્રાંતિમાં સમાયેલો છે.
-
લાખો વર્ષ પહેલાં જ્યારે માનવી અન્ય કપિઓની જેમ ઝાડ ઉપર રહેતો ત્યારે વરસાદી માહોલમાં હાથ-પગ ભીના હોવાના કારણે પકડ કમજોર થઇ જતી હતી. માટે ઉત્ક્રાંતિએ આપણાં હાથ-પગને કરચલીવાળા કરી નાંખ્યાં. જેથી પકડ મજબૂત બને તેમજ વૃક્ષની ડાળીઓ અને આંગળીઓ વચ્ચેથી પાણી આસાનીથી પસાર થઇ નીકળી જાય. (આ બિલકુલ ટાયરની ગ્રીપ જેવું જ છે. ગ્રીપ વગરનું ટાયર સ્લીપ થઇ જાય)

No comments:

Post a Comment