Sunday, March 15, 2020

નાડીના ધબકારા અને ડોક્ટરો



નાડીના ધબકારા ચેક કરવા માટે ડોક્ટરો અંગૂઠાનો ઉપયોગ નથી કરતા. કેમ?
સામાન્યરીતે ડોક્ટરો ધબકારા માપવા માટે ત્રણ અથવા બે આંગળીનો ઉપયોગ કરે છે. પ્રથમ આંગળી(તર્જની) આજુબાજુની બીજી નસોના ધબકારાની અસર ઘટાડવામાં મદદરૂપ થાય છે. વચલી આંગળી(મધ્યમા) નો ઉપયોગ પલ્સના વોલ્યુમ, દર અને લયને અનુભવવા માટે થાય છે. જ્યારે ત્રીજી આંગળી(અનામિકા) નો ઉપયોગ Radial Artery એટલેકે મુખ્ય ધમનીને પકડવા(fix કરવા) માટે થાય છે.
-
અંગૂઠાનો ઉપયોગ એટલામાટે કરવામાં નથી આવતો કેમકે અંગૂઠાનો પોતાનો ધબકાર(pulse) હોય છે. જ્યારે જ્યારે આપણું હ્રદય લોહીને પમ્પ કરે છે ત્યારે લોહી ધમનીઓ મારફત સઘળા અંગો સુધી પહોંચે છે. આ પમ્પીંગના કારણે ધમનીઓમાં એક ઝાટકો લાગે છે જેને આપણે પલ્સ કહીએ છીએ. શરીરમાં જ્યાં જ્યાં આ ધમનીઓ ત્વચાની નજીક હોય છે ત્યાં ત્યાં આપણને ધબકારાનો અનુભવ થાય છે. હાથમાં કાંડા તેમજ અંગૂઠામાં આ ધમની ત્વચાની ખૂબજ નજીક હોય છે(જુઓ ઇમેજ). અગર ડોક્ટર પોતાના અંગૂઠાનો ઉપયોગ કરશે તો બની શકે કે તે દર્દીના પલ્સની સાથેસાથે પોતાના પલ્સને પણ ગણતરીમાં લઇ લે. જે દર્દી તેમજ ડોક્ટર બંન્ને માટે સારી વાત નથી.

No comments:

Post a Comment