Tuesday, March 3, 2020

પલાયન વેગ

બ્રહ્માંડ ઘણી વિચિત્રતાઓ તેમજ રહસ્યોના ખજાનાથી ભર્યુ પડ્યું છે. જેમાંથી એક છે....બ્લેક હોલ!!!! જેના ગુણધર્મો ઘણાં વિચિત્ર હોય છે. જેમકે તેઓની ઘનતા(Density) અને દળ(Mass) અત્યાધિક હોય છે તેમજ તેઓ આકારમાં ઘણા નાના હોય છે. તેઓની બીજી એક પ્રમુખ વિશેષતા છે તેમનું ગરૂત્વાકર્ષણ... જી હા, તેમનું ગરૂત્વાકર્ષણ પ્રબળ હોય છે એટલુ બધુ પ્રબળ કે તેઓની ચંગુલમાંથી નીકળવું પ્રકાશ કિરણો માટે પણ અસંભવ છે. પ્રકાશ કિરણો ન નીકળી શકવાના કારણે આપણા માટે તેઓ અદ્રશ્ય બની રહે છે. તો હવે સવાલ એ ઉદભવે છે કે પ્રકાશ કિરણો શા માટે તેની ચંગુલમાં
થી નીકળી નથી શકતાં??
-
એ માટે સૌપ્રથમ આપણે પલાયન વેગ(Escape velocity) ને સમજવું પડે. કોઇપણ તારા કે ગ્રહ માટે પલાયન વેગ ખુબ અગત્યનો હોય છે. અગર પૃથ્વી પર આપણે કોઇ દડો આપણાં હાથ વડે હવામાં આકાશ તરફ ફેંકીએ તો એક નિશ્ચિત સીમા સુધીજ દડો ઉંચે જશે ત્યારબાદ બાદ તે દડો પૃથ્વી ઉપર પરત ફરશે, કેમ? કારણ તેનો વેગ જળવાતો નથી. પૃથ્વીનું ગરૂત્વાકર્ષણ, હવાનો અવરોધ વગેરે તેના વેગને ઓછો કરી નાંખે છે. પરંતુ અગર એક નિશ્ચિત વેગથી જો એક રોકેટને પ્રક્ષેપિત કરીએ તો તે પૃથ્વીના ગુરૂત્વ ક્ષેત્રને પાર કરીને અંતરિક્ષમાં પલાયન કરી જશે. આ ન્યૂનતમ વેગ-સીમાને પલાયન વેગ કહે છે. પૃથ્વીનો પલાયન વેગ 11.2 કિ.મી/સેકન્ડ છે.
-
યાદ રહે જે પિંડનું ગરૂત્વાકર્ષણ વધુ તેનો પલાયન વેગ પણ વધુ હોય છે(મતલબ તેના ગરૂત્વાકર્ષણ બળથી છટકવા પ્રતિરોધ રૂપે તેની ગતિ પણ વધારે હોવી પડે). બ્લેકહોલનું ગરૂત્વાકર્ષણ અત્યાધિક પ્રબળ હોય છે માટે તેનો પલાયન વેગ પ્રકાશ વેગ કરતાય અધિક હોય છે. પલાયન વેગ અત્યાધિક હોવાના કારણે પ્રકાશ કિરણો તેના પ્રબળ ગરૂત્વાકર્ષણ ક્ષેત્રથી નીકળી શકવા અસમર્થ હોય છે.

No comments:

Post a Comment