મુઘલ-એ-આઝમ ભારતીય સિનેમાની એક અદભુત અને રેકોર્ડ હોલ્ડર ફિલ્મ હતી. ફિલ્મનું એક ગીત ‘જબ પ્યાર કિયા તો ડરના ક્યા’ શીશમહેલમાં શૂટ કરવામાં આવ્યું. પ્રથમ આ સેટ સાધારણ કાચમાંથી બનાવવામાં આવ્યો પરંતુ ડિરેક્ટર કે.આસિફને લાગ્યું કે આ કાચ દ્વારા તેઓ જોઇએ તેવું આકર્ષણ ઉભુ નહી કરી શકે. માટે તેમણે બેલ્જીયમથી ખાસ પ્રકારના કાચ મંગાવ્યા. મોહન સ્ટૂડિયોમાં બનેલ આ 200 ફૂટ લાંબા, 80 ફૂટ પહોળા અને 35 ફૂટ ઉંચા સેટની લાગત 10 લાખ રૂા. થઇ તેમજ તેને બનતા 2 વર્ષ થયાં. ત્યાં સુધી શૂટિંગ સ્થગિત રહ્યું.
-
રોચક વાત એ છે કે....નિર્માણ પહેલાં ફિલ્મનું બજેટ 10 લાખ નિર્ધારિત કરવામાં આવ્યું હતું પરંતુ એક સેટ માંજ એટલી મૂડી વપરાઇ ગઇ. આખી ફિલ્મ લગભગ દોઢ કરોડ રૂપીયામાં તૈયાર થઇ. શીશમહેલનો સેટ બન્યા બાદ તેની લાઇટીંગ કરવામાં ટેક્નીશ્યનોને ઉપાધી થઇ. વિદેશી ટેક્નીશ્યનોને હાયર કરવામાં આવ્યાં પરંતુ તેમણે પણ હાથ ઉંચા કરી દીધાં. અંતે કેમેરામેન આર.ડી.માથુરની મદદ વડે સેટની લાઇટીંગ શક્ય બની.
-
ફિલ્મના એક ગાયક ઉસ્તાદ બડે ગુલામ અલી ખાન સાહેબે મહેનતાણા પેટે લગભગ 20,000રૂા. પ્રતિ ગીત લીધા હતાં. યાદરહે એ સમયે લતા-કિશોરને પ્રતિ ગીત પેટે 400 થી 500રૂા. મળતાં હતાં. ખરેખર ગુલામ અલી સાહેબ ફિલ્મોમાં ગાવા જ માંગતા નહતાં પરંતુ તેઓ કે. આસિફને ના પાડી શકે એમ નહતાં. પરિણામે તેમણે ફી જ એટલી બધી કહી દીધી. તેમને મનમાં હતું કે આસિફ ના પાડી દેશે પરંતુ તેમને તાનસેન માટે ઉસ્તાદ જેવોજ ક્લાસિકલ અવાજ જોઇતો હતો માટે એકપળનો પણ વિલંબ કર્યા વિના રાજી થઇ ગયાં. ગુલામ અલી સાહેબે ફિલ્મમાં બે ગીત ગાયા હતાં 1) રાગ સોહિનીમાં પ્રેમ જોગન બન કે 2) શુભ દિન આયો રાજદુલારા. અન્ય એક ગીત “એ મહોબ્બત જીન્દાબાદ” મહંમદ રફીએ 100 કોરસ(chorus)ના સથવારે ગાયું હતું. ટૂંકમાં આ ફિલ્મમાં કે.આસિફ કોઇ કસર છોડવા નહોતા માંગતા.

No comments:
Post a Comment