અત્યારસુધી આપણે કોરોના વાયરસને
કોરોના કોરોના કહીને સંબોધતા
હતાં પણ હવે વૈજ્ઞાનિકોએ
તેને નામ આપ્યું છે
SARS-COV-2. 2003 માં જે સાર્સનો વાયરસ
ફેલાયો હતો. તેને આ
વાયરસ ઘણો મળતો આવે
છે માટે તેને આવું
નામ આપવામાં આવ્યું છે. જ્યારે
COVID-19 એ આ વાયરસથી થતાં
રોગનું નામ છે. તો
આ થઇ પૂર્વભુમિકા.
-
હવે વાત કરીએ સરકારની....WHO
અનુસાર આ વાયરસનો mortality rate(મૃત્યુદર) કેવળ
3.4% છે. mortality rate આપણને એ દર્શાવે
છે કે કોરોનાના કારણે
કન્ફર્મ કેસો અને તેમના
મૃત્યુનો ratio શું છે? સરળતા
ખાતર અગર 100 લોકોને કોરોના વાયરસ
થયો છે તો તેમાંથી
ફક્ત ત્રણ લોકોજ મરી
રહ્યાં છે. તે પણ
તેઓ જેમની વય ઘણી
વધુ છે. તો આ
ઉપરથી શું એવું નથી
લાગતું કે આપણી સરકાર
જનતા કર્ફ્યુનો આદેશ આપી ઘણી
કઠોર બની રહી છે?
આનો સ્પષ્ટ જવાબ છે
'ના'.......
-
ઇમેજ જુઓ....આપે ક્યાંક
ને ક્યાંક આ ગ્રાફને
જોયો જ હશે. બધા
કહે છે કે શક્ય
એટલો આ ગ્રાફને ફ્લેટ(સીધો) બનાવો. આ
સીધા ગ્રાફનો મતલબ શું છે?
આને સમજવા એક ઉદાહરણ
જોઇએ. હું તમને બે
ઓફર કરૂ છું.....(1) તમને
દસ કરોડ રૂપીયા આપુ
છું. (2) આજે હું તમને
બે રૂપીયા, કાલે ચાર રૂપીયા,
ત્રીજા દિવસે આઠ રૂપીયા....આ પ્રમાણે ત્રીસ
દિવસ સુધી તમને રૂપીયા
આપીશ. તમે કઇ ઓફર
સ્વીકારશો?
-
મોટાભાગના
લોકો પ્રથમ ઓફર સ્વીકારશે
જ્યારે બીજી ઓફરમાં તેમને
દસગણી રકમ મળે છે.
કેમ? કેમકે આપણું મગજ
exponential growth(ઘાતાંકીય
વધારા) ને તુરંત નથી
સમજી શકતું. કોરોનાના કેસમાં
પણ કંઇક આવું જ
થઇ રહ્યું છે. ઇમેજમાં
દર્શાવેલ ગ્રાફ આપણને પ્રથમ
કેસ પછી ઘાતાંકમાં વધતા
જતાં કન્ફર્મ કેસોનો ratio દર્શાવે છે. આ ગ્રાફનો
વધારો દર્શાવે છે કે જેમજેમ
સમય વિતતો જશે તેમતેમ
વધતા કેસો માટે હોસ્પિટલોમાં
તેમને સમાવવા તેટલાંજ બેડ,
ICU અને વેન્ટીલેટર્સ જોઇશે. મૃત્યુદરમાં વધારો
ત્યારે શરૂ થાય જ્યારે
સઘળા હોસ્પિટલો overload થવાના શરૂ થઇ
જાય.
-
જેટલા
કન્ફર્મ કેસો રોજ રિપોર્ટ
થઇ રહ્યાં છે તેના
ઇલાજ માટે આપણી પાસે
એટલું infrastructure મૌજૂદ નથી. યાદરહે
કોરોનાનો ઇલાજ નોર્મલ હોસ્પિટલના
બેડ ઉપર નથી થઇ
શકતો. તેના માટે isolated chambers ની જરૂર
પડે છે. પરંતુ ગમેતેમ
કરી આ ગ્રાફની peak(ટોચ)
ને જો નીચે લાવી
શકીએ, મતલબ આ curve ને
બની શકે તેટલો flat(સપાટ)
કરીએ તો આપણે મૃત્યુદરને
ઓછો કરી શકીએ. પરંતુ
આ curve ને ફ્લેટ કરવો
કઇરીતે?
-
એક ઉદાહરણ જોઇએ....માનીલો
એક તળાવમાં ઘણી માછલીઓ છે.
તેમાંથી એક માછલી વાયરસગ્રસ્ત
થઇ જાય છે. બીજા
દિવસે તે બીજી માછલીને
ચેપ લગાડે છે. આ
રીતે ધીમેધીમે સઘળી માછલીઓ ચેપગ્રસ્ત
થઇ જાય છે. માની
લઇએ કે આ આખી
ઘટના ઘટિત થવામાં ત્રીસ
દિવસ થયાં અને તે
તળાવમાં એક લાખ માછલીઓ
હતી. હવે ગણતરી જુઓ....29માં દિવસે તે
તળાવમાં 50 હજાર માછલીઓ ચેપગ્રસ્ત
હશે, 28માં દિવસે 25 હજાર,
27માં દિવસે 12500, 26માં દિવસે 6250, 25માં
દિવસે 3125, 24માં દિવસે 1562, 23માં
દિવસે781. મતલબ 23 અને 24 દિવસ સુધી
તો સ્થિતિ હળવી તેમજ
નિયંત્રિત લાગતી હતી, પરંતુ
પછીના ત્રણ ચાર દિવસમાં
સ્થિતિ serious તેમજ નિયંત્રણની બહાર
નીકળી ગઇ. આ બિલકુલ
રૂપીયાવાળા કિસ્સા જેવું જ
છે. 24 અને 25માં દિવસ
સુધી તો તમને થશે
કે હું આની કરતા
દસ કરોડ રૂપીયા લઇ
લેત તો સારૂ થાત
પરંતુ પછીના ફક્ત પાંચ
દિવસની અંદર રકમ અનેકગણી
વધી જાય છે.
-
કોરોનાનું
પણ આવુંજ છે. સરકારનું
સઘળા પબ્લિક પ્લેસને બંધ
કરવા પાછળનું કારણ એકજ છે
કે આ curve ને વધુમાં વધુ
ફ્લેટ કરી શકાય. સ્થિતિ
નિયંત્રણ બહારની થઇ જાય
તેની પહેલાં તેને રોકવા
માટે પગલાં ભરવા તે
ખુબજ અક્કલમંદીનું કાર્ય છે. જનતાના
એકબીજાના સંપર્કને શક્ય તેટલાં દૂર
રાખવા સિવાય બીજો કોઇ
રસ્તો શેષ બચતો નથી.
આજ પ્રકારની ભૂલ ઇટાલીએ કરી
હતી. ત્યાં સરકાર ઉંઘતી
ઝડપાઇ.
-
એક સત્યઘટના જોઇએ......1918 માં અત્યારસુધીની સૌથી
ખતરનાક મહામારી ઇન્ફ્લુએન્ઝા ફેલાઇ હતી. જ્યારે
આ વાયરસ ફેલાવાનુ શરૂ
થયું ત્યારે અમેરિકાના philadelphia શહેરે આની
ચેતવણીને નજરઅંદાજ કરી. આ દરમિયાન
એક પરેડનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં બે લાખ લોકોએ
ભાગ લીધો હતો. આના
ત્રણ દિવસ પછી ત્યાંની
બધી હોસ્પિટલો ફુલ થઇ ગઇ
અને એકજ અઠવાડિયાની અંદર
લગભગ 4500 લોકોના મૃત્યુ થયાં.
પરંતુ એજ અરસામાં અન્ય
શહેર st. louis ના સરકારી તંત્રે
પ્રથમ કેસ મળ્યાના બે
દિવસ પછીજ સ્કૂલ, કોલેજો
વગેરે પબ્લિક પ્લેસને બંધ
કરી દીધાં. પરિણામસ્વરૂપ બંન્ને
જગ્યાઓની ખુવારીનો ગ્રાફ
ઇમેજમાં જોઇ શકો છો.
-
દેશના
નાગરિકો હજી આને હળવાશથી
લઇ રહ્યાં છે. કેમકે
વાયરસનો ગ્રોથ હજી તેના
દસમાં દિવસમાં પણ નથી. જ્યારે
તે 27 કે 28 માં દિવસમાં
પ્રવેશશે ત્યારે ભયાનક સ્થિતિ
સર્જાશે. પરિસ્થિતિ કાબુ બહારની હશે.
માટે બની શકે તેટલા
close contact થી બચો. સાર્વજનિક મેળાવડાથી
બચો.
-
સરકારનું
આ પગલું સરાહનીય છે
પણ પુરતું નથી જ.
રહી વાત એવા મેસેજોની
કે 12 કલાકમાં વાયરસ મૃત થઇ
જાય તેથી 14 કલાકનો કર્ફ્યુ એ
માસ્ટરસ્ટ્રોક છે, તેમજ થાળી
વગાડવાથી વાયરસ નાશ પામે
છે, તો તે તદ્દન
અવૈજ્ઞાનિક અને બકવાસ વાત
છે. ફ્રાન્સ, ઇટાલી જેવા દેશોમાં
પોલીસ હવે વગર કારણે
ફરતા લોકો ઉપર દંડ
લગાવી રહી છે. કોલમ્બિયાએ
19 દિવસનો lockdown જાહેર કર્યો છે.
આશ્ચર્યજનક વાત છે કે
ત્યાં એકપણ મૃત્યુનો કેસ
નોંધાયો નથી. આ ખુબજ
સમજદારીપૂર્ણ પૂર્વતૈયારી છે. માટે આપણી
સરકારે પણ હજી ઠોસ
પગલાં લેવા પડશે. એક
દિવસના બંધથી કંઇજ થવાનું
નથી. માટે હે મિત્રો!!!
સજાગ રહો, વાંચનમાં એક્ટિવ
રહો અને સાંભળવામાં આળસુ.


No comments:
Post a Comment