Sunday, March 15, 2020

ભૂકંપ અને જાનવર


શું ભૂકંપ આવવા પહેલાં અમુક જાનવર ભૂકંપનું અનુમાન લગાવી લે છે?
એવું જોવામાં આવ્યું છે કે ભૂકંપ આવવા પહેલાં અમુક જાનવર અસામાન્ય વ્યવ્હાર પ્રદર્શિત કરે છે. પરંતુ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે તેમના અસામાન્ય વ્યવ્હારનું કારણ ભૂકંપનું પૂર્વાનુમાન નહીં બલ્કે ભૂકંપનો અનુભવ છે. ચાલો આને સમજીએ.......
-
ભૂકંપ બે તરંગોથી નિર્મિત હોય છે....(1) પ્રથમિક તરંગો(P wave=Primary wave) (2) દ્વિતિય તરંગો(S wave=Secondary wave). P wave ધ્વનિની ગતિએ જ્યારે S wave તેની અડધી ગતિએ ગતિ કરે છે. P wave ઠોસ, દ્રવ્ય અને ગેસ એમ ત્રણેય માધ્યમમાં ગતિ કરી શકે છે જ્યારે S wave ફક્ત ઠોસ માધ્યમમાં જ ગતિ કરી શકે છે. P wave.....S wave ની અપેક્ષાએ નાના હોય છે એટલેકે તેનો amplitude ઓછો હોય છે. ઘણાં જાનવરો મનુષ્યોની તુલનાએ નાના તરંગોને અનુભવી શકે છે. P wave ની ગતિ S wave ની તુલનાએ બમણી હોવાના કારણે સપાટી ઉપર જલ્દી પહોંચી જાય છે તેમજ amplitude ઓછી હોવાના કારણે મનુષ્ય તેનો અનુભવ નથી કરી શકતો. પરંતુ આ તરંગોનો ઉંદર જેવા ઘણાં જાનવરો અનુભવ કરી લે છે તેમજ ડરના માર્યા અસામાન્ય વ્યવ્હાર કરવા લાગે છે. થોડા સમય બાદ S wave પહોંચે છે જેનો મનુષ્ય અનુભવ કરે છે અને વિચારે છે કે શાયદ જાનવરોને ભૂકંપનો પૂર્વાનુમાન હતો. પરંતુ હકિકત એ છે કે તેમને પૂર્વાનુમાન નહીં બલ્કે તેઓ ભૂકંપને આપણાંથી પહેલાં વેઠી રહ્યાં હોય છે.

No comments:

Post a Comment