Thursday, March 5, 2020

Memory(સ્મૃતિ)

સ્મૃતિ એટલેકે મેમરી ગજબની ચીજ છે. ઘણાં લોકો એવા હોય છે જેઓ હર નાની-નાની વાતો આસાનીથી ભૂલી જાય છે. તેમજ ઘણાં લોકો એવા પણ હોય છે જેમને હર નાની-નાની વાતો પણ સટીકતા સાથે યાદ રહી જાય છે. તો આ યાદ શું છે? કેવીરીતે events આપણાં મગજમાં store થાય છે? શું આપણે આપણી મરજીથી કોઇવાત ને ભૂલાવી શકીએ છીએ? શું થાત અગર આપણે કંઇપણ ભૂલી જ ન શકતે તો?
-
સૌપ્રથમ એ જાણી લ્યો કે કોઇપણ મેમરી અથવા ઘટના આપણાં મગજમાં એક ફાઇલની જેમ save નથી થતી, પણ એક complex પ્રકારે save થાય છે. એક મેમરી અલગ-અલગ જગ્યાએ save થાય છે, અલગ-અલગ brain cells માં. ઉદાહરણ તરીકે....આપ આપની મમ્મીના હાથે બનાવેલ રસોઇને યાદ કરો છો તો આપનો visual cortex રસોઇની તસવીર યાદ કરાવે છે, olfactory cortex રસોઇની સુગંધ યાદ કરાવે છે અને gustatory cortex રસોઇનો સ્વાદ યાદ કરાવે છે(જુઓ ઇમેજ).
-
યાદ એ કોઇ ચીજ નથી હોતી પરંતુ એક પ્રોસેસ હોય છે. જે મગજના અલગ-અલગ ભાગો દ્વારા કાર્યવિન્ત થાય છે. એક સરળ ઉદાહરણથી સમજીએ....આપે જોયુ જ હશે ફૂટબોલ મેચ દરમિયાન ઘણાં બધા પ્રેક્ષકો મળી એક wave બનાવે છે. તો તેનો મતલબ એવો નથી હોતો કે કોઇ એક વ્યક્તિ wave છે, પરંતુ હર પ્રેક્ષક એક વ્યક્તિગત હોય છે અને સૌએ મળીને એક પ્રોસેસને આખરી ઓપ આપ્યો. બધાએ મળીને એક પેટર્ન બનાવી જેને આપણે wave એવું નામ આપ્યું. આજ પ્રેક્ષકો કોઇ બીજી પેટર્ન બનાવે તો આપણે તેને કોઇ બીજું નામ આપીશું. બિલકુલ આવી જ રીતે individual બ્રેઇન સેલ સાથે મળી ઘણીબધી પેટર્ન બનાવે છે જે બાદમાં એક મેમરી બને છે. ટૂંકમાં એકજ ગ્રુપના બ્રેઇન સેલ એટલેકે ન્યુરોન્સ ઘણાં પ્રકારની મેમરી બનાવી શકે છે અને આજ કારણ છે કે આપણે એક નાના અમસ્તા મગજમાં કરોડો ચીજોને યાદ રાખીએ છીએ.
-
આપણાં મગજની વચ્ચોવચ્ચ એક કમાલનો ભાગ હોય છે જેનું નામ Hippocampus છે. તે દેખાવે દરિયાઇ ઘોડા જેવો હોય છે(જુઓ ઇમેજ
-
ઘણી વાતો આપણે ભૂલી જઇએ છીએ તેમજ ઘણી વાતો આપણું મગજ જાણીજોઇને ભૂલવી નાંખે છે. કેમ? દરઅસલ આપણે ત્રણ પ્રકારે કોઇપણ મેમરીને ભૂલીએ છીએ. (1) Passive Oblivescence:- એટલેકે સમય જતાં આ મેમરી ગાયબ થઇ જાય છે. જેમકે બાળપણની ઘણી વાતો આપણને યાદ નથી હોતી અથવા અમુક અંશમાં યાદ હોય છે. આવું એટલામાટે થાય છે કે શાયદ આપણે તે મેમરીને વારંવાર recall નથી કરતાં અથવા બ્રેઇન સેલ વચ્ચે કનેક્શન ધીમું થઇ જાય છે. (2) Targeted Forgetting:- આ પ્રકારમાં મગજ ખુદ મેમરીને ભૂલી જાય છે. કેમ? કારણકે મગજ ઇચ્છે છે કે તે ફક્ત મહત્વની ચીજોને યાદ રાખે નહીં કે નક્કામી ચીજોને. માટે તે સમગ્ર દિવસની યાદમાંથી મહત્વની યાદોને અલગ કરે છે તેમજ બિનજરૂરી યાદોને અલગ. (3) Motivated Forgetting:- આ પ્રકારમાં મગજ એવી વાતોને ભૂલાવે છે જે શરીરને હાનિ પહોંચાડનારી હોય છે. જેમકે પોતાની ભૂલો, પોતાનો જૂનો પ્રેમ વગેરે. આવું કરવું શરીર માટે એટલે જરૂરી છે કેમકે જીવનને હંમેશા આગળ વધારવાનું હોય છે. જોકે આ ત્રીજા પ્રકારને હજીસુધી વૈજ્ઞાનિકો બરોબર સમજી નથી શક્યાં.
-
હવે મહત્વની વાત....આપણે ઘણી બાબતો કેમ ભૂલી જઇએ છીએ? ભૂલવું ખુબ જરૂરી છે. આ ભૂલવું જ એ ચીજ છે જે આપણને મનુષ્ય બનાવે છે. હર વસ્તુને યાદ રાખવું એ સાંભળવામાં તો સારૂ લાગે છે પરંતુ શાયદ આ સારી વાત નથી. કલ્પના કરો આપને હર ચીજ યાદ રહેવા માંડે તો કદાચિત આપના મગજનું neural નેટવર્ક એટલું બધુ જામ થઇ જાય કે આપને જીંદગીથી નફરત થવા માંડે. ટૂંકમાં જેટલું આપણાં માટે મેમરી બનાવવાનું અગત્યનું છે તેટલુંજ મેમરીને ભૂલવાનું પણ મહત્વનું છે.


). વૈજ્ઞાનિકો અનુસાર આ ભાગ મેમરી બનાવવામાં ખુબજ મહત્વનો કિરદાર નિભાવે છે. આપ આને કંઇક આવું સમજી શકો કે Hippocampus એ ભાગ હોય છે જ્યાંથી મેમરી પસાર થઇને સમગ્ર મગજમાં જાય છે. અગર આ ભાગ ન હો તો આપણે નવી મેમરી નથી બનાવી શકતાં. આવું વર્ષ 1953માં બન્યું. એક દર્દીનું Hippocampus ખરાબ હોવાના કારણે કાઢી નાંખવું પડ્યું. કાઢી નાંખ્યા બાદ તે શખ્સ ઓપરેશન પછીની કોઇવાત યાદ રાખી શકતો ન હતો. અલબત્ત! તેને ઓપરેશન પહેલાંની હર વાતો યાદ હતી.

No comments:

Post a Comment