Thursday, March 5, 2020

પ્રકાશયાત્રા

માની લો કે એક યાનમાં બેસીને આપ પ્રકાશવેગે યાત્રા કરો છો ત્યારે બારીની બહારનો નજારો કેવો હશે? અગર આપ રંગીન કલ્પનાઓના ઘોડા દોડાવી બહારના દ્રશ્યની સંભાવનાઓના તુક્કા લગાવી રહ્યા હો તો અહીંજ રોકાઇ જજો કારણકે એ સમયે જે ઘટિત થશે તે અવિશ્વસનીય હશે.
-
હકિકતે આ પ્રશ્ન જેટલો કઠીન દેખાય છે એટલો છે નહીં. અગર આપને relativistic doppler effect ની જો ખબર હોય તો આપ આસાનીથી બતાવી શકો કે આ સ્થિતિમાં શું થશે? શું છે આ રિલેટિવિસ્ટીક ડોપલર ઇફેક્ટ? ડોપલર ઇફેક્ટથી તો આપ વાકેફ જ હશો જેમકે.....કોઇ કાર આપની જેમજેમ નજીક આવે તેમ તેના હોર્નની ફ્રીકવન્સી વધતી જશે અને જેમ દૂર જશે તેમ તેના હોર્નની ફ્રીકવન્સી ઘટતી જશે. હવે રિલેટિવિસ્ટીક ડોપલર ઇફેક્ટ આ પ્રક્રિયાનું બીજું સ્વરૂપ છે જેમાં આપ ગતિ કરો છો અને તરંગોનો સોર્સ સ્થિર રહે છે. ઇફેક્ટ પણ એજ રહેશે ફ્રીકવન્સીમાં વધઘટ. રિલેટિવિસ્ટીક ડોપલર ઇફેક્ટમાં આપણે મુખ્યત્વે પ્રકાશની ફ્રીકવન્સીમાં બદલાવ જોઇએ છીએ. અર્થાત જ્યારે આપણે તેજ ગતિથી ચાલીએ છીએ તેમ પ્રકાશની ફ્રીકવન્સી હંમેશા વધે છે.
-
હવે જેમકે આપણને ખબર છે કે આપણે પ્રકાશવેગે ગતિ નથી કરી શકતાં. માટે માની લઇએ કે આપણે પ્રકાશના 99.999% વેગ સુધી પહોંચી ગયાં. આટલી તેજ ગતિથી જતાં યાનમાં રિલેટિવિસ્ટીક ડોપલર ઇફેક્ટના કારણે જેમજેમ યાનની ગતિ વધશે આપ સુધી પહોંચવાવાળા પ્રકાશની ફ્રીકવન્સી પણ કેટલીય ગણી વધી જશે. આ સ્થિતિમાં પ્રકાશના કિરણો આપની પાસે એક્ષ-રે અથવા ગામા-રે ના સ્વરૂપે પહોંચશે. અગર સિમ્પલ એકલાઇનમાં જવાબ આપીએ તો બાહરનો નજારો જોવા માટે આપની આંખો જ નહીં રહે.

No comments:

Post a Comment