Thursday, March 5, 2020

આંસુ

"આંસુ ભરી હૈ યે જીવન કી રાહે, કોઇ ઉનસે કેહ દે હમેં ભૂલ જાયે." આતો થઇ આંસુ વિષે ફિલ્મી ભાવુકતા. પણ શું આપને ખબર છે કે મનુષ્ય સિવાય કોઇપણ જીવ ભાવુક થઇ આંસુ સારી નથી શકતો(i repeat ભાવુક થઇને). દર્દ, દુ:ખ, ખુશી મનુષ્યને રડવા મજબૂર કરી દે છે. પણ શું કામ? આંખોમાં કોઇ ચીજ જવાથી નીકળતા આંસુને તો સમજી શકાય કે આંખ તે કચરાને સાફ કરવા માંગે છે. પરંતુ દુ:ખમાં કે ખુશીમાં આંસુ આવવા?
-
મનુષ્ય શરીર ત્રણ પ્રકારના આંસુ બનાવે છે(wow!!!). ભલે તે ત્રણેય દેખાવે સરખા એટલેકે પાણી જેવા લાગતા હો પરંતુ તેઓ એકબીજાથી ભિન્ન હોય છે. આ આંસુ છે....(1) Psychic Tears એટલેકે લાગણીશીલ આંસુ (2) Reflex Tears (3) Basal Tears.
-
Basal Tears એ આંસુ હોય છે, જે આંખો સમગ્ર દિવસ દરમિયાન ઉત્પન્ન કરતી હોય છે. કેમકે આંખોએ ભીનું રહેવું અતિ આવશ્યક છે normal function કરવા માટે. જો આ આંસુ ન હોય તો, પાંપણના આંખ ઉપર ઘસાવાથી આંખ damage થઇ શકે છે. જેમકે બેરિંગમાં ઘર્ષણથી બચવા તેમાં ગ્રીસ લગાવવામાં આવે છે. અગર ગ્રીસ કે ઓઇલ ન હો તો બેરિંગ જામ થઇ જાય. બિલકુલ એજ રીતે પાંપણ અને આંખોના ઘર્ષણને રોકવા માટે આંખ Basal Tears બનાવે છે. હવે સવાલ એ ઉભો થાય છે કે જ્યારે આ આંસુ બને છે તો આંખોમાંથી બહાર કેમ નથી આવતાં? એનું કારણ છે.....તેઓની ઓછી માત્રા.આંખોના ખૂણામાં એક ડ્રેનેજ સિસ્ટમ હોય છે(જુઓ ઇમેજ). જેમજેમ Basal Tears બને છે તેમ ધીરેધીરે તેઓ એક નળી મારફત નાકના પાછળના ભાગમાં જતાં રહે છે.
-
Reflex Tears એ આંસુ હોય છે જે કોઇ અડચણના પ્રતિક્રિયા રૂપે નીકળે છે. જેમકે આંખમાં કોઇ કચરો, tear gas(અશ્રુવાયુ) જેવું કંઇક જતું રહે તો. આ આંસુ એટલી વધુ માત્રામાં હોય છે કે તે ડ્રેનેજ સિસ્ટમમાં પૂરેપૂરા વહી નથી શકતાં. આને સરળ રીતે સમજીએ....જ્યારે આપ વોશ બેસિનમાં ઘણું બધુ પાણી નાંખી દો તો તે સઘળુ પાણી તેના sink hole દ્વારા જઇ નથી શકતું બલ્કે ઉભરાઇને બહાર આવવા માંડે છે. ટૂંકમાં ઓવર ફ્લો થઇ જાય છે.
-
આપણાં શરીરમાં આંસુ આંખોની ઉપર રહેલ Lacrimal gland બનાવે છે(જુઓ ઇમેજ). આંસુ સામાન્ય રીતે ત્રણ ચીજ વડે બને છે.....ક્ષાર, પ્રોટીન અને anti bacterial enzymes. ત્રણેય પ્રકારના આંસુઓમાં તેઓની માત્રા ભિન્નભિન્ન હોય છે. જેમકે કોઇમાં ક્ષાર વધુ હોય તો કોઇમાં પ્રોટીન ઓછું વગેરે. પરંતુ Psychic Tears એટલેકે લાગણીશીલ આંસુમાં પ્રોટીન વધુ હોય છે. આ પ્રોટીનમાં ઘણી ચીજો સામેલ હોય છે. જેમકે stress harmones અને પેઇન કિલર્સ. જી હાં, આ આંસુમાં પેઇન કિલર્સ એટલેકે દર્દનાશક તત્વો હોય છે અને હળવા થવા માટે, stress ઓછું કરવા માટેના રસાયણ. એટલુંજ નહીં આ આંસુ પાછળ આપણાં મગજનો Hypothalamus નામનો હિસ્સો સામેલ હોય છે. આ મગજનો એ હિસ્સો હોય છે જે લાગણીઓને નિયંત્રિત કરે છે. આ તો થયું આ આંસુનુ વર્ણન પરંતુ મહત્વનો સવાલ એ છે કે લાગણીમાં મનુષ્ય શરીર આંસુ શું કામ બનાવે છે? આનો જવાબ રોચક છે વાંચો આગળ...... 
-
ઉત્ક્રાંતિ મુજબ મનુષ્ય એકબીજા સાથે communication કરવા માટે ઘણી રીતોનો ઉપયોગ કરે છે. જેમકે હાથ હલાવવું, મોં ની વિવિધ મુદ્રા, આંખોથી ઇશારા કરવા વગેરે. કદાચિત આંસુ પણ તેમા નોજ એક પ્રકાર છે. ઉદાહરણ તરીકે અગર કોઇ વ્યક્તિ આપને જણાવે કે તે દુ:ખી છે તો શાયદ આપને એટલો ભરોસો ન બેસે. પરંતુ અગર તે રડીને આંસુ સાથે જણાવે તો આપને અવશ્ય તેની સાથે હમદર્દી થશે. આ સઘળી મેટર ફક્ત રડવા સુધી સિમિત નથી.
-
નાના શિશુઓમાં આપે જોયું જ હશે કે તે બોલી નથી શકતું. જેમકે ભૂખ લાગી હોય, કોઇ તકલીફ હોય અથવા ઉંઘ ના આવતી હોય, આ પરિસ્થિતિમાં તેની પ્રતિક્રિયા ફક્ત એક જ હશે.....રડવાની. શિશુની માતા તેના રૂદનથી ભલિભાંતિ પરિચિત હોય છે. શિશુનું આંસુ વગરનું રૂદન ચિંતાજનક નથી હોતું પરંતુ આંસુ સાથેનું રૂદન જરૂર ચિંતાજનક હોય છે. ટૂંકમાં લાગણીમાં આંસુની હાજરી મનુષ્યોમાં રહેમ, દયા વગેરેનું નિર્માણ કરે છે. પ્રાણીઓને પણ આંસુ આવે છે પરંતુ તે લાગણીશીલ નથી હોતાં. હવે અંતે એક સવાલ ઉભો રહે છે કે માનવી ખુશીમાં શું કામ આંસુ પાડે છે? તો આનો જવાબ હજીસુધી વિજ્ઞાન શોધી નથી શક્યું. શક્યતાઓ ઘણી વિચારાઇ પરંતુ સચોટ કારણની ખબર નથી.


No comments:

Post a Comment