ચાર્લ્સ ડાર્વિનને તેમના વિકાસવાદને કારણે સર્વે ઓળખે છે. આ સિદ્ધાંતના પક્ષમાં વૈજ્ઞાનિકો પાસે ઢગલાબંધ પ્રમાણ મૌજૂદ છે. આ સિદ્ધાંતને કાપવામાં આવ્યો, છોલવામાં આવ્યો, દાટવામાં આવ્યો, સળગાવવામાં આવ્યો છતાં સળવળીને ફરી બેઠો થઇ ગયો. આનુવાંશિકીની ઘણી શોધો સામે આવી અને તેમણે આ સિદ્ધાંતના પક્ષમાં રહી મજબૂતાઇ સાથે તેને સ્થાપિત કરી દીધો. પરંતુ ડાર્વિને પ્રાકૃતિક પસંદગી(Natural Selection) ની જેમ યૌન પસંદગી(Sexual Selection) નો પણ એક સિદ્ધાંત આપ્યો હતો. જોકે વૈજ્ઞાનિકો આ સિદ્ધાંતના પક્ષે Natural Selection ની જેમ ઉભા નહોતા રહી શક્યાં. હવે જ્યારે નવી શોધો સામે આવી રહી છે ત્યારે ડાર્વિનની એ વાતો જે હાંસિયામાં ધકેલાઇ ગઇ હતી, ફરી માથું ઉંચકી રહી છે.
-
ડાર્વિન બાબતે આપણે જાણીએ છીએ કે, તેઓ જીવન સંદર્ભે ફીટનેસની વાત કરે છે. જે સૌથી અધિક ફીટ છે, તેજ જીવશે અને પ્રજનન કરશે. તેમના જ જીન આગળની પેઢીમાં અધિક જશે. આ પ્રમાણે જીનનું કામ પોતાને આગળની પેઢીમાં મોકલવાનું છે જેથી જીવ-વંશ ચાલતો રહે અને પ્રજાતિ નષ્ટ ન થાય. પરંતુ સુંદરતા માટે ડાર્વિન પોતાના વિચારો અન્ય રીતે વ્યક્ત કરે છે.... “સૌન્દર્યની પસંદગી કરતી વખતે જીવ હંમેશા ફીટનેસ મગજમાં નથી રાખતો.” આ વાત વૈજ્ઞાનિકોએ નજરઅંદાજ કરી. આની સામે વૈજ્ઞાનિકોએ દલીલ આપી કે સુંદરતાનો સબંધ સ્વાસ્થ્ય સાથે પણ છે. જે પુરૂષ સુંદર દેખાતો હશે તે સ્વસ્થ હશે અને જે સ્વસ્થ હશે, તેના સંતાનો સ્ત્રીઓ ઉત્પન્ન કરવા માંગશે. આ ક્રમ કેવળ મનુષ્યોમાં જ નહીં પણ સમસ્ત પ્રાણીજગતમાં છે.
-
જેમકે મોરના પીંછા જુઓ, કેટલા સુંદર હોય છે. ઢેલ તેના વડે આકર્ષિત થાય છે અને મોર સાથે પ્રણય કરે છે. સંભોગ બાદ તે ગર્ભવતી બને છે અને ઇંડા મુકે છે. આને ઘણાં વૈજ્ઞાનિકોએ ડાર્વિનના Natural Selection દ્વારા સમજાવ્યુ કે સુંદર, રંગબેરંગી, લાંબા પીંછા અર્થાત સ્વસ્થ નર. ઢેલ સુંદર પીંછાવાળા મોર સાથે સંભોગ કરવા તૈયાર થઇ જાય છે. આ તેની પોતાના જીનના પક્ષમાં કરાયેલ પસંદગી છે.(મર્દની ખૂબસૂરતી ભવિષ્યની સિક્યોરિટી જે રહી!!!)
-
પરંતુ અહીં એક ત્રુટી છે. લાંબા, રંગબેરંગી પીંછાનું ભવિષ્ય જેટલું સુરક્ષિત છે વર્તમાન તેટલું જ અસુરક્ષિત છે. કેવીરીતે જુઓ...મોટા પીંછા મતલબ ઉડવામાં સમસ્યા. પીંછામાં રંગો જેટલા વધુ તેટલો પરજીવી જાનવરોને દેખાય જવાનો ખતરો વધુ. તો આ મુજબ મોરને સૌંદર્યથી લાભ થયો કે નુકસાન? વર્તમાનનું જોખમ અને ભવિષ્યની સુરક્ષામાંથી કોનું મહત્વ અધિક છે? શું ઢેલને ભવિષ્ય એટલું બધુ લોભામણું લાગે છે કે તે વર્તમાનને ઢંગથી જોઇ નથી શકતી?
-
હવે આનાથી વિપરીત કલ્પના કરો. જંગલમાં રહેનાર પુરૂષોને પોતાના માટે સ્ત્રીની પસંદગી કરવી છે(યાદરહે પ્રકૃતિમાં અધિકતર પસંદગી નરની થાય છે એ પણ માદા દ્વારા). સ્ત્રીઓ બે પ્રકારની છે. (1) સુંદર દેખાવડી, કપડા તેમજ ઘરેણાં પહેરેલ. જેમણે મેકઅપ પણ ખુબ કર્યો છે. જેમના હોઠો પર લિપસ્ટિક છે અને લાંબા નખો ઉપર નેલપેન્ટ તેમજ પરફ્યુમ પણ લગાડેલ છે. (2) પ્રાકૃતિક રીતે રહેવાવાળી સામાન્ય સ્ત્રીઓ. જે આભૂષણહીન છે, શૃંગારવિહિન છે. એમની ગંધ એમના દેહની સાધારણ સામાન્ય ગંધ જ છે. હવે આ કેસમાં પુરૂષો કોને પોતાની વંશવૃદ્ધિ માટે પસંદ કરશે?
-
અગર Natural Selection ની વાત માનીએ તો પુરૂષો બીજા નંબરની સ્ત્રીઓને પસંદ કરશે. કેમ? જંગલમાં મેકઅપ નહીં ચાલે. મુસીબત ઉભી કરશે. ભપકાદાર રંગો, ઘરેણાંનો અવાજ અને પરફ્યુમની સુગંધ સ્ત્રીઓને પરજીવી સામે પ્રગટ કરી દેશે. સ્ત્રીઓ ન કૂદી શકશે, ન દોડી શકશે તેમજ ન વૃક્ષો ઉપર ચઢી શકશે. માટે સંતાન માટે સુરક્ષા પ્રાકૃતિક ઢબે રહેનારી સ્ત્રીઓના પક્ષે હશે અને પુરૂષો તેમને જ પસંદ કરશે. પરંતુ આવું હંમેશા નથી થાતું. પુરૂષ ઘણીવાર પ્રથમ પ્રકારની સ્ત્રીઓને પણ પસંદ કરી શકે છે. યૌન પસંદગીનો નિયમ પ્રાકૃતિક પસંદગીની તરજ પર હંમેશા નથી થતો. પ્રેમ કેવળ પ્રેમ માટે પણ થઇ શકે છે, યૌન કેવળ યૌન માટે પણ. મતલબ તત્ક્ષણનું આકર્ષણ, વિના કોઇ ભવિષ્યગત સંતાન યોજના વગર પણ પુરૂષ-સ્ત્રીને આકર્ષિત કરી શકે છે(યાદરહે આ પુરૂષ-સ્ત્રીનું ઉદાહરણ જીવ જગતમાં નર-માદા સબંધને સમજાવવા માટે કરેલ છે. મનુષ્યોથી વિપરિત જંતુ જગતમાં પસંદગી મોટેભાગે માદાઓ કરે છે નર નહીં).
-
ડાર્વિને યૌન પસંદગી બાબતે પણ આજ વાત કહી હતી. આ શોધના મૂળમાં પ્રાકૃતિક પસંદગીથી જે વિદ્રોહભાવ છે, ડાર્વિન એ પક્ષે રહ્યાં. એ અલગ વાત છે કે આપણે એમનો એક સિદ્ધાંત માન્યો અને બીજો નહીં. તેમણે કહ્યું કે પ્રેમ અને યૌન હંમેશા ભવિષ્યની લાંબી યોજના અંતર્ગત નથી બનતા. હરવખતે જીનોનું આગળની પેઢીમાં જવું, નર-માદાના મગજમાં ચાલી રહ્યું નથી હોતું. યૌન વર્તમાન માત્રને કેન્દ્રમાં રાખીને પણ થઇ શકે છે, પ્રેમ પણ(ઉનકો ખુદા મીલે હૈ ખુદાકી જીન્હે તલાશ, મુઝકો બસ એક ઝલક મેરે દિલદાર કી મીલે). કોઇ ભવિષ્ય નહીં જે થશે તે જોયું જશે, આજે તો જીવી લ્યો....
(સ્કંદ દ્વારા)


No comments:
Post a Comment