Sunday, March 15, 2020

શાસ્ત્રીય v/s વેસ્ટર્ન


ભારતીય ક્લાસિકલ સંગીત અને વેસ્ટર્ન સંગીતમાંથી ચઢિયાતું કોણ? આ સવાલ જ ધડ-માથા વગરનો છે. કારણકે બંન્ને વસ્તુ જ ભિન્ન આયામો ઉપર સ્થિત છે. ચાલો જોઇએ થોડી સરખામણી......
-
(1) વેસ્ટર્ન મ્યુઝીકને multiphonic કહેવાયું છે. એકસાથે હજારો વાદ્યો વાગે છે. સુર એક tandem માં વાગે છે. જ્યારે ભારતીય શાસ્ત્રીય સંગીત homophonic છે. મતલબ ગાયક/સિતારવાદક વગેરેમાં કોઇ એક મુખ્ય હોય છે. તબલા-તાનપુરા વગેરે નેપથ્યમાં બસ તાલ આપતા હોય છે.
(2) વેસ્ટર્નમાં composition મુખ્ય હોય છે. એકવખત લખી દીધું મતલબ પથ્થર કી લકીર. એક સારૂ સંગીતગ્રુપ અથવા સંગીતકાર તેને વાંચે છે અને તે મુજબ વગાડે છે. એકેય સ્વર આમતેમ નહીં. સઘળુ જ predictable હોય છે. જ્યારે શાસ્ત્રીય સંગીતમાં improvisation મુખ્ય છે. આપને એક રાગના મૂળ સ્વર ખબર છે અને તેને આપ પોતાના અંદાજમાં improvise કરો છો. હર સંગીતકાર, હર ઘરાના પોતાના મુજબ એક સુર પકડી ચમત્કાર કરે છે. ટૂંકમાં લખાણ જેવું કશુ હોતું નથી. કોણ શું ગાશે? તે unpredictable હોય છે. એકજ રાગ ઘણી બંદિશો તેમજ ઘણી રીતે ગાઇ/વગાડી શકાય છે.
-
શું બંન્નેનો સમન્વય સંભવ છે? હાં, સંભવ છે પરંતુ વેસ્ટર્ન musician ને લખેલું કંઇજ નહીં મળે. એમણે સુર પકડવો પડશે અને આ કામ હરકોઇના હાથની વાત નથી. બહુ જૂજ લોકો આવું કરી શકે છે. આવા જ એક ધુરંધર વાયોલિન વાદક યહુદી મેનુહીન હતાં. કહેવાય છે કે તેમના જેવો વાયોલિન પ્લેયર છેલ્લાં સો વર્ષોમાં કોઇ પાક્યો નથી. પંડિત રવિશંકર, અલ્લાંરખ્ખા ખાન સાહેબ અને યહુદી મેનુહીનની ત્રિપલ જુગલબંધી સાંભળો નીચે મૌજૂદ એક વીડિઓમાં.

No comments:

Post a Comment