"મર્દ કો કભી દર્દ નહીં હોતા." આ ડાયલોગ આપણે ઘણો સાંભળ્યો છે. એવા ઘણાં લોકો હોય છે જેમને દર્દ નથી થતું કે નહીવત થાય છે. સાંભળવામાં તો આ ઘણું સારું લાગે છે પરંતુ એક સ્વસ્થ શરીર માટે તે બિલકુલ પણ સારૂ લક્ષણ નથી. જરા વિચારો અગર આપને દર્દજ મહેસુસ ન થાય અને જો કોઇ ઇજા થાય તો બની શકે કે આપને ખબર જ ન પડે કે આપ ઇજાગ્રસ્ત છો. આનાથી મુશ્કેલી વધી શકે છે. માટેજ દર્દ એ ખુબજ મહત્વનું પરિબળ છે. દર્દજ એ ચીજ હોય છે જેના દ્વારા આપને ખબર પડે કે ઇજા કેવી થઇ છે? હોસ્પિટલાઇઝ થવું પડશે કે ચાલશે?
-
આપણાં શરીરનું એકજ ધ્યેય હોય છે કે પોતાને કોઇપણ ભોગે જીવિત રાખે. શરીરમાં કોઇ ખરાબી હો તો તેને દૂર કરે. એટલા માટે શરીર પોતાની અંદર ઘણીબધી સિસ્ટમ રાખે છે અને દર્દ તેમાંથી એક છે. દર્દ કોઇ બિમારી નથી બલ્કે શરીર દર્દને એક સિગ્નલના રૂપે ઉપયોગ કરે છે. જ્યારે આપણને કોઇ ઇજા થાય ત્યારે શરીર જાણી જોઇને આપણને તકલીફ આપે છે. જેથી કરીને આપણે તે ઇજાનું નિરાકરણ લાવીએ. શરીર દર્દને કેવીરીતે મહેસુસ કરે છે? ચાલો જોઇએ.....
-
આપણાં સઘળા શરીરમાં લગભગ હર જગ્યાએ એક અલાર્મ સિસ્ટમ કાર્યરત હોય છે. જે અલાર્મ સિગ્નલને મગજ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. જેને Nociceptors કહેવામાં આવે છે. આ સેલ ફક્ત ત્યારેજ મગજને સંદેશો પહોંચાડે છે જ્યારે કોઇ ઇજા થાય. જે સમયે આ સેલ સક્રિય થાય ત્યારે તે એક રસાયણ મુક્ત કરે છે જેને Arachidonic Acid કહે છે. આ એસિડ તકલીફમાં ઔર વધારો કરે છે. આપે જોયુ જ હશે કે ઇજા થયેલા ભાગે કોઇ હાથ પણ લગાડે તો આપણને વધુ દર્દ થાય છે. તે વધુ દર્દ આ એસિડને આભારી છે. માનીલો આપને કોઇ ઇજા થઇ છે અને આપ ડોક્ટર પાસે જાઓ છો. તો ડોક્ટર આપને ડ્રેસિંગ કરી અને પાટો બાંધી આપે છે. ખરેખર જોવા જઇએ તો આ ડ્રેસિંગથી જ આપ સ્વસ્થ થઇ જવા જોઇએ અન્ય કોઇ દવાની જરૂર જ નથી હોતી. તો પછી ડોક્ટર આપને અન્ય ટેબલેટ ગળવા માટે શું કામ આપે છે?(લાખ રૂપીયાનો સવાલ!!!)
-
ઇજા તો મલમપટ્ટીથી જ સારી થાય છે પરંતુ તેને સમય લાગે છે. અને જેટલો સમય સાજા થવામાં લાગે તેટલા સમય સુધી શરીર આપને દર્દ વડે માહિતગાર કરતું રહે છે કે ઇજા હજુ સંપૂર્ણપણે સારી નથી થઇ. માટે ફરીથી મલમપટ્ટી કરાવો. આ દર્દને એટલા સમય સુધી ઓછુ કરવા માટે ડોક્ટર આપને અમુક પેઇનકિલર પણ આપે છે, જેથી આપને રાહત રહે. જનરલી આ પેઇનકિલર Aspirin, Ibuprofen, Acetaminophen હોય છે. આ મેડિસિન arachidonic એસિડને પોતાનું કામ કરવાથી રોકી દે છે. કઇરીતે? ચાલો ટેક્નિકલી જોઇએ.....
-
આપણાં શરીરના બે અન્ય એન્જાઇમ Cox1 અને Cox2 હોય છે. જે આ એસિડ સાથે મળી એકબીજુ રસાયણ બનાવે છે. જેનું નામ છે Prostaglandin H2(જુઓ ઇમેજ). તથા આ રસાયણ અન્ય ઘણાં રસાયણ બનાવે છે Txa2, PGD2 વગેરે વગેરે. આ બધા રસાયણોનું કાર્ય અલગ અલગ હોય છે. જેમકે શરીરનું તાપમાન વધારવું, તાવ આવવો, બળતરા થવી વગેરે(તો હવે સમજાયું આપણને તાવ કેમ આવે છે?). Cox1 અને Cox2 ના બંધારણમાં એક હિસ્સો હોય છે જેને active site કહે છે(જુઓ ઇમેજ

માં U આકારના ચિત્રો). આ યુ આકારનો જે ઉપરનો ખાલી ભાગ છે ત્યાં arachidonic acid દાખલ થઇ ત્યાં બેસી જાય છે. જેના લીધે આપણને દર્દ થાય છે. હવે પેઇનકિલર મેડિસિનના ઘટકો આ ખાલી જગ્યામાં પ્રવેશી ત્યાં પોતાની જગ્યા બનાવી લે છે. જેના કારણે એસિડ તે ખાલી સ્થાનમાં જઇજ નથી શકતું. માટે દર્દ થવાનો સવાલ જ ઉત્પન્ન નથી થાતો.

No comments:
Post a Comment