Sunday, March 15, 2020

Fuel Dumping


આપે મુવીમાં અથવા તો વાસ્તવિક જીવનમાં પણ સાંભળ્યું કે જોયું હશે કે પાયલોટ હવામાંજ વિમાનનું ઇંધણ ફેંકી દે છે. આને Fuel Dumping કહે છે. તેઓ આવું શા માટે કરે છે? આટલું મોંઘુ ઇંધણને સાવ આવીરીતે વેડફી કેમ નાંખવામાં આવે છે? આનાથી હવા પણ પ્રદુસિત થાય છે. તો સવાલ એ ઉઠે છે કે આટઆટલા ગેરફાયદા હોવા છતાં પાયલોટ આવું કેમ કરે છે? કઇ પરિસ્થિતિમાં તે કરવામાં આવે છે? ન કરવામાં આવે તો શું થાય? ચાલો જોઇએ.....
-
સામાન્ય રીતે આવુ નથી કરવામાં આવતું પરંતુ ક્યારેક પાયલોટે મજબૂરીમાં આવુ કરવુ પડે છે. એન્જીનીયરો જ્યારે વિમાનને ડિઝાઇન કરી રહ્યાં હોય છે ત્યારે તે ડિઝાઇનના કેટલાક ચોક્કસ ધારાધોરણો હોય છે. વિમાને હર હાલમાં તે ધારાધોરણોને અનુસરવા પડતા હોય છે. એજ ધારાધોરણોમાંથી એક મહત્વનું પાસું હોય છે વજનની મર્યાદા(weight limitation). ઉદાહરણ તરીકે.....Boeing 737-300 ની Take off એટલેકે ચઢાણ વખતની વજન મર્યાદા છે 3,77,840 કિ.ગ્રા. તેમજ તેની Landing એટલેકે ઉતરાણ વખતની વજન મર્યાદા છે 2,60,320 કિ.ગ્રા. જેનો મતલબ છે Landing વખતેનું વજન Take off કરતાં ઓછું હોવું જોઇએ.
-
વિમાનમાં જ્યારે ઇંધણ અને મુસાફરો નથી હોતા તે સમયે વિમાનના વજનને Dry Operating Weight કહેવામાં આવે છે. જ્યારે મુસાફરો અને તેમના સામાનને વિમાનમાં ભરવામાં આવે ત્યારે તે વિમાનના કુલ વજનને Zero Fuel Weight કહેવામાં આવે છે. છેલ્લે જ્યારે તેમાં ઇંધણ ભરવામાં આવે ત્યારે વિમાનના વજનને take off weight તરીકે ઓળખવામાં આવે છે. મુસાફરીના અંતે landing પહેલા જેટલું ઇંધણ મુસાફરીમાં વપરાય તેને બાદ કરતાં જે વજન વધે તેને landing weight કહે છે.
-
આટલી પ્રસ્તાવના બાદ હવે જરા વિચારો.....વિમાનને take off થઇને થોડો જ સમય વિત્યો છે અને કોઇક મુસાફરને હ્રદયરોગ કે બીજી મેડિકલ ઇમરજન્સી ઉભી થઇ તો પાયલોટ પાસે એકજ રસ્તો બાકી રહે છે કે જલ્દીથી જલ્દી વિમાનને land કરાવીને મુસાફરનો જીવ બચાવવામાં આવે. પરંતુ wait....વિમાને તો હમણાંજ take off કર્યું છે માટે તેનું ઇંધણ વપરાયુ ન હશે. પરિણામ સ્વરૂપ તેનું landing વજન પણ વધુ હશે. આ સ્થિતિમાં કોઇપણ પાયલોટ વિમાનને landing ન કરાવી શકે. અંતે એકજ રસ્તો બચે છે અને તે છે fuel dumping.

No comments:

Post a Comment