પોલિયો એક ખતરનાક બિમારી છે. દુનિયામાંથી પોલિયો લગભગ નાબૂદ થઇ ચૂક્યો છે. છતાં ત્રણ દેશમાં હજી પોલિયોના દર્દી ઘણી માત્રામાં ઉપલબ્ધ છે. જેમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને નાઇજીરીયા સામેલ છે. શું કારણ છે કે આ દેશોમાંથી પોલિયો હજી નાબૂદ નથી થઇ શક્યો, આટલી ઝુંબેશ પછી પણ? ચાલો જાણીએ પોલિયો કઇ બલાનું નામ છે? કેવીરીતે ફેલાય છે? શું આનો ઇલાજ સંભવ છે? પોલિયોના ટીપાંના શું ફન્ડા છે? ટીપાં લેવા છતાં પોલિયો કેમ થાય છે? તેમજ આ ત્રણે દેશોમાં પોલિયો કેમ હજી અસ્તિત્વમાં છે?
-
આ બિમારીનું scientific નામ Poliomylitis છે, કે જે પોલિયો નામના વાઇરસ વડે ફેલાય છે. આ વાઇરસ મનુષ્યના મોં વાટે શરીરમાં પ્રવેશ કરે છે અને આંતરડામાં ઠરીઠામ થાય છે. ત્યારપછી તે પોતાની વૃદ્ધિ કરે છે. અંતે તે આપણી nervous system(ચેતાતંત્ર) ને અસર કરે છે. જેના કારણે આપણું nervous system શરીરના સ્નાયુઓને નિયંત્રિત નથી કરી શકતું. પરિણામે સ્નાયુઓ નબળા પડે છે. થોડું સરળ રીતે સમજીએ.....જ્યારે આપણાં પગ કોઇ ચીજ સાથે જોરથી ટકરાય અથવા કોઇ તીક્ષ્ણ વસ્તુ ઉપર પડે ત્યારે આપણને તીવ્ર દર્દની અનુભુતિ થાય છે. હકિકતે આ દર્દ દરમિયાન આપણું nervous system પ્રથમ આ સિગ્નલોને ગ્રહણ કરે છે, તેને spinal cord(કરોડરજ્જુ) મારફત મગજ સુધી પહોંચાડે છે. અંતે મગજ તેના પ્રત્યુત્તર રૂપે તે ચીજ ઉપરથી પગને હટાવવા માટેનો ઓર્ડર મોકલે છે. સાથોસાથ મગજ કેટલાંક ગ્રોથ ફેક્ટર્સ પણ રિલીઝ કરે છે. આ ફેક્ટર્સ સ્નાયુઓને રાહત આપે છે તેમજ તેમને સ્વસ્થ રાખે છે.
-
અગર મગજનું communication સ્નાયુઓ જોડે સંપર્ક ન સાધી શકે તો સ્નાયુઓ નિષ્ક્રિય રહેવાની સાથેસાથે ગ્રોથ ફેક્ટરની ગેરહાજરીમાં વૃદ્ધિ પણ ન કરી શકે. પોલિયો વાઇરસ આજ કરે છે. તે મગજ અને સ્નાયુઓ વચ્ચેનું communication અટકાવી નાંખે છે. જેથી સ્નાયુઓની વૃદ્ધિ અટકી જાય છે અને સ્નાયુઓ નબળા પડી જાય છે. દિલચશ્પીની વાત એ છે કે આપણાં સ્નાયુઓના કોષો શરીરના કેટલાંક એવા કોષોમાં આવે છે જેને ફરીથી ઉત્પન્ન નથી કરી શકાતા. મતલબ એકવખત અગર સ્નાયુઓ બેકાર થઇ ગયા તો સમજો કાયમ માટે બેકાર થઇ ગયા. માટે પોલિયો દરમિયાન જે સ્નાયુઓ લગભગ બેકાર થઇ ગયા હોય તેને repair નથી કરી શકાતા. તેથી જ પોલિયોની બિમારીનો ઇલાજ નામુમકીન છે.
-
પોલિયોના ટીપાંમાં પોલિયોના વાઇરસ જ હોય છે. જી હાં, પોલિયોના વાઇરસને લેબમાં અંત્યત જખમી કરી તેને બિલકુલ નબળા પાડી દેવામાં આવે છે અને ટીપાં મારફતે બાળકોના શરીરમાં દાખલ કરવામાં આવે છે. જોકે અંત્યત નબળા હોવાના કારણે આ વાઇરસ શરીરમાં વધુ સમય જીવિત નથી રહી શકતા અને આપણું પ્રતિરક્ષાતંત્ર(Immune System) તેમને વીણીવીણીને ખતમ કરી નાંખે છે. મારવાની સાથોસાથ તેમના ચેહરા પણ યાદ રાખી લે છે. જેથી બીજીવખત અગર આ વાઇરસ શરીરમાં પ્રવેશે તો તેને આસાનીથી ખતમ કરી શકાય.
-
ઘણી વખત એવા કિસ્સા પણ સાંભળવા મળે છે કે પોલિયોના ટીપાં પીવડાવ્યા હોવા છતાં કોઇ બાળકને પોલિયો થયો હોય. જી હાં, આવું બિલકુલ શક્ય છે. જેના એક નહીં ઘણાં કારણો છે. (1) ટીપાં જે પીવડાવવામાં આવ્યા હોય તે નકલી હોય. (2) તે ટીપાંમાં શાયદ કોઇ વાઇરસ તાકતવર રહી ગયો હોય. (3) જે બાળકને પોલિયો પીવડાવવામાં આવ્યો હોય તેનું પ્રતિરક્ષાતંત્ર ખુબજ નબળું હોય. જોકે આની ટકાવારી ખુબજ ઓછી છે, આવું દસલાખ લોકોમાંથી એકને હોઇ શકે.
-
હવે આવીએ રાજકારણ ઉપર.....પાકિસ્તાન જેવા દેશોમાં આજની તારીખે પણ પોલિયોના ટીપાં પીવડાવવામાં વડીલો આનાકાની કરે છે. કેમ? આના માટે જવાબદાર બે કારણો છે. (1) પોલિયોના ટીપાંનો રાજકીય ઉપયોગ. (2) જાગરૂકતાનો અભાવ. અહીં પાકિસ્તાનનું જ દ્રષ્ટાંત લઇએ તો.....પાકિસ્તાન એક ગરીબ રાષ્ટ્ર છે માટે ઘણાં શક્તિશાળી દેશો કે લોકો આવી ઝુંબેશનો રાજકીય ઉપયોગ કરી લોકોમાં ગેરસમજ ફેલાવે છે. જેમકે આ યહુદિઓની ચાલ છે તેમજ પોલિયોના ટીપાં આપણાં શરીરને નુકસાન કરે છે વગેરે. એક દાખલો....જ્યારે અમેરિકાની CIA ને ખબર મળી કે આબોટાબાદમાં ઓસામા બિન લાદેન છુપાયો છે, તો તેમણે ડો. શકિલ આફ્રિદી સાથે મળી પોલિયો ઝુંબેશ તે શહેરમાં શરૂ કરાવી. લોકોને પોલિયોના ટીપાં પીવડાવવાની સાથે તેમણે લોકોના DNA ના સેમ્પલ લેવાના પણ શરૂ કરી દીધાં. ઉદ્દેશ્ય એ હતો કે લાદેનનો DNA મેચ થઇ જાય અને ખાતરી થઇ જાય. આવા કારણોને લઇને લોકો ગેરમાર્ગે દોરાય છે અને તેમને લાગે છે કે શાયદ તેમની સાથે કોઇ ખેલ ખેલાઇ રહ્યો છે. જાગરૂકતાનો અભાવ અને મૌલવીઓના ફતવાઓ પણ આવા કાર્યમાં વિઘ્નો ઉત્પન્ન કરે છે.
-
તો હે મિત્રો, માતાઓ!!! પોલિયોના ટીપાં એકદમ સુરક્ષિત હોય છે તેમજ બાળકોને પીવડાવવા અતિઆવશ્યક છે.

No comments:
Post a Comment