Thursday, March 5, 2020

Space Debris

હાલ માંજ ભારતે પોતાના ઉપગ્રહને તોડી નવી ટેકનોલોજીના દર્શન કરાવ્યા છે. વેલ, આપણી ચર્ચાનો મુદ્દો ભિન્ન છે. Space Debris અર્થાત Space Junk અર્થાત અવકાશી ભંગાર શું છે? શા માટે તે મનુષ્યો માટે ખતરનાક છે? નજર કરીએ....
-
માનવ સભ્યતા માટે 4 ઓક્ટોબર 1957 એક મહત્વપૂર્ણ દિવસ હતો. આજ એ દિવસ હતો જ્યારે સોવિયત સંઘે પૃથ્વીનો સૌપ્રથમ કુત્રિમ ઉપગ્રહ સ્પુતનિક-1 ને પૃથ્વીની કક્ષામાં સફળતાપૂર્વક છોડ્યો હતો. ત્યારથી લઇને આજસુધી લગભગ બે હજારથીય વધુ ઉપગ્રહો અંતરિક્ષમાં રવાના કરાયા છે. આપણાં જીવનને સરળ બનાવનારી ટેકનીક જેવી કે GPS, Live TV broadcast, mobile internet વગેરે આ ઉપગ્રહોને કારણેજ કાર્ય કરી શકે છે. આજે હર બે થી ત્રણ મહિનાની અંદર કોઇને કોઇ દેશ પોતાનો ઉપગ્રહ અંતરિક્ષ તરફ રવાના કરી રહ્યો છે, પરંતુ આ ઉપગ્રહોના કારણે એક ખતરો પણ ઉભો થઇ રહ્યો છે. એ ખતરો છે ઉપગ્રહોના ભંગારનો. આ મુદ્દો એટલો ગંભીર છે કે અગર આની ઉપર ધ્યાન ન આપવામાં આવ્યું તો ભવિષ્યમાં ન કોઇ ઉપગ્રહ રહેશે ન આપણું સ્પેસ સ્ટેશન.
-
હવે આ અવકાશી ભંગાર શું છે એ ઝડપથી જોઇ લઇએ. આપણે કોઇપણ ઉપગ્રહ અથવા યાનને અંતરિક્ષમાં મોકલવા માટે launch vehicle નો ઉપયોગ કરીએ છીએ. સામાન્ય રીતે આ રોકેટ હોય છે. જેનું કામ ઉપગ્રહને અંતરિક્ષમાં પહોંચાડવાનું હોય છે. અંતરિક્ષમાં પહોંચતા જ તે મૂળ ઉપગ્રહથી અલગ અથવા નિષ્ક્રિય થઇ જાય છે અને ભંગાર બની જાય છે. આ થયો એક પ્રકાર. હવે બીજો પ્રકાર જોઇએ....ઉપગ્રહોની પણ પોતાની એક ઉંમર હોય છે. જેના પછી તેઓ કામ કરવાને લાયક નથી રહેતાં. જ્યારે તેઓ કાર્યકાળ પૂરો કરે છે ત્યારબાદ તેઓ વૈજ્ઞાનિકોના નિયંત્રણમાં નથી રહેતા અને space junk બની પૃથ્વીના ચક્કર લગાવતા રહે છે. space junk ની કોઇ fix દિશા નથી હોતી. માટે તેઓ આપસમાં ટકરાતા રહેતા હોય છે. બે space junk ની અથડામણ બીજા વધુ નાના space junk ને જન્મ આપે છે.
-
હવે જોઇએ ભંગારથી આપણને શું ખતરો છે? એક રિપોર્ટ અનુસાર lower earth orbit માં 600 જેટલાં active ઉપગ્રહો મૌજૂદ છે. જે 1500 થી વધુ બેકાર થઇ ચૂકેલા ઉપગ્રહો કે તેમના કચરા વડે ઘેરાયેલા છે. અગાઉ જણાવ્યું તેમ આ કચરા ઉપર આપણું કોઇ નિયંત્રણ ન હોવાના કારણે તે આપણાં active ઉપગ્રહો સાથે ગમે ત્યારે અથડાઇને તેને ધ્વસ્ત કરી શકે છે. એજ રિપોર્ટ અનુસાર હરવર્ષ આ કચરાના કારણે ઓછામાં ઓછો એક સક્રિય ઉપગ્રહ ધ્વસ્ત થઇ જાય છે. નોંધવાલાયક વાત....અહીં બે object વચ્ચેનું સરેરાશ અંતર માત્ર 190 કિલોમીટર જ રહી જવા પામ્યુ છે. આતો થઇ નીચલી કક્ષા એટલેકે lower orbit ની વાત. અગર સંપૂર્ણ કક્ષાની વાત કરીએ તો અહીં 2000 થી વધુ સક્રિય ઉપગ્રહો મૌજૂદ છે. જે પાંચ લાખ નાના તેમજ મોટા space junk થી ઘેરાયેલા છે.
-
સક્રિય ઉપગ્રહ અને અવકાશી ભંગારની અથડામણ આપણી સંચાર વ્યવસ્થાને ખરાબ રીતે અસર પહોંચાડી શકે છે. 2014 માં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને આ ભંગારથી બચાવવા ત્રણ વાર પોતાના સ્થાનથી ખસેડવું પડ્યું હતું. નોંધવાલાયક વાત છે કે સ્પેસ સ્ટેશનને પોતાના સ્થાનથી થોડું પણ ખસેડવા આપણને કેટલાક દિવસો લાગે છે. ત્યાં એકજ વર્ષમાં ત્રણ વખત સ્થાનંતર દર્શાવે છે કે space debris ધીરેધીરે આપણાં માટે મોટો ખતરો બની રહ્યાં છે. આ ભંગારથી છૂટકારો મેળવવાનો કોઇ કારગત ઉપાય અગર હાથ ન લાગ્યો તો આવનારા 100 વર્ષની અંદર આ ભંગાર પૃથ્વીને સંપૂર્ણપણે ઢાંકી દેશે. પછી ના આપણે કોઇ ઉપગ્રહ છોડી શકીશું અને ન કોઇ અંતરિક્ષ યાન.

No comments:

Post a Comment