Thursday, March 5, 2020

રસીકરણ અને રસી


ઓરી-રૂબેલા જેવા રોગ માટે શાળાઓમાં થતાં રસીકરણ અભિયાનનો વિરોધ શા માટે થાય છે? તેમજ સૌથી મહત્વનું રસી આપ્યા બાદ ઘણાં બાળકોનું સ્વાસ્થ્ય કેમ બગડી જાય છે?(અમુક બાળકોની મૃત્યુ નીપજ્યાના પણ દાખલા છે) તો આવું શા માટે થાય છે? બાયોલોજીકલી શું થાય છે? ચાલો જોઇએ.....
-
સૌપ્રથમ એ યાદરાખો કે, દુનિયાભરના બધા રોગોની બધીજ રસી બે પ્રકારની કેટેગરી અંતર્ગત આવે છે. (1) મૃત કીટાણુ વડે બનેલ રસી(killed vaccine) (2) જીવિત કિન્તુ નિર્બળ કીટાણુ વડે બનેલ રસી(live attenuated vaccine). ઓરી-રૂબેલાની રસી બીજા પ્રકારમાં આવે છે. રસીનું કામ શરીરના સૈનિકોને
(વાંચો Body
Army) દુશ્મનની પહેચાન કરાવવાનું હોય છે.(સમજો સૈનિકોને એક પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે મોકડ્રીલ જેવી જેથી સૈનિકો તેમને ઓળખીને ખતમ કરી શકે તેમજ લાંબા સમય સુધી તેઓ વડે શરીરનું રક્ષણ કરી શકે.) ભલે તે પહેચાન મરેલા દુશ્મન વડે થાય કે જીવિત કમજોર દુશ્મન વડે. શત્રુને ઓળખી લો જેથી શરીરના કાયમી નાગરિક એવી કોશિકાઓને રક્ષણ મળે. આજ પ્રતિરક્ષા તંત્રની ફરજ છે, આજ ઇમ્યુનાઇઝેશન છે.
-
પરંતુ જે વ્યક્તિનું પ્રતિરક્ષા તંત્ર(ઓટો ઇમ્યુન) જ નબળું હો તેમણે રસીકરણ બાબતે જાગ્રત રહેવું પડે. આવા વ્યક્તિમાં જો મૃત કિટાણુઓને દાખલ કરીએ તો સ્વાભાવિક છે કે એમને કોઇ હાનિ નહીં થાય, પરંતુ જીવિત નિર્બળ કિટાણુઓ વડે બનેલ રસી તેમને ન આપવી જોઇએ. આનું કારણ સમજવા જેવું છે. આવા વ્યક્તિઓમાં પ્રતિરક્ષા તંત્ર પહેલેથી જ નબળું છે અને એવામાં આપણે, (ભલે કમજોર તો કમજોર) એવા જીવિત કિટાણુઓને દેહમાં પ્રવેશ કરાવીએ છીએ. આ કમજોર દુશ્મન રોગ ઉત્પન્ન કરી શકે છે અને રોગ પણ પાછા એવા કે તેનું સ્વરૂપ ડરામણું હોય. એટલા માટે લાઇવ વેક્સિન આવી વ્યક્તિઓને ન આપવી જોઇએ.
-
રસી ચેપી રોગોથી બચવા અત્યંત જરૂરી છે. પરંતુ કોઇ એઇડસ-પીડિત નવજાતને બીસીજીની રસી બાળરોગ-વિશેષજ્ઞ નથી આપતાં. કારણ ઉપર જણાવ્યું એજ છે. જ્યારે સૈનિકો જ ક્ષીણ છે તો તેઓ ટ્રેનિંગ કઇરીતે કરશે? અને જો ટ્રેનિંગ જ નહીં કરે તો, આપણે જેને ટ્રેનિંગ માટે શરીરમાં પ્રવેશ કરાવ્યો છે તેજ હુમલાખોર બની જશે. આ રીતે આપણી મોકડ્રીલ હકિકતમાં આતંકવાદી હુમલો સાબિત થશે. આજ કારણ છે કે ઘણાં બાળકોની રસી બાદ તબિયત બગડી જાય છે.
-
જ્યારે આપણને કોઇ બિમારી કે ઇન્ફેક્સન થાય ત્યારે આપણાં શરીરના રક્ષકો તેની સામે મોરચો માંડી અને તેને નેસ્તોનાબૂદ કરવા માટે રીતસરનું રણશિંગુ ફૂંકે છે, પરંતુ જ્યારે રક્ષકો આ ઘુસણખોરોને મારવામાં નાકામ રહે છે ત્યારે તેમને પીઠબળની જરૂર પડે છે. એટલેકે સ્પેશ્યલ ફોર્સની જરૂર પડે છે. જેમકે T-cell, B-cell અને Dendritic cell. પરંતુ દિલચશ્પ વાત એ છે કે T-cell અને B-cell ના કેટલાંક સેલ(સૈનિકો) લડતા નથી. તેઓ memory T-cell અને B-cell બની જાય છે. હવે તમને થશે આ memory T-cell અને B-cell એ વળી કઇ બલા છે? ચાલો આને સમજીએ....
-
T-cell અને B-cell ના કેટલાંક સૈનિકો લડાઇમાં હિસ્સો નથી લેતાં પરંતુ ફક્ત નિરિક્ષણ કરે છે અને તે નિરિક્ષણનું રેકોર્ડિંગ કરે છે. જેથી તેઓને યાદ રહી જાય છે કે જે-તે રોગના બેક્ટેરિયા દેખાવે કેવા હોય છે(ટૂંકમાં કહી શકો કે તેમના ઓળખપત્ર બનાવે છે). આ સેલ ઘણાં લાંબા સમય સુધી શરીરમાં મૌજૂદ રહે છે. ભલે આપણે તંદુરસ્ત હોઇએ પરંતુ આ સેલ ઘુસણખોર બેક્ટેરિયાનો ચહેરો ભૂલતા નથી. આનો ફાયદો એ રહે છે કે અગર એજ બેક્ટેરિયા શરીરમાં ફરી ઘુસણખોરી કરે ત્યારે memory T-cell અને B-cell તેઓને જોતાજ દેખો ત્યાંથી ઠારવાળી નીતિ અખત્યાર કરે છે. પરિણામ સ્વરૂપ આપણને ફરી તે બિમારી થતી નથી.
-
પરંતુ આ રીતે આપણાં શરીરનું લડવું તેમજ યાદ કરી લેવાના ગુણના ગેરફાયદા પણ છે. દાખલા તરીકે......આપણું શરીર લાંબા સમય સુધી બિમાર રહે છે. કારણકે સ્પેશ્યલ ફોર્સના ઘણાં કમાન્ડો લડાઇજ નથી લડતાં, ફક્ત મૂક પ્રેક્ષક બની તેમના ઓળખપત્ર બનાવે રાખે છે. આ ઘમાસાણ દરમિયાન અગર બેક્ટેરિયા ખુબજ મોટી સંખ્યામાં હુમલો કરે તો શાયદ આપણાં જીવ સામે પણ જોખમ ઉભુ થાય. બીજો સૌથી મોટો ગેરફાયદો.....ધારોકે ઘરમાં મને ઇન્ફેક્સન થયું હોય તો ફક્ત હું જ memory T-cell અને B-cell બનાવીશ. અગર આજ બેક્ટેરિયાથી લડવા મારા ભાઇએ પણ memory T-cell અને B-cell બનાવવા હોય તો તેણે પણ ફરજિયાત બિમાર થવું પડે. અહીં વૈજ્ઞાનિકોને પ્રશ્ન થયો કે.....શું એવું કંઇ ન થઇ શકે કે આવા બેક્ટેરિયાથી લડવા માટે શરીર પહેલાથી જ તૈયાર હોય? માટે રસીની શોધ થઇ.

No comments:

Post a Comment