હરવર્ષ પાકિસ્તાન માટે એક મુસિબત લઇને આવે છે. FATF પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખે છે અને આખી દુનિયા પાકિસ્તાનની પાછળ પડી જાય છે. જેથી પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સ્તરે આલોચના થાય છે. તો આ FATF કઇ બલા છે અને તેનું ગ્રે લિસ્ટ શું છે? કોણ છે જે આ લિસ્ટ તૈયાર કરે છે? એમને કઇરીતે ખબર પડે છે કે કોઇ દેશને ગ્રે લિસ્ટમાં રાખવું કે ન રાખવું? ગ્રે લિસ્ટમાં આવવાથી જે તે દેશને શું નુકસાન થાય છે? કેમ પાકિસ્તાન આ લિસ્ટમાંથી બહાર નથી નીકળી શકતું? ચાલો વિગતવાર જોઇએ.......
-
આ લિસ્ટ એક સંસ્થા બનાવે છે જેનું નામ છે Financial Action Task Force(FATF). આ સંસ્થા એવા દેશને ગ્રે લિસ્ટમાં નાંખે છે જેમની ઉપર એમને શંકા અથવા ખાતરી હોય છે કે આ દેશ દહેશતગીરીને યા તો ઉત્તેજન આપે છે યા તેની સામે યોગ્ય પગલાં નથી લેતો. જોકે આ સંસ્થા પહેલાં એવી નહોતી. સ્ટોરીને શરૂઆતથી જોઇએ.....
-
1980 ના અરસામાં money laundering(પૈસાની અવૈધ હેરાફેરી) સામાન્ય બાબત હતી. ખાસ કરીને ડ્રગ્સના પૈસા, કાળું નાણું વગેરેની હેરાફેરી થતી. તો આને ડામવા માટે સાત દેશો એકઠા થયા અને નક્કી કર્યુ કે એક એવી આંતરરાષ્ટ્રીય સંસ્થાની જરૂર છે જે આ પ્રકારની હેરાફેરીથી આપણને બચાવે. જેથી દેશના પૈસા બહાર ન જાય. આ સાત દેશો જર્મની, કેનેડા, ઇટાલી, જાપાન, ફ્રાન્સ, યુ.કે અને અમેરિકા હતાં. આ સાત દેશોને G7 પણ કહેવામાં આવે છે. પરંતુ અમેરિકાની 9/11 ની ઘટના બાદ FATF ની જવાબદારીઓમાં Terror Financing(આતંકી ધિરાણ) ને પણ સામેલ કરવામાં આવ્યું. મતલબ હવે FATF નું કામ કેવળ money laundering ને જ જોવાનું ન હતું પરંતુ દહેશતગીરી માટે થતી પૈસાની લેવડ-દેવડ ઉપર પણ લગામ નાંખવાનું હતું.
-
આજે FATF માં 37 દેશો સભ્ય તરીકે છે(જુઓ ઇમેજ). જેઓ હરવર્ષ એકસાથે બેસી standards, rules અને guidelines બનાવે છે. FATF નું કાર્ય ફક્ત નિયમો બનાવવાનું જ નથી પરંતુ તે ચેક પણ કરે છે કે કોઇ દેશ તેમના નિયમોનું પાલન કરે છે કે નહીં? અંતે તે રીપોર્ટ બનાવે છે અને જે તે દેશને ગ્રે લિસ્ટ અથવા બ્લેક લિસ્ટમાં નાંખી દે છે. ગ્રે લિસ્ટ અથવા બ્લેક લિસ્ટમાં સામેલ થયા પછી FATF જે તે દેશથી દુનિયાની એવી સંસ્થાઓને ચેતવે છે જેમનું કાર્ય finance ને લગતુ હોય, જેમકે World Bank, IMF વગેરે. આની અસર જે તે દેશના વિકાસ ઉપર પડે છે અને તેને લોન મળતી બંધ થાય છે.
-
પાકિસ્તાન 2008માં સૌપ્રથમ વખત FATF ના ગ્રે લિસ્ટમાં સામેલ થયું. પછીના વર્ષે તે આ લિસ્ટમાંથી બહાર આવી ગયું. 2012 માં ફરી સામેલ કરાયું અને તે 2015 સુધી આ લિસ્ટમાં રહ્યું. ત્રીજી વખત 2018માં ફરી સામેલ થયું. FATF એ પાકિસ્તાનને 27 મુદ્દા આપ્યા સુધારા માટે અને કહ્યું કે આ 27 મામલે તે જલ્દી થી જલ્દી પોતાના દેશમાં સુધારા લાવે. અત્યારસુધી પાકિસ્તાન ફક્ત 5 મુદ્દે જ સુધારા કરી શક્યુ છે જેથી FATF એ તેને ફેબ્રુઆરી 2020 સુધીની મહોલત આપી છે.
-
FATF ની રીપોર્ટ ઉપર તેના 37 સભ્યો ચર્ચા કરે છે અને અંતે મતદાન થાય છે કે કયા દેશને ગ્રે લિસ્ટ અથવા બ્લેક લિસ્ટમાં મુકવું. પાકિસ્તાન માટે મુસિબત એ છે કે FATF ના સભ્યોમાંથી એક સભ્ય ભારત પણ છે. જે ભરપુર પ્રયત્ન કરે છે કે પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં મુકવામાં આવે. જે જે દેશો ભારતની લોબીનો હિસ્સો બને છે તેઓ પાકિસ્તાન વિરૂધ્ધ મત આપે છે. પરંતુ FATF ના સભ્યોમાંથી એક સભ્ય ચીન પણ છે. જે ભરપુર પ્રયત્ન કરે છે કે પાકિસ્તાનને બ્લેક લિસ્ટથી બહાર જ રાખવામા આવે.

No comments:
Post a Comment