Thursday, March 5, 2020

વિટામિનોનું બજાર

અક્ષયકુમાર ટીવી ઉપર રીવાયટલ વેચે છે(હકિકતે કેવળ જાહેરાત કરે છે). રીવાયટલ એક એવું ઉત્પાદન છે જે ન્યૂટ્રાસ્યુટિકલ(nutraceutical) છે ફાર્માસ્યુટિકલ નહીં. ન્યૂટ્રાસ્યુટિકલ વિચિત્ર ચીજ છે. તે દવા છે પણ અને નથી પણ, તે ભોજન પણ છે અને નથી પણ. દરઅસલ આજ ગ્રે પરિભાષાનો લાભ ઉઠાવી બજારમાં તેને વેચવામાં આવે છે. ખાવાથી નુકસાન તો જોકે થતું નથી અને ફાયદો પણ કંઇ ખાસ નહીં.
-
વિટામિનોના વિજ્ઞાનને સૌપ્રથમ સમજવા જેવું છે. વિટામિનોના બે પ્રકાર છે. (1) ચરબીમાં સમાવિષ્ટ થનારા જેમકે A,E અને K. (2) પાણીમાં સમાવિષ્ટ થનારા જેમકે B-કોમ્પલેક્ષ પરિવાર અને C. વિટામિન D ને હવે ડોક્ટરો વિટામિન નથી ગણતાં બલ્કે તે એક હાર્મોન છે. કેમ? કારણકે વિટામિનની પરિભાષામાં એવા રસાયણો આવે છે જે અતિમહત્વપૂર્ણ તો હો કિન્તુ તેઓને શરીરની ભીતર બનાવી નથી શકાતાં. પણ વિટામિન D ને બનાવી શકાય છે માટે હવે તેણે વિટામિનનો દરજ્જો ગુમાવી દીધો છે(બિલકુલ પ્લુટો ગ્રહ જેવું).
-
પાણીમાં સમાવિષ્ટ થનારા વિટામિનને શરીર બહુ જમા કરીને નથી રાખતું પરંતુ ચરબીમાં રહેનારા વિટામિનને રાખે છે. વિટામિન દવાઓની શાકમાર્કેટના કોઇ આદુ-લસણ નથી. તેના recommendation છે, guidelines છે. કોણે કેટલું અને કયું લેવું....સર્વે નિર્દિષ્ટ છે. રીવાયટલ કે એના જેવા બીજા દવાજન્ય ભોજનનું સેવન કરનારે સ્વયંને પ્રશ્ન કરવો રહ્યો કે આખિરકાર તેમની તેમને જરૂર છે કે પછી કેવળ અક્ષયકુમાર જેવાઓના કહેવાથી ઘેંટાટોળાના પ્રવાહની જેમ વહી રહ્યા છો? વિટામિનોના અંધપ્રયોગથી હાનિ પણ છે. વિટામિનોની અધિકતા જેને હાયપરવિટામિનોસિસ કહે છે, તેઓના ઉલજુલુલ સેવનથી પેદા થાય છે.
-
વિટામિનો ભોજનોમાં ઉપલબ્ધ છે પરંતુ અગર ભોજનમાંથી જ આપ સર્વે લઇ લેશો તો કેપ્સૂલો દ્વારા કંપનીઓની કમાણી કેવીરીતે થાશે? માટે ભોજનને અપૂર્ણ ચીતરવામાં આવશે, તેમાં ઉણપ દર્શાવવામાં આવશે. તો હે મિત્રો!! રીવાયટલ ચિકિત્સકની સલાહ વિના ન લેશો. યાદરહે અક્ષયકુમાર(અને તેના જેવા અન્ય સેલિબ્રિટીઓ પણ) કોઇ ડોક્ટર નથી તેમજ વિટામિનોની માત્રા વિષે તેને લેશમાત્ર પણ જ્ઞાન નથી.


(સ્કંદ દ્વારા)

No comments:

Post a Comment