અકસર ઘણાં ચશ્માધારી લોકો કે જેના ચશ્મા ટૂટી ગયા હો કે ખોવાઇ ગયા હો, બીજા નવા ચશ્મા ખરીદતી વખતે તકલીફ અનુભવતા હોય છે. તેઓ અનેક ચશ્માને વારાફરથી ચહેરા ઉપર પહેરી ટ્રાયલ લેતા હોય છે. અંતે કોઇ એક ચશ્મા ઉપર પસંદગી ઢોળી સંતોષ માની લેતા હોય છે. છતાં ઘણીવાર એમના મનમાં વસવસો રહેતો હોય છે કે.....સાલુ!!! જૂના જેવા તો નથી જ. આવું એટલા માટે થાય છે કેમકે આપણને જૂના ચશ્માનો સાઇઝ ચાર્ટ ખબર નથી હોતો. શું છે આ સાઇઝ ચાર્ટ? તેને કઇરીતે જાણવો? ચાલો જોઇએ.....
-
જેવીરીતે બૂટ/ચંપલની સાઇઝ હોય છે બિલકુલ એજ પ્રમાણે ચશ્માની પણ સાઇઝ હોય છે. હર ચશ્મા ઉપર તેની લંબાઇ-પહોળાઇની સાઇઝ લખેલ હોય છે પરંતુ અધિકતર લોકોને તેની જાણકારી નથી હોતી. ચશ્માની ડાંડીના ભીતરી હિસ્સામાં તેની સાઇઝ લખેલ હોય છે(જુઓ ઇમેજ). આ સાઇઝને પાછળથી વાંચો....જેમાં પ્રથમ નંબર કાન ઉપર ટેકવાતી દાંડીની લંબાઇ દર્શાવે છે(મિલીમીટરમાં). જેને ટેમ્પલ લેન્થ કહે છે. એના પછીનો નંબર ચશ્માની બ્રિજ(નાક ઉપર ટેકવાતો ભાગ) ની લંબાઇ દર્શાવે છે. છેલ્લો નંબર તેના લેન્સ એટલેકે આઈ સાઇઝની પહોળાઇ દર્શાવે છે.

સાર:- એકવખત અગર આપને આપના ચશ્માના સાઇઝ ચાર્ટની જાણકારી પ્રાપ્ત થઇ ગઇ પછી વારંવાર અનેક ચશ્માને પેહરીને ટ્રાય કરવાની ઝંઝટમાંથી મુક્તી મળી જાય છે.

No comments:
Post a Comment