Thursday, March 5, 2020

Predictably Irrational

Predictably Irrational આ એક પુસ્તકનું નામ છે જેમાં એક મજેદાર એક્સપેરિમન્ટનો ઉલ્લેખ છે જે આ પ્રમાણે છે......માની લો તમે ઓનલાઇન સર્ફિંગ કરી રહ્યા છો અને તમને એક મેગેઝીનની એડ દેખાય છે. આ એડમાં ત્રણ ચોઇસ છે જે હિસાબે મેગેઝીનનું એક વર્ષનું subscription(લવાજમ) શુલ્ક છે......
(1) ફક્ત ઓનલાઇન 399 રૂા.
(2) ફક્ત હાર્ડકોપી 999 રૂા.
(3) ઓનલાઇન અને હાર્ડકોપી બન્ને 999 રૂા.
-
અગર આપને લવાજમ લેવું જ છે તો આમાંથી કયું લેવાનું પસંદ કરશો? સૌપ્રથમ તો આપને થશે આ એડ બનાવવાવાળો કોઇ બેવકૂફ હશે કારણકે બીજા નંબરનો વિકલ્પ તો એકદમ ફાલતુ છે. કોઇ બેવકૂફ જ હશે જે તેને લેશે(સાચી વાત છે). ઠીક છે ચાલો, બીજો ઓપ્શન કાઢી નાંખીએ. હવે આપ પહેલાવાળી એડને ભૂલી જાઓ અને આ નવી એડને જોઇને કહો કે આપ શું પસંદ કરશો.....
(1) ફક્ત ઓનલાઇન 399 રૂા.
(2) ઓનલાઇન અને હાર્ડકોપી બન્ને 999 રૂા.
-
શું વિચારો છો? દિમાગ કી બત્તી જલી? આ પ્રયોગ એક કોલેજમાં કરવામાં આવ્યો. પ્રથમ એડ જોઇને લગભગ 75% લોકોએ ઓનલાઇન અને હાર્ડકોપી બન્ને લેવાનું પસંદ કર્યું જ્યારે 25% લોકોએ ફક્ત ઓનલાઇન પસંદ કર્યું. યાદરહે કોઇએ પણ ફક્ત હાર્ડકોપીવાળો વિકલ્પ પસંદ ન કર્યોં. હવે જ્યારે બીજી એડ બતાવવામાં આવી ત્યારે 70% લોકોએ ફક્ત ઓનલાઇનવાળો વિકલ્પ પસંદ કર્યોં અને 30% લોકોએ બીજો. કંઇ સમજાયું?
-
એવું તે શું થયું કે જસ્ટ એક ઓપ્શન જે કોઇ પસંદ જ નહોતુ કરવાનું, તેને હટાવવાથી પરિણામોમાં આટલું મોટું પરિવર્તન આવી ગયું? આનો જવાબ છે.....આપણે હંમેશા રિલેટિવ(સાપેક્ષ) થિંકિંગ કરીએ છીએ. જ્યાં સુધી આપણને કોઇ જણાવે નહીં ત્યાંસુધી આપણને ખબર જ નથી હોતી કે કઇ વસ્તુની કિંમત કેટલી છે. પ્રથમ એડમાં દર્શાવવામાં આવ્યું કે હાર્ડકોપી 999રૂા. ની છે માટે આપણી પાસે compare કરવા માટે એક રેફરન્સ હતો. જેનાથી આપણને લાગ્યું કે અગર બન્નેને લઇએ તો 40% ની બચત થશે. બીજી એડમાં એવું કંઇ નો’તું માટે લોકોએ પોતાની જરૂરિયાત હિસાબે પસંદગી કરી. મતલબ પ્રથમ કેસમાં મહજ એક રેફરન્સ જોડવાથી લોકો એ ચીજ પણ ખરીદી લે છે જેની તેમને જરૂરિયાત પણ નથી હોતી. આજ છે બજારવાદના ફન્ડા. એટલા માટે ધારોકે આપણે જ્યારે કોઇ શર્ટ ફ્લિપકાર્ટ ઉપર 1999રૂા. ના ટેગવાળો 299રૂા. માં ખરીદીએ છીએ ત્યારે ખુબ ખુશ થઇએ છીએ. પરંતુ વાસ્તવમાં આપણે વિચારતા જ નથી કે નવા શર્ટની આપણને જરૂરિયાત હતી કે નહીં? શું આપણે તે શર્ટ ત્યારે પણ ખરીદતે અગર તેમાં ટેગ 299રૂા. નો લાગ્યો હોત?

No comments:

Post a Comment