Wednesday, March 11, 2020

કરંટ(Current)

કરંટ લાગતા શરીરમાં ઝટકા કેમ લાગે છે? તેમજ તેનાથી મૃત્યુ નીપજવાનું કારણ શું? જ્યારે કરંટ લાગે છે ત્યારે શરીરમાં ઘણાં પ્રભાવ ઉત્પન્ન થાય છે પરંતુ મુખ્યત્વે બે પ્રભાવ અસરકારક હોય છે.
(1) શરીરના સંપર્કમાં આવતા જ કરંટ સૌપ્રથમ તેનું conductor(સુવાહક) શોધે છે. આપણે જાણીએ છીએ કે આપણાં શરીરમાં ઘણું લોહી હોય છે, જેમાં હીમોગ્લોબિન હોય છે. આ હીમોગ્લોબિન એ એક પ્રકારના લોહકણો જ હોય છે અને લોખંડ વિદ્યુતનું ઘણું સુવાહક હોય છે. હવે થાય છે એવું કે કરંટનો સંપર્ક થતાં શરીરના હીમોગ્લોબિનને કરંટની ગતિએ દોડવું પડે છે અને કરંટની ગતિ તો અતિશય હોય. પરિણામે સ્નાયુતંત્ર થી મગજને વીજળીગતિએ સંદેશાઓ પહોંચે છે. જે આપણને ઝટકાનો અનુભવ કરાવે છે. સાથેસાથે મગજ આટલા ત્વરિત અને આટલા બધા પ્રમાણમાં મળેલ સંકેતોનું વિશ્લેષણ કરવામાં અસમર્થ હોય છે, તેથી આપણે ચેતનાહીન થઇ જઇએ છીએ.
-
(2) ઉપરોક્ત ઘટના ઓછા કરંટ અને ઓછા સમય પૂરતી સિમિત રહે છે. પરંતુ અગર વિદ્યુતધારા વધુ માત્રામાં હો તેમજ વધુ સમય સુધી પ્રવાહિત હો તો વિદ્યુતનો ઉષ્માકીય પ્રભાવ(H = I² Rt) ઉત્પન્ન થાય છે. તે સમયે ઉત્પન્ન થનારી ઉષ્માની માત્રા ઘણી વધુ હોય છે જેને પરિણામે શરીર બળી જાય છે. શરીરમાં રહેલ દ્રવ્યો સુકાઇ જાય છે અને અંતે મૃત્યુ થઇ જાય છે.

No comments:

Post a Comment