Sunday, March 15, 2020

4538 Vishyanand



આ એક સામાન્ય લઘુગ્રહ(asteroid) નું નામ છે. જે મંગળ અને ગુરૂ ગ્રહ વચ્ચે સ્થિત asteroid belt(લઘુગ્રહ પટ્ટા) માં મૌજૂદ છે(જુઓ ઇમેજ). તેની ખાસિયત છે તેનું નામ. તેનું નામ એક ભારતીય વ્યક્તિના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. દિલચશ્પીની વાત તો એ છે કે તે ભારતીયનું ભૌતિક ક્ષેત્રે કોઇપણ પ્રકારનું યોગદાન નથી તેમજ તેને શોધનાર પણ કોઇ ભારતીય નથી. તો પછી શા માટે આવુ નામ રાખવામાં આવ્યું હશે?
-
વેલ, જાણીને નવાઇ લાગશે કે આ લઘુગ્રહનું નામ ભારતના વર્લ્ડ ચેમ્પિઅન ચેસ પ્લેયર વિશ્વનાથન આનંદના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. તેની શોધ જાપાનીઝ ભૌતિકશાસ્ત્રી Kenzo Suzuki એ કરી હતી. સુઝુકી વિશ્વનાથન આનંદના એટલા મોટા ચાહક હતાં કે તેમણે પોતાના શોધેલ લઘુગ્રહનું નામ વિશ્વનાથન આનંદના નામે રાખી દીધું. ખરેખર આ આનંદ તેમજ ભારત માટે ગર્વની વાત છે.

No comments:

Post a Comment