અમેરિકાએ માર્ચ 2, 1972ના રોજ છોડેલ અવકાશયાન “પાયોનિયર-10” સૂર્યમંડળ (Solar System) ની પાર અવકાશમાં જનાર વિશ્વનું પ્રથમ અવકાશયાન બન્યું હતું. આ સ્પેસક્રાફ્ટમાં વૈજ્ઞાનિકોએ ઓક્સાઇડનું પડ ચઢાવેલ એલ્યુમિનિયમની એક તક્તી(Plaque) રાખી છે. જેની ઉપર હાઇડ્રોજનના પરમાણું, સૂર્યની સ્થિતિ ચૌદ પલ્સર તારાઓની સાપેક્ષ, પાયોનિયર અવકાશયાન, આપણું સૂર્યમંડળ વગેરે ચિત્ર છે. જોકે સૌથી દિલચસ્પ ચિત્રણ સ્ત્રી-પુરૂષની જોડીનું છે. પુરૂષનો જમણો હાથ અભિવાદનની મુદ્રામાં ઉપર ઉઠેલ છે અને સ્ત્રી એની જોડે ઉભી છે. બન્નેના અંગ લક્ષણો સ્પષ્ટ કરે છે કે અમે મિત્રતા ઇચ્છવાવાળા લોકો છીએ તેમજ અમારા શરીર અને મન લચીલા છે.
-
2003 થી આપણો તેની જોડે સંપર્ક ટૂટી ચૂક્યો છે અને તે અનંતની યાત્રાએ બ્રહ્માંડમાં મુક્ત સફર માટે નીકળી પડ્યું છે. આ યાન લાખો કરોડો વર્ષો સુધી અંતરિક્ષમાં આગળ વધતુ રહેશે જ્યાં સુધી તેની કોઇ પિંડ સાથે ટક્કર ના થાય. હવે સામાન્ય વાચકોને મનમાં પ્રશ્ન થશે કે શું આ પાયોનિયર વગર ઇંધણે ચાલે છે? આટલા વર્ષો સુધી સફર કરવા માટે પર્યાપ્ત ઇંધણ કેવી રીતે આપવામાં આવે છે? તેમજ આટલા વર્ષોમાં તે નાશ ન પામે જેવીરીતે ધાતુઓ પૃથ્વી ઉપર નાશ પામે છે?
-
આ રહ્યો જવાબ....ઇંધણ ફક્ત પૃથ્વીના ગુરૂત્વાકર્ષણની કક્ષામાં રહેવા અથવા તે કક્ષાની બહાર નીકળી અનંત અંતરિક્ષ તરફ જવા માટે જરૂરી છે. અંતરિક્ષમાં વાયુમંડળ નથી માટે કોઇ પ્રતિરોધ પણ નથી ગતિને અવરોધવા માટે. એકવખત ગતિ પ્રાપ્ત કરી લીધી પછી તે હંમેશા માટે રહે છે. પૃથ્વી ઉપર ઇંધણ જોઇએ કારણકે હવાનું ઘર્ષણ/ગુરૂત્વાકર્ષણ તેની ગતિને રોકે છે. ન્યુટનનો ગતિનો પ્રથમ નિયમ વાંચો:- "જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં રહેશે અને અચળવેગી ગતિ કરતો હોય તો તેની અચળવેગી ગતિ ચાલુ રહેશે."

No comments:
Post a Comment