IMF એટલેકે International Monetary Fund શું છે? તે કેવીરીતે કાર્ય કરે છે? શા માટે તે લોન આપે છે? તેની પાસે પૈસા ક્યાંથી આવે છે? IMF નું ગઠન 1944 માં થયું. IMF ને સમજતા પહેલાં આપણે તેના નિર્માણના કારણ ને જાણવું પડે કે શા માટે તે વજૂદમાં આવ્યુ? અને તેની માટે સૌપ્રથમ આપણે great depression ને સમજવું પડે. આ great depression જ છે જેના કારણે IMF અસ્તિત્વમાં આવ્યુ. ચાલો જોઇએ great depression કઇ બલા છે.....
-
વર્ષ હતું 1929. જ્યારે અમેરિકાનું શેરબજાર ભાંગી પડ્યુ. પરિણામ સ્વરૂપ દુનિયાભરના શેરબજારો પણ કકડભૂસ થવા માંડ્યા. આ ઘટાડો એટલો મોટો ઘટાડો હતો કે શાયદ આટલુ મોટું નુકસાન આખી દુનિયાનું ક્યારેય નથી થયું. આના પડઘા સમગ્ર દુનિયામાં સંભળાયા. જેના કારણે સમગ્ર દુનિયાની GDP 15% જેટલી ઘટી જવા પામી. 2008 માં જે મહામંદી આવી હતી ત્યારે સમગ્ર દુનિયાની GDP ફક્ત 1% ઘટી હતી. જરા અંદાજો લગાવો કે 15% GDP ના ઘટવાથી શું હાલ થયા હશે? અમેરિકાનું ઇન્ટસ્ટ્રીયલ પ્રોડક્સન 46% ઘટી ગયું, હોલસેલમાં 32% નો ઘટાડો થયો, ફોરેન ટ્રેડ 17% ઘટી ગયો અને બેરોજગારી 600% વધી ગઇ.
-
ગ્રેટ ડિપ્રેશને દુનિયાને ઘણી પાછળ ધકેલી દીધી. જેથી 44 દેશો એકઠા થયા અને નક્કી કર્યું કે આપણને એક એવી સંસ્થાની જરૂર છે જે આ પ્રકારની પરિસ્થિતિમાંથી આપણને બહાર કાઢે. આ રીતે IMF અને તેના જેવી સંસ્થા World Bank નો ઉદય થયો. IMF નું મુખ્ય કાર્ય હતું.....દુનિયાભરના એક્ષચેન્જ રેટ(વિનિમય દર) ને મોનિટર કરવું, દેશોના એકબીજા સાથેના વ્યવ્હારને સરળ કરવું, વિવિધ દેશોમાં રોજગાર વધે તેમજ તેમની ઇકોનોમીને બહેતર બનાવવાના નવા પ્રયાસોને introduce કરવું વગેરે.
-
બીજા વિશ્વયુધ્ધ બાદ થયું કંઇક એવું કે સમગ્ર દુનિયાની ઇકોનોમી એકબીજા સાથે સંકળાઇ ગઇ. આ તો જોકે સારી વાત છે પરંતુ તેનો એક ગેરફાયદો એ છે કે વિવિધ દેશોની ઇકોનોમી એકબીજા ઉપર આધારિત પણ થઇ ગઇ. મતલબ અગર એક દેશ દેવાળુ ફૂંકે તો તેની ગુંજ સમગ્ર દુનિયાની શેરબજારમાં સંભળાતી હતી. ઉદાહરણ તરીકે કાલે અગર ભારતની ઇકોનોમી ખરાબ રીતે પડી ભાંગે તો તેનાથી નુકસાન ફક્ત ભારતને જ નહીં પરંતુ જે જે દેશ ભારત સાથે સંકળાયેલ હોય તેમની ઇકોનોમીને પણ મોટો ધક્કો વાગશે. ત્યારબાદ તે દેશો સાથે સંકળાયેલ અન્ય દેશોની ઇકોનોમી પણ નીચે જશે. આ રીતે આ ઇફેક્ટ દુનિયાભરમાં ફેલાશે. આને Domino effect કહે છે.
-
સ્વાભાવિક છે કે આ સારી વાત નથી. એટલા માટે IMF નું ગઠન કરવામાં આવ્યું જેથી જે તે દેશને financial injection આપવામા આવે. પરંતુ IMF વગર કારણે કોઇને લોન નથી આપતું. લોન આપતા પહેલાં IMF જે તે દેશના એકાઉન્ટ અને ફાઇનાન્સનો સારી રીતે અભ્યાસ કરે છે અને જે તે દેશ પાસે શરતી ડિમાન્ડ કરે છે કે અમુક ફેરફાર તેઓ કરે જેથી અમુક વર્ષ પછી ફરી આપે અમારી પાસે લોન લેવા હાથ લંબાવો ન પડે.
-
IMF એકલીજ બેન્ક નથી જેને દુનિયાની ઇકોનોમીની ચિંતા હોય. IMF ના પ્રતિસ્પર્ધીઓ પણ છે. જેમકે New Development Bank અને Asian Infrastructure Investment Bank. IMF નું મુખ્ય ધ્યેય હોય છે કે તે અમેરિકા અને યુરોપિયન દેશોના ઉદ્દેશ્યને અનુસરે. જ્યારે New Development અને Asian Infrastructure બંન્ને ચીન અને રશિયાના ઉદ્દેશ્યને અનુસરવાવાળા છે. સવાલ અહીં એ ઉઠે છે કે IMF નું ગઠન જ્યારે આખી દુનિયા માટે છે તો તે શા માટે અમેરિકા અને યુરોપિયન ઉદ્દેશ્યોને પ્રાથમિકતા આપે છે? આના જવાબ માટે આપણે એ જાણવું પડે કે IMF પાસે પૈસા ક્યાંથી આવે છે?
-
IMF માં સઘળા સભ્ય દેશો પોતાના નાણાંનું રોકાણ કરે છે અને IMF તે નાણાં બીજા દેશોને ધીરે છે વ્યાજ ઉપર. વ્યાજથી થયેલ આવકને તે પોતાના સભ્ય દેશો વચ્ચે વહેંચી દે છે. જે દેશ વધુ રોકાણ કરે તેને તેટલુજ વધુ વ્યાજ મળે છે. IMF માં સૌથી વધુ રોકાણ અમેરિકાનું છે લગભગ 17% એટલેકે પાંચમા ભાગનું. આ રોકાણ અમેરિકાને મનમાની કરવાની છૂટ આપે છે. એટલેકે તેને voting rights વધુ મળે છે. જેને અમેરિકા as a tool ની જેમ ઉપયોગ કરે છે.

No comments:
Post a Comment