Thursday, March 12, 2020

શું ગરીબો મફતખોર છે?????

ગરીબોને વાર્ષિક આવક આપવાના ચૂંટણી ઓફરનો નીતિગત વિરોધ તો ઠીક છે, કેમકે તે ગરીબીનું સ્થાઇ સમાધાન નથી. પરંતુ કેટલાક લોકો ગરીબોને મફતખોર બતાવી રહ્યાં છે. એમનું કહેવું છે કે એમના દ્વારા અપાયેલ ટેક્ષ કોઇને મફતમાં આપવો ન જોઇએ. આવું કહેવાવાળા યા તો મૂર્ખ છે યા તો ધૂર્ત. એમને ખબર હોવી જોઇએ કે અર્થવ્યવસ્થાનું હર ક્ષેત્ર અંતિમ રૂપે ગરીબોના ખભા ઉપર જ ટકેલું છે. ટેક્ષ અદા કરવાનો ઘમંડ દેખાડવાવાળાએ એ જરૂર જાણવું જોઇએ કે જે અર્થવ્યવસ્થાના અંતર્ગત તેઓ વેતન મેળવે અને ટેક્ષ આપે છે, તે અંતિમ રૂપે અનાજ, શાકભાજી, ખનિજ તેમજ તેના ઉત્પાદન અને વિતરણમાં લાગેલ શ્રમ ઉપર નિર્ભર છે.
-
કોણ કરે છે આ શ્રમ? ખનિજ કોણ ખોદે છે? અનાજ/શાકભાજી કોણ પેદા કરે છે? ભવન તેમજ અન્ય વિવિધ સંરચનાઓના નિર્માણમાં કોણ હાડકાતોડ મહેનત કરે છે? જહાજો, ટ્રકો અને રેલગાડીઓમાંથી સામાન કોણ ચઢાવે/ઉતારે છે? ફેક્ટરીઓના અતિશય ઘોંઘાટ અને ધુમાડાઓમાં પ્લાસ્ટિક, ધાતુ, કાગળ અને કપડાથી સંબધિત કાર્ય કોણ કરે છે? રિક્ષા-લારી ખેંચવાવાળા, ગટર-નાળા સાફ કરવાવાળા મફતખોર નથી પરંતુ મહેનતુ લોકો છે કે જેમને મૂળભૂત સુવિધાઓ પણ નથી મળી રહી. તો મહેનતકશ નિર્ધનોને મૂળભૂત સુવિધાઓ માટે ધન મળવાનો વિરોધ કેમ?
-
સાર:- સૌપ્રથમ ધૂર્તતાનું મૂલ્ય લાખો રૂપીયા અને શ્રમનું મૂલ્ય 200-300 રૂપીયા નિર્ધારિત કરી એક વર્ગને દરિદ્ર બનાવી દો. પછી તેને વિવિધ પ્રકારની સબસિડી આપી કૃપા કરવાનો ઢોંગ કરો. અંતે માહોલ એવો બનાવો કે પોતે તો બેઇમાની કરવાના પૈસા લે પરંતુ કોઇની મૂળભૂત આવશ્યકતાઓને પણ મફતખોરીમાં ખપાવે.

No comments:

Post a Comment