રેલ્વે સ્ટેશને સ્ટેશનના નામ સાથે સમુદ્ર લેવલથી ઉંચાઇ લખવાનું શું તાત્પર્ય ? જવાબ ખુબજ રસપ્રદ છે. ચાલો જોઇએ.
-
સમુદ્ર લેવલથી ઉંચાઇના લખાણથી ટ્રેનના ડ્રાઇવરને કોઇ મદદ નથી મળતી. હકિકતે સમુદ્ર લેવલથી ઉંચાઇનું લખાણ એ સિવિલ ઇન્જીનીયર હેતુ લખાયેલ એક રેફરન્સ પોઇન્ટના રૂપે હોય છે. આ સ્ટેશન નિર્માણના સમયે જ લખી દેવામાં આવે છે. આને થોડું ઉંડાણપૂર્વક જોઇએ....
માનીલો ત્રણ સ્ટેશન X,Y,Z દસ-દસ કિલોમીટરના અંતરે છે. જેમની ઉંચાઇ આ પ્રમાણે છે.
X ની ઉંચાઇ 100 મીટર
Y ની ઉંચાઇ 100 મીટર
Z ની ઉંચાઇ 160 મીટર
હવે સ્ટેશન X થી Y નો ટ્રેક લેવલમાં હશે જ્યારે Y થી Z નો ટ્રેક લેવલમાં ન હશે પણ ચઢાણવાળો હશે. આ પ્રમાણે....160-100/10X1000=6/1000 અર્થાત 1/166 નું ચઢાણ(rising gradient) મળશે. આ ચઢાણ સમાન્ય અનુમત gradient 1/200 કરતાં વધુ છે. માટે સ્ટેશન Y થી Z સુધી જ્યારે કોઇ ટ્રેન જશે તો તેને બેકિંગ માટે પાછળ એક વધુ એન્જીન જોઇશે. હવે એથી ઉલ્ટુ, જ્યારે કોઇ ટ્રેન Z થી Y આવશે તો તેને 1/166 નો ઢાળ મળશે. માટે ડ્રાઇવર સાવધ થઇ જશે અને ગતિ નિયંત્રિત કરી નાંખશે.
-
હવે ફ્લેશબેક એટલેકે સ્ટીમ એન્જીનના જમાનામાં જઇએ(કારણકે આ લખાણ તે જમાનાનું છે). ઉપરની સ્થિતિ મુજબ, ધારોકે સ્ટેશન X થી Y સુધી જવામાં ટ્રેનને એક ટન કોલસાની ખપત પડે છે તો સ્ટેશન Y થી Z સુધી જવામાં તેને વધુ કોલસાની જરૂર પડશે. જો તેને Y થી Z સુધી જવા માટે ફક્ત એક ટન કોલસો જ ફાળવવામાં આવે તો ટ્રેન અધવચ્ચે જ ઉભી રહી જશે. ડીઝલ એન્જીનમાં પણ આ અનુસાર જ ડીઝલની ગણના કરવામાં આવે છે. ઇલેક્ટ્રીક એન્જીનમાં ઇંધણ ખૂટી જવાનો કોઇ પ્રશ્ન જ નથી છતાં વિજળીની ખપત ઉપર નજર આ ગણતરી અનુસાર જ રાખવામાં આવે છે. હર ટ્રેનમાં કોલસો/ડીઝલની ખપતનો ચાર્ટ બનેલો હોય છે. આ ચાર્ટ વિભિન્ન સ્ટેશનની સાપેક્ષિક ઉંચાઇના આધારે બનતો હોય છે. આ સાપેક્ષિક ઉંચાઇ સમુદ્ર તટની ઉંચાઇ પર નિર્ભર કરે છે.
-
જ્યાંસુધી ડ્રાઇવરને લાગેવળગે છે ત્યાંસુધી તે સ્ટેશન ઉપર લાગેલ આ ઉંચાઇને નથી જોતો. બલ્કે ટ્રેકની બાજુમાં લાગેલ gradient પોષ્ટને જુએ છે(જુઓ ઇમેજ). જેના પર 100, 200, 400, 1000 વગેરે up/down arrow ની નિશાની હોય છે જે gradient ની સાથોસાથ ચઢાણ અથવા ઢાળની જાણકારી પણ આપે છે. જ્યાં ટ્રેક બિલકુલ સીધો હોય ત્યાં L(L=લેવલ) લખેલું હોય છે.

(એ. સિન્હા દ્વારા)

No comments:
Post a Comment