સપનું એટલે શું? સપનાઓ કેમ આવે છે? કેમ અધિકતર સપનાઓ યાદ નથી રહેતાં? આપણે સપનાઓ કેમ જોઇએ છીએ? સપનાઓ દરમિયાન આપણાં મગજમાં શું ચાલી રહ્યું હોય છે? ઉંઘમાં લોકો ઉઠીને ચાલવા કેમ માંડે છે?
-
સપનાને લગતી scientific study ને Oneirology કહે છે. મોટાભાગના સપનાઓ આપણને યાદ નથી રહેતાં. કારણકે ઉંઘમાંથી જાગ્યા બાદ ફક્ત દસ મિનિટની અંદર જ આપણે 95% સપનાઓ ભૂલી જઇએ છીએ. 1952 માં વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે ઉંઘ દરમિયાન એક ખાસ સમયે ખુબ અજીબ પ્રવૃતિઓ થતી હોય છે. સંશોધકોએ એ સમયે લોકોને જગાડીને પૂછયું તો સર્વેએ જણાવ્યું કે તેઓ એ સમયે સપનું જોઇ રહ્યાં હતાં.
-
આ સમયે લોકોની આંખોમાં સતત હલનચલન થઇ રહ્યું હતું. માટે ઉંઘની તે અવસ્થાને REM(Rapid Eye Movement) નામ આપવામાં આવ્યું. આને આપણે ગાઢ નિંદ્રાના નામે પણ ઓળખીએ છીએ. REM દરમિયાન શરીરમાં ઘણી અજીબો-ગરીબ પ્રકારની ક્રિયાઓ થાય છે. REM દરમિયાન મગજ બિલકુલ એવુંજ વર્તન કરે છે જેવું એક જાગ્રત વ્યક્તિનું મગજ કરે. એક જાગ્રત વ્યક્તિના મગજમાં અને REM દરમિયાન સૂઇ રહેલાં વ્યકિતના મગજમાં ફક્ત એકજ વસ્તુનો તફાવત હોય છે, તે છે.....REM દરમિયાન કેટલાંક ખાસ પ્રકારના કેમિકલ્સ જેવાકે Norepinephrine, Serotonin, Histamine જેવાનું ઉત્પાદન સંપૂર્ણ અટકી જાય છે.
-
તમને થશે આ રસાયણો વળી કઇ બલા છે? તો ટૂંકમાં સમજી લ્યો....આજ એ રસાયણો છે જેના દ્વારા આપણે હલનચલન કરી શકીએ છીએ. આ રસાયણોની ગેરહાજરીમાં આપણાં સ્નાયુઓ હલનચલન નથી કરી શકતાં. તો હવે સમજાયું સપનાઓ દરમિયાન આપણાં હાથપગ કેમ કાર્ય નથી કરતાં? આજ કારણ છે કે સપનામાં આપ હવામાં ઉડતા હો અથવા કોઇ મેદાનમાં ભાગી રહ્યા હો પરંતુ રિયાલિટીમાં આપ પથારીમાં જ સૂતા હોવ છો.
-
તો હવે સવાલ ઉદભવે છે કે અમુક વ્યક્તિ ઉંઘમાં કઇ રીતે ચાલે છે?(હકિકતે તે સમયે તેઓ સપનું જોઇ રહ્યાં હોય છે) એનું કારણ છે....REM Atopia. જેમને આ લક્ષણ હોય છે તેઓ ઉંઘમાં હલનચલન કરે છે. તેઓ સપનામાં જે જોઇ રહ્યા હોય છે એ મુજબ હલનચલન કરે છે. આપે ઘણીવખત એવું અનુભવ્યુ હશે કે આપ જાગી ગયા હો છતાં હલનચલન ન કરી શકતાં હો, આને Sleep Paralysis પણ કહેવામાં આવે છે. આવું એટલામાટે થાય છે કે, આપ જાગી તો જાઓ છો પરંતુ શરીર તે સમયે પણ સ્નાયુ હલનચલન માટેના રસાયણોને બ્લોક કરી રહ્યું હોય છે. એથી ઉલ્ટુ, જ્યારે કોઇ ઉંઘમાં ચાલી રહ્યું હોય ત્યારે હલનચલન માટેના રસાયણો બ્લોક થવાના બદલે બની રહ્યાં હોય છે.
-
અન્ય સવાલ....આપણે સપનાઓ કેમ જોઇએ છીએ? સંશોધકોએ આ માટે ઉંદરો ઉપર પ્રયોગ કર્યો. થોડાં ઉંદરોને તેમણે બે ગ્રુપમાં વહેંચી નાંખ્યાં. એક ગ્રુપને નોર્મલ ઉંઘ આપવામાં આવી જ્યારે બીજા ગ્રુપને REM થી પહેલાં એટલેકે ગાઢ નિંદ્રા પહેલાંજ વારંવાર જગાડવામાં આવ્યાં. અંતે તારણ નીકળ્યુ કે....જે ગ્રુપને નોર્મલ ઉંઘ આપવામાં આવી હતી તેમની memory બહેતર હતી. આનો મતલબ સ્પષ્ટ છે કે ઉંઘ(સપનાઓ સહિત) આપણી memory ને તંદુરસ્ત રાખવા માટે ખુબ જરૂરી છે.
-
આવું મનુષ્યોમાં પણ થાય છે તેમજ આનો પ્રયોગ આપ ઘરે પણ કરી શકો છો. કોઇ વ્યક્તિને થોડી વાતો યાદ રાખવાની કહો અને પછી સૂવા દો. તેને REM sleep થી પહેલાં જ જગાડી તે વાતોને દોહરાવવાની કહો, તો ઘણાં કેસમાં લોકોને તે વાત યાદ રહેતી નથી. વાત આટલેથી અટકતી નથી, અગર મનુષ્ય કોઇ નવીન વસ્તુ શીખે છે જેમકે કોઇ musical instrument, કમ્યુટર પ્રોગામ વગેરે તો તેના શીખવા દરમિયાન તેની મગજની પ્રવૃત્તિઓ જે પ્રકારની હોય છે તેવીજ હુબહુ પ્રવૃત્તિઓ REM દરમિયાન પણ હોય છે. માનો મગજ તેને replay કરી રહ્યું હોય છે.
-
મનુષ્ય જે કંઇપણ સમગ્ર દિવસ દરમિયાન શીખે છે અથવા નીહાળે છે, રાત્રે મગજ તે યાદોને organise કરવામાં busy હોય છે અને તે યાદોના connection અન્ય યાદો સાથે connect પણ કરી રહ્યું હોય છે. તેમજ ભવિષ્યમાં એ યાદો સંબંધિત અન્ય માહિતી માટેની તૈયારી પણ કરી રહ્યું હોય છે. સાથેસાથે જે બિનસંબંધિત માહિતીઓ હોય છે તેને ખારિજ કરી રહ્યું હોય છે. મગજની આ બધી પ્રવૃત્તિઓ એ સમયે આપણાં મગજના conscious brain(જાગ્રત મગજ) માંથી પસાર થઇ રહી હોય છે. જેવીરીતે આપણે જાણીએ છીએ કે જાગ્રત મગજ ઉંઘ દરમિયાન સુસૃપ્ત અવસ્થામાં હોય છે છતાં તે પસાર થતાં ઘણા સિગ્નલોમાંથી બહુ જૂજ સિગ્નલોને પકડી લે છે અને આપણું જાગ્રત મગજ એ જૂજ સિગ્નલોના visual વડે સપનું તૈયાર કરી નાંખે છે.
-
આની ઉપરથી અંદાજો આવી જાય છે કે આપણાં સપનાઓ અજીબ કેમ હોય છે. અચાનક આપ જંગલમાંથી જહાજમાં પહોંચી જાઓ છો અથવા પોતાના ડાઇનીંગ ટેબલ ઉપર જમી રહ્યા છો પરંતુ તે ટેબલ કોઇ અન્યના ઘરમાં હોય છે. આવું એટલા માટે થાય છે કેમકે જાગ્રત મગજ એ સિગ્નલો દ્વારા કોઇને કોઇ story બનાવી રહ્યું હોય છે. કહેવાનો ભાવાર્થ સપનાઓનો કોઇ મકસદ નથી હોતો. બલ્કે સપનાઓ એક accidental result છે આપણાં મગજની તે પ્રવૃત્તિઓનું જે મગજ તેની પાછળ કરી રહ્યું હોય છે.

નોટ:- ઉપરોક્ત જેટલી પણ બાબતો છે તે conclusive નથી. આ વાતો સિમિત શોધો ઉપર આધારિત છે. વૈજ્ઞાનિકો હજીપણ રીસર્ચ કરી રહ્યાં છે જેથી બહેતર થી બહેતર સમજૂતી....પ્રમાણો સાથે લોકોને પ્રાપ્ત થાય.

No comments:
Post a Comment