Wednesday, March 11, 2020

Fritz Haber

ઓગણીસમી અને વીસમી સદીમાં અનેક મહાન વૈજ્ઞાનિકો થયા. ઘણાં વૈજ્ઞાનિકો એવા પણ હતાં જેઓ પ્રસિધ્ધ ન થઇ શક્યાં. એવા જ એક વૈજ્ઞાનિક હતાં "ફ્રિટ્ઝ હૈબર". એમને પોતાની શોધ બદલ નોબલ પુરષ્કાર પણ મળેલ છે છતાં લોકો તેમના વિષે ખૂબ ઓછું જાણે છે. આ વૈજ્ઞાનિકની શોધે આપણી દુનિયા બદલી નાંખી. તેમણે હજારો નિર્દોષોને મોતના હવાલે પણ કરી દીધા છતાં માનવ જાતિ સદાય એમની ઋણી રહેશે.
-
હૈબરનો સબંધ બીજા વિશ્વયુદ્ધ સાથે છે. તેઓ જર્મનીના એક મહત્વપૂર્ણ વ્યક્તિ હતાં અને યુદ્ધમાં સામેલ થવા માટે તેમણે જર્મનીના પ્રભાવશાળી વ્યક્તિઓને પ્રેરિત કર્યા. આ કારણે ઘણાં તેમને પણ તે ભયાનક યુદ્ધ માટે જવાબદાર માને છે. પોતે રસાયણશાસ્ત્રી હોવાના નાતે તેમણે યુદ્ધમાં પ્રયોગ કરવા માટે ઝેરીલી ગેસોના વિચારને જન્મ આપ્યો તેમજ તેને આગળ વધારતા ઘણાં પ્રકારના ઉપકરણો પણ બનાવ્યા.
-
હૈબરના પત્ની પણ રસાયણશાસ્ત્રી હતાં. તેને હૈબરના આ કાર્યોથી એટલી ઘૃણા ઉપજી કે ગોળી મારી પોતે આત્મહત્યા કરી લીધી. ગોળીનો અવાજ સાંભળી તેમનો 12 વર્ષનો પુત્ર બગીચા સુધી દોડતો આવ્યો અને ત્યાં તેણે પોતાની માં ની લાશ જોઇ. હૈબર તે સમયે ઘરમાં જ હતાં તથા રૂસી લોકો ઉપર ઝેરીલી ગેસના પ્રભાવની જાંચ-પડતાલ અર્થે બહાર જવાની તૈયારી કરી રહ્યાં હતાં. તેમનું જવું શાયદ એટલું જરૂરી હતું કે તેઓ નાના દિકરાને માં ના શબ પાસે છોડી અને નોકરોને જરૂરી નિર્દેશ આપી ચાલ્યા ગયાં. થોડાં સમય બાદ તેમના દિકરાએ પણ આત્મહત્યા કરી લીધી.
-
તો આટલાં બધા ધુત્કર્મ કર્યા બાદ પણ હૈબર મહાશયે એવું તે શું કર્યું કે સઘળી માનવજાત એમની એહસાનમંદ છે? હૈબરે એક પ્રક્રિયાની ખોજ કરી જેને હૈબર પ્રોસેસ કહેવામા આવે છે. વાત એમ હતી કે ઓગણીસમી સદીના અંતમાં જનસંખ્યા વૃદ્ધિની તુલનાએ અનાજનું ઉત્પાદન ઘણું ઓછું હતું અને આ એક વિકરાળ સમસ્યા બને તેમ હતી. એ સમયે પશુઓથી પ્રાપ્ત જૈવિક ખાતરનો ઉપયોગ થતો. વૈજ્ઞાનિક સમુદાય એ જાણતો હતો કે નાઇટ્રોજન આધારિત રાસાયનિક ખાતરના ઉપયોગથી અનાજના ઉત્પાદનમાં વૃદ્ધિ થશે. નાઇટ્રોજન પ્રકૃતિમાં પ્રચુર માત્રામાં ઉપલબ્ધ હોય છે પરંતુ તેને ખાતરના રૂપમાં પ્રયોગ કરવા લાયક સામગ્રીમાં પરિવર્તિત કરવું કઠીન સાબિત થઇ રહ્યું હતું. આ કાર્યમાં કોઇને સફળતા મળતી નહતી.
-
હૈબરે આ પ્રક્રિયા શોધી. આ વિધિથી એમોનિયાનું ઉત્પાદન કરવામાં આવે છે જેનો ઉપયોગ ખાતર બનાવવામાં થાય છે. આ શોધ માટે હૈબરને 1918માં નોબલ પુરસ્કાર મળ્યો પરંતુ આ કાર્ય એટલું મહત્વપૂર્ણ હતું કે તેના માટે દસ નોબલ પુરસ્કાર પણ ઓછા પડે. કેમ? હૈબર પ્રક્રિયાને કારણે પૃથ્વી પર આવશ્યકતાથી પણ વધુ અધિક જનસંખ્યાને સંભાળવામાં સહાયતા મળી. હૈબરે જ્યારે આ વિધિની શોધ કરી ત્યારે પૃથ્વીની જનસંખ્યા લગભગ 1.5 અબજ હતી, વર્તમાનમાં જનસંખ્યા લગભગ 7.5 અબજ છે. અગર આ પ્રક્રિયાનો ઉપયોગ કરી રાસાયણિક ખાતર બનાવવું સંભવ ન હોત તો ઘણી મોટી સંખ્યામાં લોકો ભૂખના શિકાર થઇ જાત. હૈબર ભલે રાજનીતિક અથવા અંગત જીવનમાં ઘૃણિત વ્યક્તિ રહ્યાં હો, પરંતુ માનવજાત માટે એમણે કરેલ કાર્ય અતુલનીય છે.

No comments:

Post a Comment